ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 24, 2017 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આ જ સપ્તાહે સીબીડીટી દ્વારા 2017ની મહત્ત્વની સૂચના નંબર 3 બહાર પાડવામાં આવી છે. કરદાતાના સંશયને દૂર કરતા સ્પષ્ટતા કરી છે જેને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર(SOP) તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વખત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સે તેમના આકારણી અધિકારીઓની સત્તાને સિમીત કરી છે. સૌપ્રથમ ઓનલાઇન ખુલાસાનું વેરિફિકેશન કરતાં સમયે કોઇપણ શખ્સ કે કરદાતાને આવકવેરા કાર્યાલયમાં બોલાવવામાં આવશે નહીં. બીજું આકારણી અધિકારીએ ટેલિફોનિક ઇન્કવાયરી દ્વારા પણ તપાસ કરવાની નથી.


SOPની ગાઇડલાઇન્સ મુજબ માહિતીની ચકાસણી કરીને બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવશે. એક મંજૂર અને બીજી નામંજૂર વિગતોની યાદી બનાવવામાં આવશે. નાના શહેરો હોય તો 5 લાખ અને મોટાં શહેરોમાં 10 લાખ રૂપિયાની મર્યાદાના નિર્ણય છે તે જોઇન્ટ કમિશનરની પરવાનગી સાથે કામગીરી થશે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં 25 લાખ રૂપિયા સુધીની મર્યાદાના નિર્ણય જોઇન્ટ કમિશનર લઇ શકશે. જો આ નિર્ધારિત મર્યાદાથી વધુની રકમના કેસ હશે તો પ્રિન્સિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવાશે.


કોઇ પૂરક માહિતી જોઇતી હોય તો તેને ઓનલાઇન જ મંગાવવાની આકારણી અધિકારીને સૂચના આપી છે. આ પ્રોસેસનો ઉદ્દેશ્ય માનવીય હસ્તક્ષેપ વગર કાર્યવાહી કરવાનો છે. કેટલાંક કિસ્સામાં જો કરદાતા નોટીસનો કોઇ રિસ્પોન્સ ન આપે તો આવકવેરા કાયદાની કલમ 133(6) હેઠળ ઇન્કવાયરી કરવાની પ્રોસિઝર અપનાવી શકે છે. જો કોઇ મોટી રકમના કિસ્સામાં કરદાતાં સ્પષ્ટતાં ન કરે કે જવાબ ન આપે તો સર્વે કરવા સુધીની જોગવાઇ કરવામાં આવી છે.


આ તપાસની કાર્યવાહી ઓનલાઇન વેરિફિકેશન વહેલામાં વહેલી તકે કરવાનો રહેશે. વધારાની પૂરક માહિતી લીધા બાદ પણ તપાસ કરવાની જરૂર હોય તો આકારણી અધિકારીએ તેને માહિતી પણ કરદાતાને આપવાની રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ચાલુ છે ત્યાં સુધીમાં આકારણી અધિકારી કરદાતાને માહિતી આપીને વધારાની ઇન્કવાયરીમાંથી બચવાનો માર્ગ પણ આપી શકે છે. શંકાસ્પદ સંજોગોને બાદ કરતાં અન્ય કોઇ 2.5 લાખ રૂપિયાના ડિપોઝીટ પર કોઇ તપાસ કરવામાં આવશે નહીં.


જો 70 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિએ 5 લાખ રૂપિયા સુધીની કેશ ડિપોઝિટ કરી હોય તો તેના અંગેની તપાસ પણ કરવામાં આવશે નહીં. તમારા ઇ-ફાઇલિંગના એકાઉન્ટમાં જે માહિતી દર્શાવવા અંગેનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તે માહિતી વહેલામાં વહેલી તકે જરૂર આપજો. અન્યથા આવકવેરા વિભાગ દ્વારા તમારી વિરુદ્ધ વધુ તપાસ અને સર્વે સુધીની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.


જેમ કે નિયમિત ધંધાકીય આવકમાં જો 9મી નવેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં જો કોઇ અમાન્ય ફેરફાર આવ્યો હોય તો પણ તપાસના રડારમાં આવી શકો છો.એક્ઝપ્ટ ઇન્કમ દર્શાવતાં હોય તો તે આવક તમારી ગત વર્ષની આવક સાથે સરખામણી કરી શકે છે તેનો ઉદ્દેશ્ય એ છે કે ગેરરીતિને અટકાવવાનો છે.


પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના કેસમાં એપ્રિલ 2017થી અમલી બને તેવા કાયદામાં ફેરફાર કર્યા છે. હાલ આવકવેરાના નિયમો અનુસાર જાહેર ધર્માદા ટ્રસ્ટને તેની આવકની કુલ રકમમાંથી દાનની કુલ રકમમાંથી 85 ટકા રકમ વાપરવાની રહે છે. જો આવા કોઇ ટ્રસ્ટ અન્ય કોઇ સંસ્થાને કોર્પસના ફાળા તરીકે આપે તો તેને આપનાર માટે ખર્ચ તરીકે ગણાય અને બીજા ટ્રસ્ટને કોર્પસમાં આપે તો તેના ઉપર કોઇ ટેક્સ નથી.


આવા કિસ્સમાં ગેરરીતિ એવી થાય છે કે કોઇ એક ટ્રસ્ટને 1 કરોડ રૂપિયાની રકમ દાનમાં મળેલી છે તેમાંથી 85 ટકા તેમણે વાપરી નથી. તો હવે આવી રકમ તે એમના જ કોઇ બીજા સંલગ્ન ટ્રસ્ટમાં કોર્પસ તરીકે આપે જે તેમને ખર્ચ તરીકે બાદ મળી શકે. તેથી હવે આ કેસમાં એવી સ્પષ્ટતાં કરવામાં આવી છે કે એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને કોર્પસ તરીકે રકમ આપે છે તો ચૂકવનાર ટ્રસ્ટને ખર્ચ તરીકે બાદ મળી શકશે નહી.


સ્થાવર મિલકતનું હસ્તાંતર જંત્રીની કિંમત કરતાં ઓછી કિંમતે કરવામાં આવે તો તેવા કિસ્સામાં ડિમ્ડ કેપિટલ ગેઇન ટેક્સની વસુલાત કરવામાં આવે છે. જો કંપની દ્વારા આવી કોઇ જમીન 15 વર્ષ પહેલા ધારણ કરી હોય તેની કિંમત 15 વર્ષ બાદ ઘણી વધી ચૂકી હોય છે.પરંતુ શેર્સના ટ્રાન્સફરના નિયમ અનુસાર વેલ્યુએશનમાં એસેટનું રિફ્લેકશન થતું નથી. જો જમીનની માર્કેટ વેલ્યુ ગણવામાં આવે તો ઘણી વધારે થાય અને તે શેર્સમાં રિફ્લેકટ થતાં નથી. કોઇપણ શેર્સનું હસ્તાંતર કરવામાં આવે તો કંપનીની અન્ડર એસેટને તેના બજાર મૂલ્યને ધ્યાનમાં લઇને કંપનીનું મૂલ્ય ગણવામાં આવશે. આ નવા નિયમ એપ્રિલ 2017થી લાગુ પડશે.

વ્યક્તિ કે એચયુએફને બક્ષિસ કેટલાંક અપવાદને બાદ કરતાં 50 હજારથી વધારાની રકમની મળે છે તો તે કરપાત્ર છે. અપવાદ જેવા કે વસિયત, વારસા કે સગાઓ તરફથી કે લગ્નપ્રસંગે મળતી રકમને 50 હજાર રૂપિયાથી વધુ મળતી રકમ કરમુક્ત રહે છે. એપ્રિલ 2017થી કોઇપણ વ્યક્તિ કે એચયુએફને એપ્રિલ 2017થી કોઇપણ વ્યક્તિ કે એચયુએફ ઉપરાંત અન્ય કરદાતાને મળતી બક્ષિસ પણ કરપાત્ર ગણાશે.


પગારદાર વર્ગ 20 ટકા સુધીનું રોકાણ આયોજન એનપીએસમાં કરી શકે છે. પગારદાર વર્ગ સિવાયના વ્યક્તિઓ જે સેલ્ફ એમ્પ્લોઇડ છે તેમને અત્યાર સુધી 10 ટકાનો લાભ એનપીએસ હેઠળ મળતો હતો. એપ્રિલ 2017થી પગારદાર વર્ગની જેમ સેલ્ફ એમ્પ્લોઇડને પણ 10 ટકાને બદલે 20 ટકા સુધીનો લાભ કલમ 80CCD હેઠળ મળી શકશે.


15 હજાર રૂપિયાથી વધારે ઇન્સ્યોરન્સ કમિશન મળતું હોય તો આવકવેરા કાયદાની કલમ 194D હેઠળ ટીડીએસની કપાત કરવામાં આવે છે. 194A હેઠળ 15G અને સિનિયર સિટીઝન માટેના 15H ફોર્મ રજૂ કરીને ટીડીએસની કપાત ન કરવાનું ડેક્લેરેશન આપી શકે છે. જો ઇન્સ્યોરન્સ કમિશનની આવક મેળવનારની કુલ ગ્રોસ રકમ કરપાત્ર ન હોય તો તેઓ પણ જૂન 2017થી 15G અને 15H ફોર્મ ભરીને ટીડીએસની કપાત ન કરવાનું ડેક્લેરેશન કરી શકે છે.