ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 14, 2017 પર 18:02  |  સ્ત્રોત : CNBC-Bajar

31મી જુલાઇ પગારદાર અને ટેક્સ ઓડિટની જોગવાઇ લાગુ નથી પડતી તેવા વ્યવસાયિકો અને ધંધાદારીઓ માટેની નિયત તારીખ છે. આવકવેરા કાયદાની જોગવાઇ મુજબ કલમ 139 અનુસાર આવકવેરા રિટર્ન ભરવામાં ન આવે તો તેવા કિસ્સામાં ધંધા-વ્યવસાયમાં થયેલા નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકશો નહીં. આ ઉપરાંત આવકવેરાના કાયદાની કેટલીક વિશિષ્ટ કપાતનો લાભ કલમ 80 અંતર્ગત મળે છે.


જેમાં વિકાસશીલ વિસ્તારમાં ધંધો શરૂ કરવા જેવા કેટલાંક નિર્ધારિત ઉદ્યોગ કે સર્વિસમાં અલગ અલગ કલમ અંતર્ગત કપાતનો લાભ મળે છે. પરંતુ આ પ્રકારની વિશિષ્ટ કપાતનો લાભ લેવા માટે પણ સમયસર રિટર્ન ભરવું જરૂરી છે. ઘસારાની રકમનો કપાત તરીકે લાભ મેળવો છો તેની જોગવાઇ કલમ 32 હેઠળ આપવામાં આવી છે. આ કલમના સંદર્ભમાં અસમાવિષ્ટ ઘસારો આગળ લેવા માટે કલમ 80નો બાધ રહેશે નહીં. રિફંડ લેવાનું હોય તો આકારણી વર્ષ 2017-18થી એક નવી જોગવાઇ અમલમાં આવી છે.


2016-17ના આકારણી વર્ષનું રિટર્ન 31 માર્ચ 2018 સુધી ભરી શકતાં હતા. નવી જોગવાઇ કલમ 139 અનુસાર 2017-18 આકારણી વર્ષનું રિટર્ન 31 માર્ચ 2018 સુધીમાં ભરવાનું રહેશે. જો જુલાઇ કે સપ્ટેમ્બર ચૂક્યા તો 31મી માર્ચ 2018 સુધીમાં તો રિટર્ન ભરવાનું જ રહેશે ત્યારબાદ આવકવેરા રિટર્ન ભરી શકતાં નથી. આવકવેરા રિટર્ન ભર્યા પછી ધ્યાનમાં આવ્યું કે કોઇ આવક દર્શાવવાનું કે કપાત લેવાનું ચૂકી ગયા છો તો રિવાઇઝ રિટર્ન હેઠળ દર્શાવી શકો છો.


અગાઉની આવકવેરા કાયદાની કલમ 139(1) હેઠળ નિયત તારીખે રિટર્ન ભર્યુ ન હોય તો તેવા રિટર્નને રિવાઇઝ રિટર્ન ભરી શકાશે નહીં. ચાલુ આકારણી વર્ષથી એક સુધારો આવ્યો છે કે સમયસર રિટર્ન ભરવામાં નહીં આવ્યું હોય તો પણ રિવાઇઝ રિટર્ન ભરી શકાશે. માર્ચ 2018 સુધીમાં અથવા તો આકારણી પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં રિવાઇઝ રિટર્ન ભરી શકો છો. સૌપ્રથમ આવકવેરા કાયદાની કલમ 234A ખ્યાલમાં રાખવાની છે.


રિટર્ન ભરતાં સમયે જો સેલ્ફ એસેસમેન્ટનો અનુસાર કર ચૂકવવાનો હોય છે. 31મી જુલાઇએ રિટર્ન ભર્યુ નથી પરંતુ તે રિટર્ન 1લી સપ્ટેમ્બરે રિટર્ન ભરો છો. તો આમાં મહિનાનો એક દિવસ પણ આખો મહિનો જ ગણાશે તેથી આવા કિસ્સામાં બે મહિનાના ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે. હવે જે ટેક્સની ચૂકવણી બાકી છે તો તેના ઉપર 12% લેખે દંડનીય વ્યાજ ભરવાનું રહેશે. જ્યારે ચેરિટેબલ ટ્રસ્ટને દંડનીય વ્યાજ તો આપવાનું રહે અને જેટલાં દિવસ મોડું થાય તેટલાં દિવસના પ્રત્યેક દિવસ દીઠ 100 રૂપિયાનો દંડ ભરવાનો રહે છે.


જો નાણાંકીય વર્ષના પૂર્ણ થયા પહેલાં જો રિટર્ન ન ભરાય તો તેના ઉપર આવકવેરા કાયદાની કલમ 271F હેઠળ રૂપિયા 5 હજારનો દંડ પણ ચૂકવવાનો રહેશે. સૌપ્રથમ આવકવેરા કાયદાની કલમ 234A ખ્યાલમાં રાખવાની છે. રિટર્ન ભરતાં સમયે જો સેલ્ફ એસેસમેન્ટનો અનુસાર કર ચૂકવવાનો હોય છે. 31મી જુલાઇએ રિટર્ન ભર્યુ નથી પરંતુ તે રિટર્ન 1લી સપ્ટેમ્બરે રિટર્ન ભરો છો. તો આમાં મહિનાનો એક દિવસ પણ આખો મહિનો જ ગણાશે તેથી આવા કિસ્સામાં બે મહિનાના ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે.


હવે જે ટેક્સની ચૂકવણી બાકી છે તો તેના ઉપર 12% લેખે દંડનીય વ્યાજ ભરવાનું રહેશે. જ્યારે ચેરિટેબલ ટ્રસ્ટને દંડનીય વ્યાજ તો આપવાનું રહે અને જેટલાં દિવસ મોડું થાય તેટલાં દિવસના પ્રત્યેક દિવસ દીઠ 100 રૂપિયાનો દંડ ભરવાનો રહે છે. જો નાણાંકીય વર્ષના પૂર્ણ થયા પહેલાં જો રિટર્ન ન ભરાય તો તેના ઉપર આવકવેરા કાયદાની કલમ 271F હેઠળ રૂપિયા 5 હજારનો દંડ પણ ચૂકવવાનો રહેશે.


હું રિટાયર્ડ ગર્વમેન્ટ સર્વન્ટ છું મારે રિવિઝન પે આવ્યું છે તો હવે કોઇ દાન કરીને હું 200% રિબેટ મળી શકે એવી કોઇ સ્કીમ છે. સેક્શન 35 હેઠળ વેઇટેજ ડિડ્ક્શનનો લાભ ધંધાકીય આવક હોય તો તેના સંદર્ભમાં મળી શકે છે.


તમે પગારદાર છો તેથી આપને વેઇટેડ ડિડ્કશનનો લાભ મળી શકતો નથી. વિશિષ્ટ દાનની જોગવાઇ જેવી કે સાયન્ટિફિક રિસર્ચમાં દાન કરવામાં આવે જે કલમ 80GGA હેઠળ કપાતનો લાભ મળી શકે છે. આવા કિસ્સામાં દાન આપવામાં આવે છે તો તેના ઉપર 100% કપાતનો લાભ મેળવી શકો છો.