ટેક્સ પ્લાનિંગ: બિનરહીશ ભારતીયો માટે કરવેરા અને રોકાણ આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 07, 2017 પર 15:47  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રવાસીય ભારતીય દિવસ આ વખતે બેંગલૂરૂમાં છે. વિશ્વના 125થી વધુ દેશોમાં લગભગ અઢી કરોડથી વધુ બિનરહીશ ભારતીય વસે છે. અઢી કરોડ બિનરહીશ ભારતીયમાં આપણા ગુજરાતીઓનું સારૂં એવું વર્ચસ્વ છે. આજની આપણી ચર્ચા ફક્ત NRI માટે નહીં પરંતુ NRIના સગા-સંબંધી અને મિત્રો જે તેમના નાણાંકીય રોકાણ કે કરવેરાનું આયોજન કરતાં હોય તેમના માટે પણ ઉપયોગી છે. એનઆરઆઈ એટલે વિદેશી નાગરિકત્વ ધારણ કર્યું હોય પરંતુ મૂળ ભારતીય નાગરિક હોય અર્થાત પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO).


મૂળ ભારતીય નાગરિક એટલે 3 પેઢી સુધીના લોકોને ગણવામાં આવે છે અર્થાત તમે પોતે ભારતમાં જન્મ લીધો હોય કે તમારા માતા-પિતા કે દાદા-દાદી ભારતમાં જન્મયા હોય તો તેને મૂળ ભારતીય નાગરિક ગણાય. આ પ્રકારે પીઆઇઓને NRI અંતર્ગતના તમામ લાભ મળવાપાત્ર રહે છે. સામાન્ય રીતે 6 મહિના કે 182થી વધુ સમય ભારતમાં ગાળ્યો હોય તો ફેમા અનુસાર રહીશ ગણાવ છો.


પરંતુ ફેમા અનુસાર 6 મહિનાથી વધુ સમય ભારતમાં રહો તો તમારા ઉદ્દેશ્યના આધારે રહીશ કે બિનરહીશ ગણવામાં આવે છે. જો ભારતમાં સ્થાયી થવા માટે આવ્યા છો તો તમે બિનરહીશ ગણાશે નહીં. આવકવેરા કાયદા અનુસાર 182 દિવસનો ટેસ્ટ છે. ચાલુ વર્ષની 4 વર્ષના અગાઉના સમયગાળામાં 365 દિવસ પણ ભારતમાં રહ્યા હોવ તો એ બીજો ટેસ્ટ છે. આ ટેસ્ટના આધારે રહીશ કે બિનરહીશ હોવાનું નક્કી થાય છે.

ભારતમાં 6 મહિનાથી વધુ સમય રહ્યા તો આવકવેરા કાયદા હેઠળ રહીશ બની જાવ. પરંતુ જો તમારો આશય ભારતમાં સ્થાયી થવાનો નથી એટલેક પરદેશમાં ઘરબાર - કારોબાર રાખ્યો હોય તો 6 મહિનાથી વધુ સમય ભારતમાં રહેવા છતાં ફેમા હેઠળ બિનરહીશ ગણાવ. ભારતમાં રહીશ છે પરંતુ પરદેશમાં સ્થાયી થવા માટે કોઇ કારણ નથી અને ભારતની બહાર 6 મહિના આપણે ભારતની બહાર પ્રવાસ કર્યા કર્યો છે તો આવકવેરા કાયદા હેઠળ એ વર્ષ માટે આપ બિનરહીશ બનો. પરંતુ ફેમા અંતર્ગત બિનરહીશ નથી બનતાં કારણ કે જો આપની પાસે ગ્રીન કાર્ડ, વ્હાઇટ કાર્ડ કે અન્ય કોઇ દેશની રેસિડેન્સી હોય તો બિનરહીશ બની શકો.

ભારતમાં જંગમ મિલકતના સંદર્ભમાં તમામ પ્રકારની મિલકતમાં રોકાણ NRI કરી શકે છે. સ્થાવર મિલકતના સંદર્ભમાં મકાન, ઓફિસ, શો-રૂમ કે ગોડાઉન હોય તેમાં રોકાણ કરી શકો છો. માત્ર જમીનના સંદર્ભમાં મર્યાદા એ છે કે NRI ભારતમાં ખેતીની જમીન કે પ્લાન્ટેશન હોય તેમાં રોકાણ કરી શકતાં નથી. બિનખેતીની જમીન હોય તો NRI ભારતમાં ક્યાંય પણ  જમીન રાખી શકે છે અને રોકાણ કરી શકે છે.


