ટેક્સ પ્લાનિંગ: આવક આયોજન વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 24, 2017 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

અંદાજીત આવક યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ધંધાની સરળતા છે. ધંધા-વ્યાવસાય કરતાં કરદાતાનો આવક્વેરા રિટર્ન ભરતાં સમયની મૂંઝવણમાંથી દૂર થવાના અને વોલેન્ટરી કોમ્પ્લાય કરે તેના માટે અંદાજીત આવકની યોજના દાખલ કરવામાં આવી છે. વ્યક્તિ, એચયપંએફ બે માંથી કોઇ પણ સ્વમાલિકીનો ધંધો કે વ્યવસાય કરતાં હોય તેમને અને ભાગીદારી પેઢી ધરાવતાં હોય તે આ યોજનાનો લાભ લઇ શકે છે. એલએલપી, ટ્રસ્ટ, એઓપી અને કંપનીઓ જેવા એક્મ યોજનાનો લાભ લઇ શક્તાં નથી. આકારણી વર્ષ 2017થી ધંધાદારીઓ ઉપરાંત વ્યવસાયિકોને પણ અંદાજીત આવક યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.


કમિશન કે એજન્સીની આવક મેળવતાં કરદાતાઓ અંદાજીત આવક યોજનાનો લાભ મળશે નહી. આવકવેરા કાયદાની કલમ 44 એડી એમલમાં આવી ત્યારે 40 લાખ રૂપિયાની ઓડિટ લિમિટ સમયાંતરે વધારવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષથી 2 કરોડ રૂપિયાથી ઓછો ધંધાકીય વકરો ધરાવતાં ધંધાદારીઓ પણ અંદાજીત આવક યોજનાનો લાભ લઇ શકે છે. 44 એડી અનુસાર વ્યવસાયિકો માટે અંદીજીત આવકની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ડોક્ટર્સ-એન્જીનિયર્સ જેવા પ્રોફેશ્રલનો સમાવેશ કરવામાં આવ્યો છે.


અંદાજીત આવક યોજનાનો લાભ લેવા માટે વ્યવસાયિકની આવક 50 લાખ રૂપિયા તે તેથી ઓછી આવક હોવી જરૂરી છે. કુલ વકરાના 8% અથવા તો તેનાથી વધુ યોખ્ખો વફા તરીકે દર્શાવતાં હોય તો 44 એડીએ હેઠળ વ્યવસાયિકની કુલ ગ્રોસ રિસિપ્ચના 50%થી વધુ આવક દર્શાવતા હોય તો અંદાજીત આવક યોજનાનો લાભ લઇ શકો છો. વ્યક્તિ તેમજ એચયુએફ કરદાતા હોય તો તેમાં કલમ 80સીનો લાભ મળી શકે છે.


અંદાજીત આવક યોજનાનો ધંધાદારી અને વ્યવસાયિકો માટેની અરેક્ષા એ છે કે આમાં તમામ ખર્ચ સમાવિષ્ટ છે. અર્થાત પ્રોપરાઇટર દ્વારા તેની ગ્રોસ આવક માંથી 80સી અને 80ડી હેઠળ જે ચૂકવણી કરી છે તે ખર્ચ તરીકે બાદ મળી શક્શે. 44 એડીની જોગવાઇ ટ્રક ટ્રાન્સપોર્ટ સિવાયના ધંધા માટે રાખવામાં આવી છે. ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધા માટે 44 એઈ હેઠળ અંદાજીત આવક યોજનાનો લાભ મળે વ્યક્તિ, એચયુએફ કે ભાગીદારી પેઢી હોય અને 10થી ઓછી ટ્રક ધરાવતાં હોય અને ટ્રક દીઠ મહિને 7500 રૂપિયા કે તેથી વધારે આવક હોય તો અંદાજીત આવક ટોજનાનો લાભ લઇ શકે છે.