ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 20, 2017 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘણાં કરદાતાં મિત્રોને ખબર હોતી નથી કે જીવનવીમા પ્રિમિયમની 1.5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી ઉપર કલમ 80C અંતર્ગત કપાતનો લાભ મળે છે. પરંતુ જીવનવીમા પ્રિમિયમને લોકો રોકાણ તરીકે જુએ છે તેથી તેમાં બે-પાંચ વર્ષ સુધીની પોલિસી ખરીદે છે, જો કે એમાં લક્ષ જીવનવીમાનું હોવું જોઇએ. હવે કલમ 80C અનુસાર કોઇપણ પોલિસીની ફેસ વેલ્યુના 10 ટકાથી વધુ પ્રિમિયમ વાર્ષિક ચૂકવતાં હોવ તો કપાતનો લાભ મળશે નહીં તેમજ પોલિસીનો સમયગાળો 10 વર્ષથી વધુનો હોવો જોઇએ. આવકવેરા કાયદા અનુસાર એચયુએફના કોઇપણ સભ્યના પ્રિમિયમની ચૂકવણી ઉપર કલમ 80Cની કપાતનો લાભ મળી શકે છે.


આવકવેરા કાયદામાં પ્રિમિયમ ભરવા માટે એચયુએફના સભ્ય, વ્યક્તિગત કિસ્સામાં પરિવારના અન્ય સભ્યોના પ્રિમિયમ ભરવા અંગેનો લાભ લઇ શકાય છે. જીવનવીમા પ્રિમિયમની પોલિસીના પ્રિમિયમ ચૂકવવામાં કુંટુંબના કયા એનટીટી કે સભ્યની આવકને ધ્યાનમાં રાખીને પ્રિમિયમ ચૂકવણીનું આયોજન કરવું જોઇએ છે. કલમ 80Cને લક્ષમાં રાખતાં કુંટુંબના વિવિધ સભ્યો-એકમોને ધ્યાનમાં રાખીને જીવનવીમા પ્રિમિયમ અંતર્ગત રોકાણ કરો તો એ યોગ્ય આયોજન થશે. જીવનવીમા પ્રિમિયમની ચૂકવણી વાર્ષિક ફેસ વેલ્યુના 10 ટકાથી વધુ ન હોવું જોઇએ છે. વ્યક્તિગત કે એચયુએફના કેસમાં સભ્યો અને એકમ વચ્ચે 1.5 લાખ રૂપિયાની મર્યાદામાં રહો અને કપાતનો લાભ લઇ શકો છો.


પીપીએફ પુરુષ કે સ્ત્રી સંતાન બેમાંથી કોઇપણ માટે કરી શકો છો જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના ફક્ત સ્ત્રી સંતાન માટે જ અમલી રહેશે. નાની બચત સ્કીમના આયોજન હેઠળ જો તમે તમારા બાળકના ખાતામાં રોકાણ કરતાં હોવ તો તમારા વ્યક્તિગત અને તમારા સગીર વયના સંતાન સહિત વાર્ષિક દોઢ લાખ રૂપિયાથી વધુનુ રોકાણ કરી શકતાં નથી. દિકરીના કેસમાં પીપીએફમાં પણ રોકાણ થાય તો તમે તમારા પીપીએફમાં પણ રોકાણ કરી શકતાં નથી. તેથી પુત્રીના કેસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો અને પુત્ર માટે પીપીએફમાં રોકાણ કરો છો. પિતા પોતાના કેસમાં અન્ય રોકાણ કરતાં હોય તો પણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. જો કે કલમ 80C હેઠળ દોઢ લાખ રૂપિયાની મર્યાદા ધ્યાનમાં રાખીને સભ્યો અને એકમોને લક્ષમાં રાખીને રોકાણ કરવું જોઇએ છે.


સિનિયર સિટીઝનને અમુક વર્ષો પછી તો જીવનવીમો કે મેડિકલેઇમ લેવો પણ મુશ્કેલ બને છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ સિનિયર સિટીઝન સ્કીમ એમના માટે શ્રેષ્ઠ છે. વ્યાજદર ઓછા થતાં જઇ રહ્યા છે તેમ છતાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 8 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. આ યોજનાનો વિશેષ ફાયદો એ છે કે સિનિયર સિટીઝન રોકાણ કરે છે તો તેમને કલમ 80C હેઠળનો સીધો ફાયદો થઇ શકે છે. સિનિયર સિટીઝન વાર્ષિક દોઢ લાખ રૂપિયાની સાઇકલમાં પાંચ વર્ષ સુધી રોકાણ કરીને કરવેરા આયોજન કરી શકે છે.


