ટેક્સ પ્લાનિંગ: બાળકોના શિક્ષણના સંદર્ભમાં મળતી કર કપાત

પગારનું જે પેકેજ આપવામાં આવે છે તેમાં મોટાંભાગે માલિક તરફથી ચિલ્ડ્રન એલાઉન્સનું ભથ્થું મળે છે.
ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

પગારનું જે પેકેજ આપવામાં આવે છે તેમાં મોટાંભાગે માલિક તરફથી ચિલ્ડ્રન એલાઉન્સનું ભથ્થું મળે છે. સેક્શન 10 (14) અંતર્ગત ચિલ્ડ્રન એલાઉન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાળકદીઠ ₹100 દર મહિને આપવામાં આવે છે. પરિણામે વાર્ષિક મહત્તમ ₹1200 રૂપિયા બાળકદીઠ કપાત લઇ શકાય. તેમાં પણ મહત્તમ બે બાળકો સુધીજ આ પ્રકારનો લાભ આપવામાં આવશે. આ ભથ્થા માટે બાળક સ્કૂલ કે કોલેજમાં ભણતાં હોવા જરૂરી છે.

કલમ 80C હેઠળ ઘણી કપાતો આ કલમ હેઠળ સમાવિષ્ટ છે. HUF અને પતિ-પત્ની સાથે મળીને વ્યક્તિદીઠ ₹1.5 લાખનું આયોજન થઇ શકે. ₹1.5 લાખની મર્યાદામાં અને જો બે બાળકો છે તો તેમને ₹3 લાખનો ખર્ચ થાય છે. તો ₹3 લાખના કિસ્સામાં પતિ-પત્ની બંને ₹1.5-1.5 લાખ ની કપાત લઇ શકે છે. એજ્યુકેશનના હેતુસર વધુમાં વધુ બે બાળકો માટે ઓવરઓલ  બાળકદીઠ ₹1.5 લાખની કપાત લઇ શકાય.


ટ્રાન્સપોર્ટેશન ફી કે કમ્યુટર ફી જેવી ફીની ચૂકવણી બાદ મળી શકશે નહીં. અભ્યાસના હેતુસર રાખવામાં આવતાં ટ્યુશનની ફી પણ માફી મળી શકે છે. પ્લે સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવામાં આવે તો તે પણ માન્ય ગણાશે. કોચિંગ ક્લાસ પણ શિક્ષણ આપતી સંસ્થા છે તેથી આવા ક્લાસની ફી પણ માન્ય ગણાશે. પ્રાઇવેટ કે પર્સનલ ટ્યુશન કર્યું છે તો તે બાદ મળી શકશે નહીં.

સવાલ: હું રિટાયર્ડ સિનિયર સિટીઝન છું મારી મેડિકલ પોલિસી હવે નથી પરંતુ મારી પત્નીની પોલિસીનું પ્રિમિયમ ભરું છું તો મારો ખર્ચ અને પત્નીનું પ્રિમિયમ ચૂકવું તો તે મને બાદ મળી શકે?

જવાબ: પ્રવીણચંદ્ર ચૌહાણને સલાહ છે કે કલમ 80D હેઠળ ₹50 હજાર સુધીની કપાત આપને મળી શકશે. તેથી આપની પત્નીનું પ્રિમિયમ ભરો છો તેના ઉપર કર કપાત મળી શકશે. તમારી કોઇ પોલિસી નથી તો તમે જે હેલ્થ માટે ખર્ચ કરો છો તે પણ બાદ મળી શકશે. પરંતુ તમારા હેલ્થ માટે કરવામાં આવેલ ખર્ચ ચેક્ દ્વારા કે બેન્ક ટ્રાન્ઝેક્શનમાં કરવો. રોકડમાં ચૂકવણી કરશો તો તે માન્ય ગણાશે નહીં. આપની પત્નીનું 16 હજાર ઉપરાંત `34 હજાર  સુધીની કપાત લઇ શકશો.

સવાલ: અમે ચાર ભાઇ-બહેન છીએ અને મારા માતાને વારસામાં મળેલી જમીન કોઇ એક સંતાનને આપી શકે?

