ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Sat, 22, 2020 પર 10:01  |  સ્ત્રોત : CNBC-Bajar

વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં વિસ્તાર કર્યો છે તો એમાં શું વિસ્તાર કર્યો છે?


5 ફેબ્રુઆરીએ બિલ રજૂ થયું તેની સાથે કરવેરા સલાહકાર અને આવકવેરા વિભાગના અધિકારી તરફથી કેટલીક ભલામણો આવી હતી. અનેક મહત્ત્વના વધારાના મુદ્દા ઉપર સરકાર ફોકસ નહીં કરે તો સરકારનો ઉદ્દેશ્ય સિદ્ધ નહીં થાય. સરકારનો લક્ષ્ય 2 લાખ કરોડ રૂપિયાનો હતો તે સિદ્ધ કરવાની મુશ્કેલી થશે. તેથી આ યોજનામાં કેટલાંક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.


આ યોજના હેઠળ અપીલ પાછી ખેંચીએ પરંતુ જેમાં ભરવાપાત્ર કરતાં વધુ ભરીએ તો તેમાં રિફંડ પણ મળશે?


સરકારે આ અંગેનો ખુલાસો કરવો જરૂરી હતો. જે વેરો ભરવાનો છે તેની સાથે પેનલ્ટી, ફાઇન કે વ્યાજની રકમ પણ હોય છે. આ યોજનામાં વિવાદિત રકમમાંથી ફક્ત કરવેરાની જ રકમ ભરવાની રહે છે. વેરા સિવાય અર્થાત પેનલ્ટી વ્યાજ કે ફાઇનના સંદર્ભમાં 25 ટકા રકમ જ ચૂકવવાની રહેશે. આ યોજના હેઠળ રિફંડ મળી શકશે પરંતુ તે રિફંડ ઉપર વ્યાજ નહીં મળી શકે.


ડિપાર્ટમેન્ટની અપીલ પાછી ખેંચવાની યોજના છે?


કરદાતા અને ડિપાર્ટમેન્ટની અપીલનું સુખદ સમાધાન લાવવા માટે આ યોજના લાવવામાં આવી છે. કરદાતા અપીલ કરી છે તેમાં ચુકાદો સંપૂર્ણ કે અંશતઃ તરફેણમાં આવ્યો છે. હવે આ ચુકાદા ઉપર ડિપાર્ટમેન્ટ તરફથી અપીલ કરવામાં આવી શકે છે. તેમાં જો કરદાતાંની વિરુદ્ધમાં ચુકાદો આવે છે તો ફરી કેસ રીઓપન થઇ જશે. તેના ઉપર કદાચ ફરી ટેક્સ અને પેનલ્ટી ભરવાનો વારો પણ આવી શકે છે. તેવા કિસ્સામાં કરદાતા ટેક્સ ભરે અને આવકવેરા વિભાગ અપીલ પરત ખેંચી શકે છે.


આવકવેરા ખાતાએ કરેલી અપીલ પેન્ડિંગ છે તેમાં આ યોજનાનો લાભ લઇ શકાશે. આ યોજના હેઠળ મૂળ વિવાદિત રકમના ચુકાદામાં 100 ટકા રકમની માંગ કરાશે નહીં. પરિણામે ડિપાર્ટમેન્ટ 50 ટકા રકમ અને વ્યાજ-પેનલ્ટીની રકમ માફ કરી દેશે. તેથી કરદાતાએ વસુલાતમાં 50 ટકા રકમ જ ભરવાની રહેશે અને વ્યાજ અને પેનલ્ટીની રકમ ભરવાની રહેશે નહીં.


આવકવેરા દરોડાના કેસ આમાં સમાવિષ્ટ નહીં થાય તેમાં કોઇ ફેરફાર થયો છે?


આવકવેરા સર્ચ અને સીઝરના કેસનો આમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોતો. જો કે આવા કેસને સમાવિષ્ટ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. કોઇ પણ આકારણી વર્ષ માટે જો 5 કરોડ રૂપિયાથી વધુ ડિમાન્ડ ન હોય તેવા કેસને આ યોજનામાં સમાવિષ્ટ કરવાની છૂટ આપી છે. 100 ટકા ટેક્સ અને વધારાના 25 ટકા રકમ જમા કર્યા બાદ તેમને મુક્તિ મળશે. જો ડિપાર્ટમેન્ટની અપીલ હોય તો 50 ટકા ટેક્સ અને તેમાં 12.5 ટકા વધારાના ભરવાના થશે. પરિણામે ડિપાર્ટમેન્ટની અપીલ હોય તો 62.5 ટકા અને અન્યથા 125 ટકા ટેક્સ ભરવાનો રહેશે.