NRI બન્યા પહેલાં ખેડૂત હોવ કે ખેતીની જમીન હોય તો ફેમાના કાયદા હેઠળ તમે એ જમીનની માલિકી યથાવત્ રાખી શકો અને વેચાણ કરવું હોય તો પણ કરી શકો છો. પરંતુ NRI ખેતીની નવી જમીનમાં રોકાણ કરી શકતાં નથી અને બક્ષિસ સ્વરૂપે પણ ખેતીની કે પ્લાન્ટેશનની જમીન આપી શકાતી નથી. પરંતુ વસિયત કે વારસાઇમાં મળતી ખેતીની જમીનને પણ NRI ધારણ કરી શકે છે.

ભારતમાં NRI ખેતીની જમીન સિવાય તમામ પ્રકારે રોકાણ કરી શકે છે. એક સમય હતો જ્યારે મુદ્દલમાં વૃદ્ધિ તો શું પરંતુ સામાન્ય રકમ વિદેશ લઇ જવા ઉપર પણ નિયંત્રણ હતા. વિદેશી હુંડિયામણના મુદ્દે ફ્લેક્સીબિલીટી ઓછી છે પરંતુ બિનરહીશ ભારતીયો માટે ખાસ છૂટ આપવામાં આવી છે. મુખ્યત્ત્વે બે પ્રકારની યોજના છે રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટ અને નોન રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટ. રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટમાં તમે રોકાણ આસાનીથી પરત લઇ જઇ શકો છો.


વિદેશી હુંડિયામણમાં કરવામાં આવેલા રોકાણ રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટ છે તે કોઇપણ મર્યાદા વગર પરત લઇ જઇ શકાય છે. જો કે છેલ્લાં કેટલાંક સમયથી ઉદાર છૂટ આપવામાં આવી છે તેના આધારે વિદેશી હુંડિયામણના નોન રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ વાર્ષિક 10 લાખ અમેરિકન ડૉલર કે તેના સમકક્ષ મૂલ્ય પરત લઇ જવાની છૂટ આપવામાં આવી છે.


નોન રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટ પણ હવે વ્યવહારમાં રિપેટ્રીએબલ ઇન્વેસ્ટમેન્ટ જેમ ઉપયોગમાં લઇ શકાય છે. એનઆરઆઈ બન્યા પહેલાની મૂડી કે વારસા અથવા વસિયત સ્વરૂપે મળેલી સ્થાવર કે જંગમ મિલકતને પરત લઇ જવાની છૂટ છે. એનઆરઆઈ બન્યા પહેલાની મૂડી, વારસા કે વસિયત સ્વરૂપે મળેલી સ્થાવર કે જંગમ મિલકત ઉપર ટેક્સની જવાબદારી અદા કર્યા બાદ વાર્ષિક 10 લાખ અમેરિકન ડૉલરની મર્યાદામાં પરત લઇ જઇ શકો છો.

એનઆરઈ એટલે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ વિદેશી હુંડિયામણ દ્વારા જ ખોલાવી શકાય જો કે તેમાં નાણાં રૂપિયામાં કન્વર્ટ થઇને રહે છે. આ ખાતામાં બહારથી આવતું વિદેશી હુંડિયામણ જે શેર-સિક્યોરિટી કે ધંધામાં રોકાણ કરવા માટે લાવી શકો અને પરત લઇ જવા માટે જ આ ખાતામાં રૂપિયા તરીકે જમા કરાવીને વિદેશી હુંડિયામણ તરીકે લઇ જઇ શકાય.


વિદેશી હુંડિયામણ રોકાણ કે ધંધા માટે લાવે છે અને તેને ફિક્સ ડિપોઝિટ તરીકે વિદેશી હુંડિયામણ તરીકે જ રાખી શકે તેના માટે  ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ(FCNR) એકાઉન્ટ ખોલાવાનું રહે છે. NRO એકાઉન્ટ એટલે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ. એનઆરઓ એકાઉન્ટ સાદું સેવિંગ એકાઉન્ટ જેવું છે જેમાં જૂના-નવા બધા પ્રકારના નાણાં રહી શકે જેમાંથી વાર્ષિક 10 લાખ અમેરિકન ડૉલરની મર્યાદામાં રકમ પરત લઇ જઇ શકાય.

ભારતમાં રહેલા આપના એનઆરઇ કે એફસીએનઆર એકાઉન્ટમાં રહેલી રકમ ઉપર મળતું વ્યાજ વ્યક્તિ બિનરહીશ ત્યાં સુધી કોઇપણ મર્યાદા વગર કરમુક્ત રહેશે. એનઆરઓ એકાઉન્ટના સેવિંગ કે ડિપોઝીટ એકાઉન્ટના વ્યાજ ઉપર 30 ટકા દરે ટીડીએસ કરવામાં આવે છે.