ટેક્સ પ્લાનિંગ: નવી જોગવાઇ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 16, 2018 પર 17:46  |  સ્ત્રોત : CNBC-Bajar

ખાનગીક્ષેત્રના પગારદાર વર્ગ તરફથી નારાજગી ચોક્કસ થઇ છે. સ્ટાન્ડર્ડ ડિડ્કશનની સામે વાર્ષિક ટ્રાન્સપોર્ટ એલાઉન્સના 19200 રૂપિયા અને 15 હજાર રૂપિયા મેડિકલ રિએમ્બર્સમેન્ટ નાબુદ થયા છે. પગારદાર વર્ગે નાણામંત્રી પાસે બજેટ પાસ થાય છે. પહેલાં તેમાં સુધારો કરવાની માંગ કરવી જોઇએ. સ્ટાન્ડર્ડ ડિડ્કશનમાં વાસ્તવિક રીતે 5800 રૂપિયાની રાહત મળી છે. તેમાં પણ સેસની સાથે ગણતરી કરો તો વધુમાં વધુ 1 હજાર રૂપિયા જેવો જ લાભ છે.


ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે ઓફિસથી ઘરે અને ઘરેથી ઓફિસ જવા માટેની કપાત મળે છે. કન્વેયન્સ એલાઉન્સ ઓફિસ વર્ક માટે કર્મચારીએ વાહન વાપર્યું છે તો તે કોઇપણ મર્યાદા વગર બાદ મળશે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ બંધ થયું છે પરંતુ કલમ 10(14) હેઠળ કન્વેયન્સ એલાઉન્સ યથાવત્ છે.


આવકવેરા કાયદાની કલમ 17(2) હેઠળ કેટલીક મેડિકલ સવલતો કરપાત્ર ગણાતી નથી. કર્મચારી કે તેના પરિવારના સભ્યને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ માલિક દ્વારા ચૂકવણી કરાશે તે કરમુક્ત જ રહેશે. માલિક તરફથી કર્મચારીનું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ ભરવામાં આવે છે તે પણ કરમુક્ત જ ગણાશે.


એનપીએસનું ખાતું બંધ કરતાં સમયે જે રકમ મળે છે તેમાં 40% રકમ કરમુક્ત છે. આવકવેરાની કલમ 10(12)A આ લાભ અત્યારે ફક્ત પગારદાર વર્ગને જ મળે છે. આ 40%ની મુક્તિનો લાભ તમામ કરદાતાઓ માટે આ અંદાજપત્રમાં આપ્યો છે. વ્યવસાયિકો અને ઉદ્યોગકારો પણ એનપીએસનો લાભ લઇ શકશે.


એમએસએમઇ સેક્ટરમાં ભાગીદારી પેઢી કે એલએલપીને છૂટ આપી નથી. એમએસએમઇ અંતર્ગત કંપનીઓને લાભ આપ્યો છે. એમએસએમઇ અંતર્ગત 250 કરોડ રૂપિયા કરતાં ઓછું ટર્નઓવર હોય તો તેમના માટે છે.


કોર્પોરેટ ટેક્સ 25 ટકા કરવામાં આવ્યો છે. આ યોજના બાદ મોટાંભાગની કંપનીઓને તેનો લાભ મળી શકશે. સીબીડીટીની સ્પષ્ટતાં અનુસાર કટઓફનું ટર્નઓવર એલિજિબલ વર્ષ સુધી જ ગણાશે. એલિજિબલ વર્ષ 2016-17ના વર્ષના આધારે જ ગણવામાં આવશે. આ પછીના વર્ષમાં ટર્નઓવર
વધશે તો પણ 5 ટકાનો લાભ યથાવત્ રહેશે.


અગાઉના વર્ષની સરખામણીએ 25 હજાર સુધીના પગાર વાળા વધારાના કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવે તો એના સંદર્ભમાં 30% સુધીની કપાતનો લાભ મળી શકતો હતો. વર્ષ દરમિયાન કર્મચારીએ 240 દિવસ સુધી કાર્યરત રહ્યો હોવો જોઇએ. આ કપાત ફક્ત જોડાયેલા વર્ષના આધારે જ ગણતરી કરવામાં આવતી હતી. જેમાં નવેમ્બર કે ડિસેમ્બર દરમિયાનની નિયુક્તિમાં તે વર્ષ દરમિયાન 240 દિવસ પુરા ન થઈ શકતા કપાત મળી શકતી ન હોતી. જેમાં સુધારો કરીને નાણાંકીય વર્ષના સમયગાળા બાદ પણ 240 દિવસ સુધીની કર્મચારી કાર્યરત રહે છે તો તે કપાતનો લાભ મળેવી શકાશે.


નાણામંત્રીએ રોકડ ખર્ચના અંકુશને આ વખતના બજેટમાં ધ્યાનમાં રાખ્યું છે. 40A(3) અંતર્ગત ધંધાદારીઓ માટે 10 હજારથી વધુ રકમનો ખર્ચ એક દિવસમાં રોકડમાં કર્યો તે કપાત તરીકે મજરે મળતો નહીં. 40a(ia) અંતર્ગત જો ધંધાકીય કરદાતા ટીડીએસ કાપવામાં કસૂર કરે તો એ ખર્ચ મજરે મળતો નથી. હવે આ જોગવાઇ ધર્માદા ટ્રસ્ટ અને ધાર્મિક ટ્રસ્ટ માટે પણ અમલી બનશે.


પારદર્શકતાં અને જવાબદારી વહીવટમાં વધે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇ-રિટર્નની જેમ ઇ-એસેસમેન્ટની કાર્યવાહી કરવા તરફ યોજના ઘડવામાં આવી રહી છે.


આવકવેરાની કલમ 143 પેટાકલમ 3A હેઠળ આકારણીને લગતી કામગીરી ઓનલાઇન કરવામાં આવશે
ચાલુ આકારણી વર્ષ 2017-18નું રિટર્ન ભર્યુ ન હોય તો 31 માર્ચ 2018 સુધીમાં ભરવાની છેલ્લી તક છે. પ્રવર્તમાન જોગવાઇ અનુસાર રિટર્ન ભરવામાં ન આવ્યું હોય અને 3000 સુધીની ટેક્સ ડિફેટ ન હોય તો આવા કેસમાં પ્રોશિક્યુશનની કાર્યવાહિ હાથ ધરી શકાતી નથી.


હવે નવી જોગવાઇ અનુસાર રિટર્ન ભરવામાં ન આવ્યુ હોય અને અંગે ઝીરો ટેક્સ ઈફેક્ટ હોય તો પણ પ્રોસિક્યુશનની કાર્યવાહી થઇ શકશે. 31મી જુલાઇ સુધીમાં રિટર્ન ન ભરાય તો 5 હજારની પેનલ્ટી રહેશે. 31મી ડિસેમ્બર બાદ જો રિટર્ન ભરશો તો 10 હાજર રૂપિયાની પેનલ્ટી ભરવાની રહેશે.