ટેક્સ પ્લાનિંગ: કરવેરાનું આયોજન વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 17, 2017 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદા હેઠળ ગ્રેચ્યુઇટી મુખ્યત્ત્વે 3 પ્રકારની છે. પ્રથમ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવતી ગ્રેચ્યુઇટી સંપૂર્ણપણે કરમુક્ત છે. સાતમા પગારપંચ બાદ ગ્રેચ્યુઇટીની મર્યાદા સરકારી કર્મચારીઓ માટે રૂપિયા 10 લાખથી વધારીને રૂપિયા 20 લાખની મર્યાદા કરમુક્તિની જાન્યુઆરી 2016થી અમલી બની છે. ત્યારબાદ અન્ય કર્મચારી યુનિયન દ્વારા પણ આ અંગેની માંગ કરવામાં આવી હતી. મહિનાના કામના દિવસના 15 દિવસ અને છેલ્લા મહિનાના પગારના માસિકનો અડધો પગાર તે કામના વર્ષો સાથે મલ્ટીપ્લાય કરીને જે રકમ મળે તે ગણાય છે. હવે આ મલ્ટી પ્લાય રકમ રૂપિયા 10 લાખથી વધુની થાય તો ગ્રેચ્યુઇટી ઉપર કરપાત્રતા રહે છે. પરંતુ પહેલી જાન્યુઆરી 2016 બાદ જે કરદાતા નિવૃત્ત થયા છે તેમના કેસમાં રૂપિયા 20 લાખની ગ્રેચ્યુઇટીની મર્યાદામાં કરમુક્તિ મળી શકે છે. જો કે આવકવેરા કાયદામાં આ અંગેનો સુધારો થયો નથી પરંતુ ટૂંક સમયમાં આ સુધારો થાય તે ઇચ્છનીય છે.


નોકરીમાંથી નિવૃત્ત થયા પછી જો કર્મચારીનું અવસાન થાય અને ચાલુ નોકરીએ કર્મચારીનું અવસાન થયા બાદ જે વારસદારને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે તે બંને કેસમાં અલગ અલગ નિયમ છે. સીબીડીટીના 1990ના પરિપત્રમાં કહ્યું છે સક્રિય કર્મચારી પ્રવૃત્ત હોય તેવા સમયે અવસાન થાય તે સમયે વારસદારને જે ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે તે કલમ 10(10) હેઠળ સંપૂર્ણ કરમુક્ત રહેશે. કેટલાંક ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર વારસદારને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે. તેમાં કર વસુલ કરવા માટે મૂળ વ્યક્તિ ન હોવાથી કર વસુલી નહીં થાય તેને એક્સગ્રેસિયા તરીકે જ માનવામાં આવે છે.


2016ના અંદાજપત્રમાં કલમ 80EE એવી જોગવાઇ દાખલ કરવામાં આવી કે પ્રથમ વખતનું ઘર ખરીદી રહ્યા છો. તેમજ હાઉસિંગ લોનની રકમ રૂપિયા 35 લાખ કરતાં ઓછી હોય અને જે ઘરની ખરીદી કે બાંધકામ કરી રહ્યા છો તેની કિંમત રૂપિયા 50 લાખ કરતાં ઓછી હોય છે. તો આવા કિસ્સામાં એપ્રિલ 2016થી માંડીને માર્ચ 2017 સુધીના ગાળામાં ઘરની ખરીદી કે બાંધકામ માટે હાઉસિંગ લોન લીધી હોય તો તેના ઉપર ચૂકવાયેલ વ્યાજ સંબંધી રૂપિયા 50 હજારની વધારાની કપાતનો લાભ મળી શકશે. ખ્યાલમાં રાખવાની વાત એ છે કે એક વખત આ વધારાની કપાતનો લાભ મળ્યો તો લોન પૂરી નહીં થાય ત્યાં સુધી આ વધારાની કપાતનો લાભ લઇ શકાશે. તેથી હાઉસિંગ લોનમાં ઉપરોક્ત શરતો પૂર્ણ કરતાં હોય તો માર્ચ 2017 પહેલાં આપની હાઉસિંગ લોન મંજૂર કરાવીને લાઇફટાઇમ રૂપિયા 50 હજારની વધારાની કપાતનો લાભ લઇ શકશો.