5 વર્ષના સમયગાળા માટેના ટેક્સ સેવર ડિપોઝીટ સ્કીમનો લાભ એનઆરઆઇ લઇ શકે છે. જો કે એમાં હાલ ઘટતાં વ્યાજદરને લીધે 7થી 7.5 ટકા રિટર્ન મળે છે. ઇક્વિટી લિન્ક સેવિંગ્સ સ્કીમ માર્કેટ સાથે જોડાયેલી યોજનાનો લાભ પણ એનઆરઆઇ લઇ શકે છે. ઇક્વિટી લિન્ક સેવિંગ્સ સ્કીમ શેરબજાર સાથે જોડાયેલી યોજના છે તેમાં ગેરંટેડ રિટર્ન નથી. એચયુએફ પણ ટેક્સ સેવર ડિપોઝિટ સ્કીમ અને ઇક્વિટી લિન્ક સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરી શકે છે. એચયુએફ પોતે અમુક નાની બચતમાં રોકાણ ન કરી શકે પરંતુ એચયુએફ સભ્યોની નાની બચત રોકાણ કરે છે તો તેનો લાભ એચયુએફ લઇ શકે છે.


કેપિટલ માર્કેટ રોલર-કોસ્ટર રાઇડ જેવું છે. ઇક્વિટી લિન્ક સેવિંગ સ્કીમ માટેનું વ્યવહારુ સૂચન એ છે કે માર્કેટ કઇ દિશામાં જશે તે કોઇ નક્કી કરી શકતું નથી. ઇક્વિટી લિન્ક સેવિંગ્સ સ્કીમના સંદર્ભમાં સાવચેતીના ભાગરૂપે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અપનાવવો જોઇએ છે. જેમાં એસઆઇપીમાં માસિક 12 હજાર રૂપિયાના આયોજન દ્વારા એવરેજ રોકાણ હોય તો તેનો લાભ રોલર-કોસ્ટર રાઇડમાં પણ રક્ષણ આપશે.


કલમ 80સીસીડી હેઠળ નેશનલ પેન્શન સ્કીમ હેઠળ વધારાના 50 હજાર રૂપિયાની વિશેષ છૂટ આપવામાં આવી છે. ઘણાં રોકાણકારો કે કરદાતાંને એનપીએસના 50 હજાર રૂપિયાની કપાત લેવાનું આયોજન વ્યક્તિગત ધોરણે લઇ શકો છો. જો આપનો ટેક્સ રેટ ઉંચા સ્લેબમાં છે તો વ્યક્તિગત કેસમાં કલમ 80Cના દોઢ લાખ રૂપિયા અને એનપીએસ હેઠળ વધારાના 50 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો.


બાળકોના અભ્યાસ માટે ટ્યુશન ફી ચૂકવી હોય તો તેના સંદર્ભમાં કલમ 80Cનો લાભ મળે છે. વર્ષના આરંભે કલમ 80Cના રોકાણનું સંપૂર્ણ આયોજન કરવું જોઇએ છે. કોલેજમાં મેનેજમેન્ટ કે આર્કિટેક્ટ જેવા અભ્યાસમાં હોય તો ટ્યુશન ફી લાખ રૂપિયા કરતાં પણ વધારે હોય છે. યાદ રાખજો ફક્ત ટ્યુશન ફી ઉપર જ કપાતનો લાભ મળે છે, ડોનેશન કે અન્ય કોઇ કેપિટેશન ફી ઉપર કલમ 80Cનો લાભ મળતો નથી. વ્યક્તિગત કેસમાં પરિવારના એક જ સભ્ય તરફથી બધી ચૂકવણી ન કરવી જોઇએ પતિ અને પત્ની બંનેના આવકને ધ્યાનમાં રાખીને રોકાણ અને ખર્ચનું આયોજન કરવું જોઇએ છે. તો બંને એકમોમાં કલમ 80Cનો લાભ લઇ શકાય છે. ટ્યુશન ફીના સંદર્ભમાં ફક્ત બે બાળકો ઉપર જ કપાતનો લાભ મળી શકશે બેથી વધુ બાળકો ઉપર ટ્યુશન ફીની કપાતનો લાભ નહીં મળે છે.


આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ રહેઠાંણના મકાન ઉપર બે લાખ રૂપિયાની મર્યાદામાં વ્યાજ ચૂકવો છો તો તે બાદ મળી શકે છે. વ્યાજ ચૂકવતાં હોવ તો મુદ્દલની પણ ચૂકવણી કરવામાં આવતી જ હોય છે તો કલમ 80Cના અંતર્ગત તે બાદ મળી શકશે. રહેઠાંણના મકાનની નવી ખરીદી હોય તો સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી કરી હોય તેના ઉપર પણ કલમ 80C હેઠળ કપાતનો લાભ મળી શકે છે. કલમ 80C હેઠળ મુદ્દલની ચૂકવણી ઉપર કપાતનો લાભ વ્યક્તિગત કિસ્સામાં જ મળી શકશે.