ઘણી મૂંજવણ એવી હતી કે 31 જાન્યુઆરી 2020ના પેન્ડિંગ કેસના સંદર્ભમાં આ યોજના આવી હતી તેમાં પ્રોસેસમાં હોય તેવા કિસ્સામાં શું કરવાનું રહેશે?


31મી જાન્યુઆરી 2020 પહેલાનો ઓર્ડર થઇ ચૂક્યો છે પણ અપીલ દાખલનો સમય બાકી છે. તો આવા કેસમાં આ યોજનાનો લાભ મળી શકશે.


સવાલ-


મે એસ્સેલ પ્રોપેકના શેર 2015માં ખરીદ્યા અને 31 જાન્યુઆરી 2018 બાદ બોનસ શેર આવેલા છે તેમાં એલટીસીજીની ગણતરી કેવી રીતે કરવી?


જવાબ-


31મી જાન્યુઆરી 2018 પહેલાંના બોનસ શેર હોત તો તેની કિંમત લક્ષમાં લેવામાં આવી શકે છે. પરંતુ આપનું બોનસ 31મી જાન્યુઆરી 2018 બાદનું છે તેથી તેની કિંમત શૂન્ય ગણાશે. જો એક વર્ષથી વધુ સમય હશે તો એલટીસીજી લાગી શકે છે. જો એક વર્ષથી ઓછા સમયમાં એ બોનસ શેર વેચશો તો એસટીસીજી લાગશે.


સવાલ-


હું 30 ટકાના ટેક્સ સ્લેબમાં આવું છું તો હ વે મારે મારા વાઇફના નામે આવક જનરેટ થાય તે રકમ મારી આવક સાથે ક્લબિંગ થશે કે નહીં?


જવાબ-


તમે પત્નીને કોઇપણ મર્યાદા વગર બક્ષિસની રકમ આપી શકો છો. આ બક્ષિસ તમારા કે તમારી પત્ની ઉપર કરપાત્ર નથી. પરંતુ એ બક્ષિસ થકી જે રકમ ઉદ્દભવે તે કલમ 64 હેઠળ ક્લબિંગની જોગવાઇ ઉદ્દભવે છે. પીપીએફનું વ્યાજ કરમુક્ત તેથી તેના ઉપર ક્લબિંગની જોગવાઇની અસર થશે નહીં. તમે મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી થકી જે આવક ઉદ્દભવશે તેના ઉપર જે ટેક્સ લાગશે તે ક્લબિંગ વગર પણ ટેક્સ ચૂકવવાનો રહેશે.


ક્લબિંગની જોગવાઇ બક્ષિસમાં આપેલી રકમમાંથી ઉદ્દભવેલી આવક ઉપર લાગશે આવકની આવક ઉપર નહીં. ધારો કે 10 વર્ષમાં 10 લાખનું રોકાણ કર્યું તેના ઉપર જે આવક થઇ તેના ઉપર ક્લબિંગ થશે. પરંતુ એ આવકની ઉપર થયેલી આવક ઉપર ક્લબિંગની જોગવાઇ લાગુ નહીં પડે.


સવાલ-


મારી ઉંમર 59 વર્ષ છે અને મારા પતિની ઉંમર 65 વર્ષ છે અને અમે મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે તેના ઉપર કર કપાત મળશે?


જવાબ-


જો તમારો મેડિકલ ઇન્સ્યોરન્સ ન હોય તો આપના પતિ જે સિનિયર સિટીઝન છે તેમને કપાત મળી શકશે. કલમ 80ડી હેઠળ 50 હજાર રૂપિયાની મર્યાદા તબીબી ખર્ચ બાદ મળી શકશે. પરંતુ આપને સિનિયર સિટીઝન થયા બાદ આપને પણ આ લાભ મળી શકશે. વાર્ષિક 50 હજાર રૂપિયાની મર્યાદામાં જો મેડિકલ ઇન્સ્યોરન્સ ન હોય તો સિનિયર સિટીઝનને આ લાભ મળી શકે છે.