ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

ગત વર્ષથી સુધારા આવ્યા બાદ માર્કેટની સ્થિતિમાં 31મી જાન્યુઆરી 2018 બાદના ભાવ વધ્યા છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇનના સંદર્ભમાં પ્રેક્ટિકલ પ્લાનિંગ કેવી રીતે કરવાનું રહેશે?


લાંબાગાળાનો મૂડીનફો શેર્સ અને ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ બંને ઉપર અમલી છે. લાર્જકેપ સ્ટોક્સમાં ચાલુ વર્ષે સુધારાની સ્થિતિ જોવા મળી ચૂકી છે. 31મી જાન્યુઆરી 2018ના બેઝને ધ્યાનમાં રાખીને ગ્રાન્ડ ફાધરિંગની જાહેરાત કરી છે. 31મી જાન્યુઆરી 2018ના દિવસના ભાવથી વધારે ભાવે વેચાણ થાય છે તો તેના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે.


દરેક વર્ષે કરદાતાંને 1 લાખ રૂપિયા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર કરમુક્તિ છે. આ 1 લાખ રૂપિયાની કરમુક્તિ છે તે બીજા વર્ષે કેરી ફોરવર્ડ થવાનો નથી. તમને કોઇ સ્ક્રીપ્ટમાં સારો નફો થઇ રહ્યો છે તો તેમાં નફો બુક કરી લેવાનો છે. ત્યારબાદ તેમાં 1 લાખ રૂપિયાની કરમુક્તિનો લાભ મેળવી લેવાનો છે.


તમારે એ જ સ્ક્રીપ્ટને વધુ જાળવી રાખવી છે તો તેની જ ફરી ખરીદી કરી લેવાની રહેશે. પરિણામે તમારી ખરીદ કિંમત પણ બદલાઇ જશે. લોંગ ટર્મ કેપિટલ લોસને બુક કરીને લોંગ ટર્મ કેપિલ ગેઇન સાથે સેટ ઓફ કરી શકો છો.


શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનના સંદર્ભમાં કઇ રણનીતિ રાખવાની રહેશે?


શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો લાભ મળે છે તેવા શેર્સના વેચાણ પહેલાં કરવેરા આયોજન કરો છો. 5 લાખ રૂપિયા સુધીની આવક ઉપર 12.5 હજાર રૂપિયાનો રિબેટ મળે છે. રહીશ હોય તેવા વ્યક્તિ લાખ રૂપિયા સુધીની આવક ઉપર રિબેટ મેળવી શકે છે. શોર્ટ ટર્મની આવક થાય તેવા સ્ક્રીપ્ટને અન્ય ઓછી આવક ધરાવતાં પરિવારના સભ્યના ખાતામાં ટ્રેડ કરવી જોઇએ.


શોર્ટ ટર્મના કેપિટલ ગેઇન કરમુક્તિ મર્યાદામાં રહે તે પ્રકારનું આયોજન કરવું જોઇએ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનના સંદર્ભમાં કલમ 80સીનો લાભ મળતો પણ રિબેટનો લાભ મળે છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે શોર્ટ ટર્મ કેપિટલ લોસ સેટઓફ કરી શકાય છે.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું મારે 2 લાખ રૂપિયાની વ્યાજની આવક છે તેમજ 2.5 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન છે તો તેમાં મારે ટેક્સ ભરવાનો રહે?


જવાબ-


આપના 2.5 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાંથી બાદ મળશે. બાકી રહેતી રકમના 1.5 લાખ રૂપિયા રિબેટનો લાભ મળતો નથી. 2 લાખ રૂપિયાની વ્યાજની આવક છે તેની સામે કલમ 80સીની કપાતનો લાભ લેવો જોઇએ. સિનિયર સિટીઝન તરીકે તમારી કુલ આવક 3 લાખ રૂપિયાની અંદર રહેશે તો ટેક્સ ભરવાનો રહેશે નહીં. તમને મકાનનું પઝેશન મળે ત્યારબાદ તેના ઉપર કરવેરાની ગણતરી થશે.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું મારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરીનું ફોર્મેટ શું છે?


જવાબ-


આપના શેરની ખરીદ કિંમત શું છે તેની વિગત રાખવાની રહેશે. 31મી જાન્યુઆરી 2018ના દિવસે એ શેરની કિંમત શું તેની વિગત નોંઘવાની રહેશે. ત્યારબાદ કઇ કિંમતે તમે વેચો છે તેને નોંઘવાની રહેશે. જો તમારી વેચાણ કિંમત 31મી જાન્યુઆરી 2018ના સ્તરથી નીચે છે તો કોઇ ટેક્સ ભરવાનો નથી. જો તમારી વેચાણ કિંમત 31મી જાન્યુઆરી 2018ના બંધ ભાવથી ઉપર છે તો તેના ઉપર ટેક્સ ભરવાનો થશે.


સવાલ-


ડિસેમ્બર 2010માં 13 લાખ રૂપિયામાં ખરીદ્યુ છે તો હાલ આ મકાન 17 લાખ રૂપિયામાં વેચું તો તેના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ કેટલો થાય?


જવાબ-


2010નો કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 168 હતી. ચાલુ વર્ષની કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 289ની છે. 289 ભાગ્ય 168 કરશો એટલે 1.6 થશે તેને આપની ખરીદ કિંમત સાથે ગુણવાની રહેશે. તેથી આપ 25 લાખ રૂપિયામાં પણ મકાન વેચશો તો પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.


સવાલ-


અમારી ખેતીલાયક જમીન 2012 વેચી છે તેના ઉપર જે રકમ મળી તે આવક કરપાત્ર ગણાય?


જવાબ-


આવકવેરા કાયદા હેઠળ આકારણી વર્ષથી 6 વર્ષ સુધીમાં જ નોટિસ મોકલી શકે છે. 2012-13ના આકારણી વર્ષથી 2019નો માર્ચ પણ વીતી ગયો છે તેના ઉપર કોઇ કાર્યવાહી થશે નહીં. તમારી રકમ નિશ્ચિતપણે વાપરી શકો છો હવે આપને કોઇ ટેક્સ ભરવાનો રહેતો નથી. 2015ના વર્ષમાં નોટિસ મળી હતી તેમાં પણ નોટિસ મોકલ્યાના નિશ્ચિત સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવાની રહે છે. કોઇ પણ આકારણી વર્ષના 6 વર્ષ બાદ આવકવેરા ખાતું કોઇ કાર્યવાહી કરી શકતું નથી.