ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 04, 2019 પર 17:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ફેસલેસ સ્ક્રૂટીની અને ઇ-એસેસમેન્ટનો વિચાર ફક્ત અમારી કમિટીનો જ નહીં પણ વડપ્રધાનનો પણ હતો. કરદાતાએ ચિંતામુક્ત રહીને કરવેરા ભરે તેવું આયોજન છે. કરદાતાની સ્ક્રૂટીનીના કેસમાં કોઇ વ્યક્તિગત હસ્તક્ષેપ ન હોય તે પ્રકારનું આયોજન છે.


બે વર્ષ માટે ઓફિસરનું નામ સ્ક્રૂટીનીની નોટિસમાં નામ આવતું હતું. આ નોટિસ મોકલવામાં આવી છે તેનો જવાબ ઓનલાઇન જ આપવાનો રહે છે. બે વર્ષના પ્રયોગ બાદ સપ્ટેમ્બર 2019ની શરૂઆતમાં ઇએસેસમેન્ટની જાહેરાત થઇ છે.


જે છેલ્લાં આકારણી વર્ષનું રિટર્ન ભર્યું તેમની નોટિસ તેમની આવી ચૂકી હશે. ભારત સરકારના સેન્ટ્રલ ઇએસેસમેન્ટ દ્વારા નોટીસ મોકલવામાં આવે છે. આ નોટિસમાં કોઇ માનવીય હસ્તક્ષેપ રહેતો નથી.


સવાલ-


વર્ષો જૂની રહેણાંક જમીન છે આ જમીનના વેચાણ બાદ રહેણાંક બ્લોક લઇએ તો તેમાં કેપિટલ ગેઇનની કપાતનો લાભ મળે?


જવાબ-


તમારે આવકવેરા કાયદાની કલમ 54એફને ધ્યાનમાં રાખવાની છે. મૂડીનફો નહીં પરંતુ સંપૂર્ણ વેચાણ રકમને ધ્યાનમાં લેવાની છે. ઘર સામે ઘર લેવાનું હોય તો મૂડીનફાનું રોકાણ કરવાનું હોય છે. જમીનના કેસમાં વેચાણની રકમ મળી તેમાંથી સ્ટેમ્પ, ડ્યુટી અને દલાલી જેવા ખર્ચ બાદ મળે છે.


ત્યારબાદની સંપૂર્ણ રકમનું તમે રોકાણ કરો છો તે સંપૂર્ણ રકમ કરમુક્ત થશે. જો અંશતઃ ઉપયોગ કરશો તો એટલી જ રકમ બાદ મળશે. સંપૂર્ણ મુક્તિનો લાભ લેવો હોય તો ચોખ્ખી વેચાણની રકમનો ઉપયોગ કરવો પડશે. તમારી પાસે બેથી વધુ રહેઠાંણના ઘર ન હોય.


સવાલ-


મારા સાસુની ઉંમર 80 વર્ષ છે અને તેમના ડિમેટ એકાઉન્ટમાં શેર્સ છે તે એમની પુત્રીને ભેટ આપવા માંગે છે તો તેના માટે સ્ટેમ્પ ડ્યુટી ભરીને ડીડ કરવું પડે?


જવાબ-


જંગમ મિલક્તની બક્ષિસના સંદર્ભમાં સ્ટેમ્પ ડ્યુટી ભરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. સ્થાવર મિલકતના સંદર્ભમાં આ પ્રકારે ડીડ કરવાની જરૂર રહેશે. ડિમેટની સ્લીપ દ્વારા ઓફ માર્કેટ ટ્રાન્સફર કરી શકે છે. તમારે એક પત્ર ફક્ત લખીને રાખવો જોઇએ તેમાં આ બક્ષિસની વિગત આપવી છે.


સવાલ-


ગાંધીનગરમાં ચાલુ મહિને 4 લાખ રૂપિયા આપીને મકાન બુક કરાવ્યું છે સામે મારું અન્ય મકાન જે વેચાયું નહોતું તેનું વેચાણ થઇ રહ્યું છે તો તેમાં કઇ પ્રકારે આયોજન કરી શકાય?


જવાબ-


તમારા ડેવલપરને 4 લાખ રૂપિયા પહેલાં આપ્યા છે તે પરત લઇ લો. તેની સામે તમારા મકાન વેચાણમાંથી આવેલી રકમમાંથી 4 લાખ રૂપિયા આપી દો. કાયદા અનુસાર વેચાણના 1 વર્ષ પૂર્વે અને બાદમાં 2 વર્ષ સુધીમાં રોકાણ કરવાનું રહે છે. પરિણામે 12 મહિનાના પૂર્વેના સમયગાળામાં છે તેથી આપને મુશ્કેલી થશે નહીં. ઉપરાંત આગામી બે વર્ષમાં પણ તમે જે ચૂકવણી કરશો તેમાં પણ તે માન્ય ગણાશે.