જવાબ: સી.ડી. પટેલને સલાહ છે કે વસિયતનામું બનાવનાર વ્યક્તિ કુંટુંબીજન કે તે સિવાયના વ્યક્તિને મિલકત આપી શકે છે. જો વસિયત નથી તો હિન્દુ વારસા ધારા હેઠળ મિલકતની વહેંચણી થાય છે. વારસાના કાયદા અનુસાર જો વસિયત ન હોય તો સીધી લીટીના બધા વારસદાર હિસ્સો મળી શકે. આપના માતા વસિયત બનાવીને કોઇ એક વારસદારને મિલકત આપી શકે છે.

સવાલ: મારો પુત્ર અમદાવાદમાં ભાડે રહે છે તો તેના ઉપર મને કપાત મળે અને તેના અભ્યાસની ફી મારા પિતા ચૂકવે છે તો તેના ઉપર કપાતનો લાભ મળી શકે?

જવાબ: મિનાક્ષીબેનને સલાહ છે કે કોઇપણ વ્યક્તિ પોતાના રહેઠાંણ માટે ભાડાની ચૂકવણી કરે તો તેમને કર કપાત મળી શકે. તમારા કેસમાં આપના પુત્ર માટેના ભાડા માટેની કપાત મળી શકશે નહીં. તમારા પિતા આપના પુત્રની ફી ભરે છે તેના બદલે તમે એ ફી ભરશો તો તેના પર કપાત મળશે. આપના પુત્રની શૈક્ષણિક ફી ઉપર 80C હેઠળ રૂપિયા 1.5 લાખનું આયોજન કરી શકશો.

સવાલ: હું સરકારી કર્મચારી છું ઓફિસની કામગીરી સિવાયના મળતાં ટ્રાવેલિંગ એલાઉન્સ ઉપર ટેક્સ ભરવાનો રહે?

જવાબ: મુસ્તાક મન્સૂરીને સલાહ છે કે સેક્શન 10 (14) હેઠળ કોઇપણ કર્મચારીને માલિક તરફથી ફરજ બજાવવા માટે એલાઉન્સ મળે છે. જો સ્થાનિક હોય તો કન્વેયન્સ એલાઉન્સ અને બહારગામ હોય તો ટ્રાવેલ એલાઉન્સ મળે છે. એલાઉન્સને કરપાત્ર ગણવાની જરૂર નથી. આ એલાઉન્સ નોકરીની ફરજ બજાવવા કર્યો છે તે આપને સંપૂર્ણ કરમુક્ત છે.

સવાલ: ઓફિસ અને રહેણાંક પ્રોપર્ટી હેઠળ બે મિલક્તના નિયમો કેવી રીતે ગણવામાં આવે છે?

જવાબ: કેતન વોરાને સલાહ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે તમારે આવાસ યોજનાના નિયમો તપાસવા પડશે. સેક્શન 80EEA હેઠળ રહેઠાંણના મકાન માટે હાઉસિંગ લોન લીધી હોય તો વધારાની કપાત મળે. આ હાઉસિંગ લોન 31 માર્ચ પહેલાં લીધેલી હોય અને અન્ય શરતો  પરિપૂર્ણ થતી હોય તો વધારાની વ્યાજ કપાત મળી શકશે. જેમાં ₹2 લાખ ઉપરાંત 1.5 લાખ રૂપિયાની વ્યાજની કપાત મળે છે. આ સંદર્ભમાં જે તારીખે તમે લોન લો છો ત્યારે અન્ય કોઇ રહેઠાંણના મકાન ન હોવું જોઇએ. તમારી દુકાન કે ઓફિસ છે તે આમાં ગણતરીમાં લેવાશે નહીં કારણ કે તે રહેણાંક મિલક્ત નથી.

સવાલ: હું નોકરીમાંથી નિવૃત્ત થવાનો છે તો રિટાર્યમેન્ટ બાદ કઇ કઇ રકમ કરમુક્ત રહેશે?

જવાબ: ગિરિશભાઇ ઠક્કરને સલાહ છે કે પ્રોવિડન્ટ ફંડની રકમ કોઇપણ મર્યાદા વગર સંપૂર્ણપણે કરમુક્ત રહેશે. ગ્રેચ્યુઇટી માટેની 20 લાખ રૂપિયા વધુમાં વધુ કરમુક્ત રહેશે. લીવ એન્કેશમેન્ટ સરકારી કર્મચારી માટે કોઇપણ મર્યાદા વગર કરમુક્ત રહેશે. જો ખાનગી કર્મચારી હોવ તો લીવ એન્કેશનમેન્ટ વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધી કરમુક્ત રહેશે.