પગારદાર સિવાય ધંધાદારી અને વ્યવસાયિક વર્ગને પણ ભાડાની ચૂકવણી પણ કપાતનો લાભ મળી શકે છે. 2016ના અંદાજપત્રમાં કરાયેલા સુધારા અનુસાર માસિક રૂપિયા 2 હજારની કપાતની મર્યાદા વધારીને રૂપિયા 5 હજાર કરવામાં આવી છે. પગારદાર કર્મચારી હોવ અને ખરેખર ભાડું ચૂકવતાં હોય તેમજ આ રકમ તમારા પગારના બેઝિકથી 10% વધુ હોય તો તેટલી રકમ તમે કયા શહેરમાં રહો છો તેના આધારે પગારના 40 કે 50% સુધી કપાત તરીકે મેળવી શકો છો. આ અંગે આવકવેરા કાયદાની કલમ 10(13A) હેઠળ જોગવાઇ કરવામાં આવી છે. જો એચઆરએ નથી મળતું કે પગારદાર વર્ગમાં સમાવિષ્ટ નથી. તો આવા કિસ્સામાં તમે જે ભાડું ચૂકવતાં હોવ તે તમારી કુલ આવકના 10%થી વધુ હોય છે.


આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ સિનિયર સિટીઝનના કેસમાં રૂપિયા 30 હજાર સુધી અને અન્ય કેસમાં રૂપિયા 25 હજાર સુધીની કપાત બાદ મળી શકે છે. હવે જો આ મર્યાદામાં જ તમે પ્રિમિયમ ભર્યુ છે તો તેની કપાત તમે બાદ મેળવી શકો છો પરંતુ જો તમારું પ્રિમિયમ નિશ્ચિત મર્યાદા કરતાં ઓછું ભર્યુ છે તો અન્ય એક કપાત પણ ઉમેરી શકાય છે. કલમ 80D હેઠળ કપાતની મર્યાદામાં રહીને મેડિકલ ચેકઅપ માટેનો રૂપિયા 5 હજારની મર્યાદા સુધીનો ખર્ચ કર્યો છે તે બાદ મેળવી શકો છો.


કરદાતાના આશ્રિત માનસિક કે શારીરિક અક્ષમતા ધરાવતાં હોય તેમના કેસમાં બે પ્રકારના માપદંડ રાખવામાં આવ્યા છે. જેમાં 40થી 80% સુધીની અક્ષમતાં હોય તો તેમાં રૂપિયા 75 હજારની કપાત બાદ આપવાની જોગવાઇ છે. 80%થી વધુની અક્ષમતા હોય તો તેવા કિસ્સામાં રૂપિયા 1.25 લાખની કપાત બાદ આપવાની જોગવાઇ છે. તમારા પરિવારના આશ્રિત માટે કંઇપણ ખર્ચ કર્યો હોય તો સંપૂર્ણ કપાતનો લાભ આપવામાં આવે છે.


કલમ 80E હેઠળ કોઇપણ વ્યક્તિના ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં આવે તેના વ્યાજની ચૂકવણી ઉપર કોઇપણ મર્યાદા વગર 8 વર્ષ સુધી કપાતનો લાભ આપવામાં આવે છે. અગાઉની જોગવાઇ અનુસાર કરદાતાએ પોતાના ઉચ્ચ શિક્ષણ માટે લીધેલી લોન હોય તો જ રાહત મળતી હતી. મોટાંભાગના કિસ્સામાં સંતાનો માટે માતા-પિતા અને લગ્નસાથી કિસ્સામાં પતિ કે પત્નીના ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં આવી હોય તો લોનની ચૂકવણી કરનારને કપાતનો લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હવે નવી જોગવાઇ અનુસાર આવા કિસ્સામાં પણ ઉચ્ચ શિક્ષણ માટે લીધેલી લોનનું વ્યાજ 8 વર્ષના સમયગાળામાં કોઇપણ મર્યાદા વગર મજરે મળી શકશે.