ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 10, 2017 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદામાં પહેલા દંડ અને વ્યાજ બન્ને વસુલવાની જોગવાઇ હતી. લગભગ 25 વર્ષ પહેલા આવકવેરા વિભાગ દ્વારા દંડનીય વ્યાજની જોગવાઇ દાખલ કરવામાં આવી છે. આ જોગવાઇ આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ કરવામાં આવી છે. આ કલમ કરદાતા નિયત છેલ્લી તારીખ સુધીમાં રિટર્ન ન ભરે તો આ જોગવાઇ અમલી બને છે. આવકવેરા રિટર્નના સમયે ક્યારેક સેલ્ફ અસેસમેન્ટ ટેક્સની ચૂકવણી પણ કરવાની થાય છે. હવે જો ટેક્સની ચૂકવણી મોડી કરાયતો પ્રતિ મહિના 1% પ્રમાણે વાર્ષિક 12% દંડનીય વ્યાજ ચૂકવવાનું થાય છે. સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ ન ભરવાનો થયો હોય, ટેક્સ રિફંડ લેવાનું હોયતો તેવા કેસમાં રિટર્ન મોડું ભરવામાં દંડનીય વ્યાજની જોગવાઇ અમલી બને છે.


234Aમાં જોયુ કે લેટ રિટર્ન ફાઇલિંગ પર દંડનીય વ્યાજ લાગુ પડે છે. પરંતુ એડવાન્સ ટેક્સ ભરતાં કરદાતા માટે અલગ જોગવાઇ કરાઇ છે. 90% રકમ એડવાન્સ ટેક્સ તરીકે ભરવી જરૂરી છે. જો કે 10%નું માર્જીન માન્ય રાખવામાં આવે છે. જો તમે એડવાન્સ ટેક્સ ભરવામાં ચૂક કરી છે તો નાણાંકીય વર્ષ પુરૂ થયા બાદ નવા નાણાંકીય વર્ષમાં જ્યા સુધી તમે ટેક્સ ન ચૂકવો ત્યા સુધી માસિક 1% વ્યાજ ચૂકવવાનું રહેશે. એડવાન્સ ટેક્સ ભરવામાં ડિફોલ્ટ થયા બદલ આવક વેરા કાયદાની કલમ 234B હેઠળ દંડનીય વ્યાજની જોગવાઇ કરવામાં આવી છે.


એડવાન્સ ટેક્સ ભરવાનાં ડિફોલ્ટ અને ડિફરમેન્ટ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. કંપનીના કેસમાં 4 હપ્તામાં એડવાન્સ ટેક્સ ભરવો પડે જ્યારે અન્ય કેસમાં ત્રણ હપ્તામાં એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી છે. વ્યક્તિગત, પેઢી કે HUFનાં કેસમાં ત્રણ હપ્તામાં અનુક્રમે 30,30 અને 40% અનુસાર ભરવાનો રહે છે. આ ત્રણ હપ્તામાં કોઇ એક હપ્તો ભરવાની જવાબદારી કરતા ઓછો ભરવામાં આવે તો તેને ડિફરમેન્ટ ગણવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 234Bમાં નાણાંકીય વર્ષનાં અંત પછી ભરવાનો હતો જ્યારે એડવાન્સ ટેક્સ ડિફરમેન્ટ કેસમાં ચાલુ નાણાંકીય વર્ષમાં જ દંડનીય વ્યાજ ચૂકવવાનું રહે છે. આવકવેરા કાયદાની કલમ 234C અનુસાર એડવાન્સ ટેક્સનો પ્રથમ હપ્તો ઓછો ચૂકવ્યો અને બીજા હપ્તામાં તેને ચૂકવો છો તો મહિનાનું વ્યાજ ચૂકવવાનું રહે છે. જો વધારાનો એડવાન્સ ટેક્સ ત્રીજા હપ્તામાં ચૂકવો છો તો મહિનાનું વ્યાજ ચૂકવવું પડે છે. આ કલમમાં એક અપવાદ પણ છે જેમા આકસ્મિક આવક કે લોટરી લાગી તેવા સંજોગોમાં જે મૂડીનફો થાય છે તેને જો તમે પછીના હપ્તામાં ચૂકવી આપો તો ડિફરમેન્ટનું વ્યાજ લાગશે નહીં છે.


જ્યારે તમને ઇન્ટિમેશન રિફંડ જણાવવામાં આવે ત્યારે તમને જે વ્યાજ ચૂકવ્યું છે તેને પણ પરત લેવાની જોગવાઇ છે. આવકવેરા કાયદાની કલમ 234D અનુસાર રિટર્ન ભર્યા બાદ જે એસેસમેન્ટ કરવામાં આવે તેમાં રિફંડ ચૂકવવાનું ન થાય તેવી સ્થિતીમાં ચૂકવવામાં આવેલું વ્યાજ પરત લેવામાં આવે છે.


તમારા રિફંડની જોગવાઇ આવકવેરા કાયદાની કલમ 244A હેઠલ કરાઇ છે. વર્ષોથી આ જોગવાઇ અંગે એક વિવદાસ્પદ સ્થિતી છે. જેમાં આવકવેરા વિભાગે આપવાના અને લેવાનાં માપદંડ અલગ રાખ્યા છે. જો તમે કર ચૂકવવામાં કસૂર કર્યો તો 12% વાર્ષિક વ્યાજ ચૂકવવું પડે છે. જ્યારે રિફંડ પર વાર્ષિક 6% વ્યાજ આપવામાં આવે છે. આ રિફંડ પરનું વ્યાજ નવા નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી જ્યા સુધી રિફંડ ન ચૂકવવામાં આવે ત્યાં સુધી આપવામાં આવે છે. રિફંડ ચૂકવવામાં આવે છે તે કુલ ભરવાપાત્ર આવકવેરા વિભાગ દ્વારા રિફંડ પ્રોસેસ કરવામાં સમય લાગે તેના ઉપર વ્યાજ ચુકવાસે પરંતુ જો કરદાતાએ સમયસર રિટર્ન ન ભર્યું હોય અને રિફંડ પ્રોસેસ કરવામાં મોડુ થાય તો તેના પર વ્યાજ નહી ચૂકવાય છે.


કેટલીક વિશેષ પરિસ્થિતી કે સંજોગોમાં કોઇપણ વ્યાજ એટલે કે આવકવેરા કાયદાની કલમ 234A,B કે C અન્વયે ભરવાપાત્ર વ્યાજ ઉપર માફી આપવાની સત્તા ચીફ કમિશનરને આપવામાં આવી છે. આવકવેરાનાં દરોડામાં ચોપડા જપ્ત કરવામાં આવ્યા હોય અને તેની નકલ મળવામાં મોડુ થયુ હોય તો જેથી તમને રિટર્ન ભરવામાં મોડુ થયુ છે. તો તેવા સંજોગોમાં ચીફ કમિશનરને રજૂઆત કર્યા બાદ તેમાં તમને માફી મળી શકે છે. કોઇ પાછલી તારીખથી કાયદાકીય સુધારો કરવામાં આવે અથવા તો અણધારી આવક થાય તો તેવા સંજોગોમાં ચીફ કમિશનરને રજૂઆત કરે તો તેવા સંજોગોમાં પણ તમને ઇમ્યુનિટી કે વ્યાજ માફી મળી શકે છે.