ટેક્સ પ્લાનિંગ: બક્ષિસ માટે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 24, 2016 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

1998 સુધી બક્ષિસ વેરાનો એક અલગ કાયદો હતો જે મુજબ બક્ષિસ આપે તે તત્કાલીન નિયત મર્યાદાથી વધુની રકમની બક્ષિસ આપે તો બક્ષિસ વેરો આપવાનો રહેતો હતો. ત્યારબાદ 6 વર્ષ સુધી બક્ષિસ વેરાનો કોઇ કાયદો રહ્યો ન હતો. આ સમય દરમિયાન બક્ષિસ મેળવનારને પણ કોઇ બક્ષિસ ઉપર કોઇ વેરો ભરવાનો નહતો.


2004માં તત્કાલીન નાણામંત્રી પી. ચિદ્દમ્બરમે મની લોન્ડરીંગ ઉપર રોક લાવવા માટે બક્ષિસની મર્યાદા વ્યક્તિગત કે એચયુએફના સંદર્ભમાં 25 હજાર સુધીની મર્યાદા નક્કી કરી. ત્યારબાદ આ લિમિટ વધારીને 50 હજાર કરવામાં આવી.


આ 50 હજાર રૂપિયાની મર્યાદા વર્ષ 2009 સુધી ફક્ત નાણાંકીય રકમ પર હતી પરંતુ અન્ય મિલકત કે જણસના સ્વરૂપની બક્ષિસ નહોતી. 2009માં નિયત પ્રકારની મિલકતના સંદર્ભમાં 50 હજારથી વધુના મૂલ્યની બક્ષિસ મળે તો તેની જોગવાઇ 56(2)(vii) હેઠળ કરપાત્રતા ગણવામાં આવી છે.

નિયત સગા પાસેથી કોઇ બક્ષિસ મળે છે તો તેને કરમુક્ત ગણવાની જોગવાઇ કરવામાં આવી છે. નિયત સગાંની યાદી જોઇએ તો વ્યક્તિના માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની અથવા પુત્ર-પુત્રી કે પૌત્ર –પોત્રી તરફથી આપવામાં બક્ષિસ કરમુક્ત ગણવાની જોગવાઇ કરવામાં આવી. મામા-મામી, કાકા-કાકી, માસા-માસી, ફોઇ-ફુવા સહિત લગ્નસાથીના સગા તરફથી મળેલી બક્ષિસ કરમુક્ત ગણવામાં આવી છે.


તમારા લગ્ન સાથી અને લગ્ન સાથીના સીધી લીટીના સગા તરફથી બક્ષિસ આપવામાં આવી હોય તો તેને કરમુક્ત ગણવાની જોગવાઇ છે. કોઇપણ વ્યક્તિ કે એચયુએફને વીલ કે વારસાઇ હેઠળ બક્ષિસને પણ કરમુક્ત ગણવામાં આવે છે.

સવાલ: એસટીટીની રકમ બાદ કર્યા બાદ લાંબા કે ટૂંકાગાળાના મૂડીનફાની ગણતરી કરવાની રહે કે એસટીટી બાદ ન મળે?

જવાબ: એસટીટી ટેક્સ છે તેને આપની કરપાત્રત આવકની સંદર્ભમાં બાદ કરવામાં આવતો નથી. બ્રોકરેજ કે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ કેપિટલ ગેઇનની સામે બાદ મળી શકે છે.

સવાલ: મારો પુત્ર 7 વર્ષ બાદ યુકેથી પરત આવે છે તો તે આવકની કરપાત્રતા શું રહેશે?

જવાબ: જ્યારે વિદેશથી પરત ફરે છે ત્યારે અગાઉના વર્ષોની તેમની આવક કે બચત સહિતની તમામ રકમ ઉપર ટેક્સ લાગુ પડશે નહીં. પરંતુ ભારત પરત આવ્યા પછીના 6થી 12 મહિનામાં બીજી વધારાની રકમ લાવે છે તો તે વર્ષમાં તેમનું ભારતમાં રેસિડેન્ટ સ્ટેટસ શું છે તેના આધારે તેમના કરવેરાની ગણતરી થશે. જો અહીંયા તેમનું સ્ટેટસ રેસિડેન્ટ અને ઓર્ડિનરી રેસિડેન્ટ હશે તો વ્યાજની કે અન્ય આવક વિદેશમાં પણ થઇ હશે તો પણ ટેક્સેબલ રહેશે. જો અહીંયા તેમનું સ્ટેટસ રેસિડેન્ટ કે નોન ઓર્ડિનરી રેસિડેન્ટ હશે તો પરદેશના વ્યાજની આવક ઉપર કોઇ ટેક્સ નથી.