સવાલ-


અમારા ઇ-સોપ્સમાં ટીડીએસનું માર્જીન વધુ રહે છે તેમાં કોઇ આયોજન કરી શકાય ખરું?


જવાબ-


ઇ-સોપ્સ અલોટ થયા બાદ 1 વર્ષ પછી વેચાણ કરો તો તેના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણાશે. ઇ-સોપ્સ અલોટ થયા બાદ જે ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર આપવામાં આવે છે તેને પર્ક વિઝિટ તરીકે ગણાય છે.


પર્ક વિઝિટની કિંમત ઉપર ટીડીએસ ચૂકવવાનો રહે છે. જ્યારે વેચાણ કરો ત્યારે શોર્ટ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. સરકાર સમક્ષ એક રજૂઆત છે તે મુજબ સંપૂર્ણ રકમ લોંગ ટર્મ કેપિટલ ગેઇન અંતર્ગત ગણવી છે.


સવાલ-


મારી ઉંમર 77 વર્ષ છે મારી પાસે મેડિક્લેઇમ નથી તો હું જે મેડિકલ ખર્ચ કરું છું તો તે 80ડીમાં બાદ મળી શકે?


જવાબ-


તમે આ પ્રકારનો ખર્ચ ચેક કે ઇ-પેમેન્ટ થકી કરવાનો રહેશે. જો મેડીકલનું પ્રિમિયમ ન ભરાતું હોય તેવા સિનિયર સિટીઝનને આ પ્રકારનો લાભ મળશે. આ ખર્ચ 50 હજાર રૂપિયાની મર્યાદામાં બાદ મળશે.


જવાલ-


હું સિનિયર સિટીઝન છું ચાલુ નાણાંકીય વર્ષ માટેની ગ્રોસ આવક 3 લાખથી વધારે અને 5 લાખથી ઓછી તો મારે રિબેટનો લાભ લેવા માટે કોઇ રોકાણ કરવાની જરૂર ખરી?


જવાબ-


જો તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે ટેક્સ ભરવાનો રહેતો નથી. જો કોઇપણ ડિડ્ક્શન લીધા વગર 5 લાખથી ઓછી છે તો ટેક્સ ભરવાનો નથી. પણ જો 6 લાખ રૂપિયા આવક છે તો તેમાં રોકાણ કરીને કર બચાવી શકો છો .


સવાલ-


જમીન ભાડે લઇને તેના ઉપર જે આવક ઉદ્દભવે તો તેમાં કરવેરાની ગણતરી કેવી રીતે કરવાની રહેશે.


જવાબ-


ખેતીની જમીનનો માલિક કોઇને ભાડે આપે તેના ઉપર રોકડ કે ખેતીની પેદાશ આપવામાં આવે છે. આ બંને પ્રકારની આવક ખેતીની આવક તરીકે જ ગણાશે. રોકડ કે ચેક હોય તો તે પણ ખેતીની આવક જ ગણાશે. જો ખેતીની પેદાશ આપી છે તેનું તમે વેચાણ કરો તો તે આવક પણ ખેતીની આવક ગણાશે. તમારી બિનખેતીની આવક કરમુક્તિ મર્યાદાથી વધે નહીં તો તેના ઉપર કોઇ ટેક્સ નથી.


સવાલ-


વિદેશમાંથી ગિફ્ટ મળે છે તો તેના ઉપર કોઇ ટેક્સ છે અને ઓનલાઇન ટ્રાન્સફર મળે તો માન્ય ગણાશે અને તેના માટે કોઇ પેપરવર્ક કરવાનું રહે?


જવાબ-


નિયત સગાંઓની યાદીમાંથી જો ગિફ્ટ મળતી હોય તો તેના ઉપર કરમુક્તિ છે. ગિફ્ટ ઓનલાઇન આપવામાં કોઇ મુશ્કેલી નથી. ગિફ્ટ સ્વીકારવા માટે કોઇ ગિફ્ટ ડીડ કરવાની જરૂરીયાત નથી. એનઆરઈ કે એનઆરો એકાઉન્ટ હોવું જરૂરી નથી. આવકવેરા રિટર્ન ભરતાં સમયે ગિફ્ટની આવકને એક્ઝમ્પ્ટ ઇન્કમ તરીકે દર્શાવવાની રહેશે.