ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 03, 2017 પર 17:53  |  સ્ત્રોત : CNBC-Bajar

56(2)ની જોગવાઇઓ માત્ર વ્યક્તિ અને HUFના કેસમાં લાગુ પડતી હતી. કંપની કે ભાગીદારી પેઢીને આ જોગવાઇ લાગુ પડતી નહોતી. તેથી 56(2)(10)ની પેટાકલમ દાખલ કરવામાં આવી છે . આ કલમમાં તમામ પ્રકારના કરદાતાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી સરકારનું ફોકસ રોકડ વ્યવહારના અંકુશ પર રહ્યું છે. ધંધા-વ્યવસાયના વ્યવહારમાં રોકડમાં લોન સ્વીકારી કે ચૂકવી છે તો તેના ઉપર 100% દંડની જોગવાઇ છે.


સ્થાવર મિલકતના વ્યવહારના સંદર્ભમાં 20 હજારથી વધુ રોકડ રકમ સ્વીકારો તો તેના ઉપર 100%નો દંડ થાય છે. 10 હજારથી ઓછી વસ્તી ધરાવતું ભારતનું કોઇપણ ગામ છે. આ જમીનથી નિયત અંતરમાં કોઇ મોટું શહેર આવેલું ન હોવું જોઇએ. આ અંતર 10 હજારથી વધુ અને 1 લાખથી ઓછી વસ્તી હોય તો 2 કિલોમિટર બહારના રેડિયસમાં ખેતીની જમીન હોવી જોઇએ.


જ્યારે 1 લાખથી વધુ અને 10 લાખથી ઓછી વસ્તી હોય તો 6 કિલોમીટર બહારના રેડિયસમાં ખેતીની જમીન હોવી જોઇએ. 10 લાખથી વધુ વસ્તી હોય તો 8 કિલોમીટર બહારના રેડિયસમાં ખેતીની જમીન હોવી જોઇએ. આ પ્રકારની ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન કેપિટલ એસેટ તરીકે નહીં ગણાય છે. અંતરની ગણતરી માટેના વિવાદ માટે એરિયલ મેઝરમેન્ટને માન્ય કરવામાં આવ્યું છે. સેક્શન 10(37) હેઠળ વિશેષ રાહતકારક જોગવાઇ છે.


શહેરી વિસ્તારમાં ફરજિયાત સંપાદન કરવામાં આવ્યું હોય છે. આ સંપાદન હેઠળ કરવામાં આવેલું હસ્તાંતરમાં મળતી રકમ મૂડીનફા તરીકે ગણાતી નથી. આવકવેરા કાયદાની કલમ 48 હેઠળ કરપાત્ર મૂડીનફાની ગણતરી કરવામાં આવે છે. આ જ કલમ હેઠળ ઇન્ડેક્સેશનની પણ ગણતરી કરવામાં આવે છે. મિલક્તના ટ્રાન્સફર માટેના ખર્ચ કરદાતાને બાદ મળે છે. જેમ કે વકીલની ફી, સ્ટેમ્પ ડ્યુટી કે દલાલી ચૂકવી હોય તો તે બાદ મળે છે. મિલકત ઉપર ભાડુઆતનો કબજો હોય છે. તો આવા કેસમાં કોર્ટમાં કે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરવામાં આવે છે.


આ પ્રકારના ખર્ચને પણ સંપૂર્ણપણે બાદ આપવાની જોગવાઇ છે. કલમ 54EC બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે. કોઇપણ મૂડીરૂપી મિલકતમાંથી ઉદ્દભવતો નફો 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરો તો તેના ઉપર મૂડીનફાની કરમુક્તિનો લાભ મળે છે. આ બોન્ડમાં REC, NHIE અને IRCTCનો સમાવેશ થાય છે. સ્થાવર મિલકતનું વેચાણ કરીને અન્ય સ્થાવર મિલક્તમાં રોકાણ કરવું છે. તો આવા કેસમાં સ્થાવર મિલકતમાં અમુક રોકાણ અને અમુક રોકાણ બોન્ડમાં શક્ય છે. આના માટે કલમ 54F હેઠળ આયોજન થઇ શકે છો.કલમ 54F લાભ વ્યક્તિ કે HUFને જ મળે છે.


કોમર્શિયલ પ્રોપર્ટીના ખરીદ વેચાણ ઉપર મૂડીનફાના આયોજનનો લાભ નથી. રહેઠાંણનું મકાનનું વેચાણ કરીને નવું રહેઠાંણનું મકાન ખરીદ્યુ હોય તો તે માન્ય ગણાશે. જેમાં નિયત સમયમર્યાદા નક્કી કરવામાં આવ્યું છે. જૂના ઘરના વેચાણ તારીખના 1 વર્ષ પહેલાંના સમયગાળામાં નવું મકાન ખરીદ્યું છે. અથવા તો વેચાણ તારીખના 2 વર્ષના પછીના સમયગાળામાં નવું રહેણાંક મકાન ખરીદ્યુ હોય તો મૂડીનફો બાદ મળી શકે છે. જો અંશતઃ રકમમાંથી ખરીદી થઇ છે તો બાકી બચેલી રકમ ઉપર આવકવેરો ભરવાનો થાય છે. મકાન ખરીદીના બદલે બાંઘકામ કરો છો તો તેમાં સમયમર્યાદા 3 વર્ષની રહેશે.


જે નવા મકાનમાં ખરીદી કે બાંધકામ કર્યું છે તો તે 3 વર્ષ સુધી ધારણ કરેલું હોવું જોઇએ. કલમ 54નો લાભ રહેઠાંણનું ઘર વેચીને નવા રહેઠાંણના ઘરની ખરીદી કે બાંધકામમાં ઉપયોગ કરો છો. ધારો કે ઘર સિવાયની સ્થાવર મિલકત કે વ્યવસાયિક મિલકતનું વેચાણ કર્યું છે. કલમ 54Fમાં આવી મિલક્તનું ચોખ્ખું અવેજ મળે છે તે જ બાદ મળી શકે છે.


આનો હેતુ મકાનમાં રોકાણ કરવા માટે પ્રેરણા આપવાનો છે. 54Fનો લાભ એકથી બે મકાન સુધી મળી શકશે. તેમજ 2 વર્ષના સમયગાળામાં ખરીદી કે 3 વર્ષમાં બાંધકામ કરવામાં આવે તો તે સંજોગોમાં કરમુક્તિનો લાભ થઈ શકશે નહિં. કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ સ્કીમ સરકારે જાહેર કરી હતી. રિટર્ન ભરવાની તારીખ સુધીમાં મૂડીનફામાંથી મકાન ખરીદી કરી શકતાં નથી.


તો તે રકમ કેપિટલ ગેઇન્સ એકાઉન્ટમાં મૂકી શકો છો. કેપિટલ ગેઇન્સ એકાઉન્ટમાં રકમ મૂક્યા બાદ કરમુક્તિનો લાભ મળે છે. પરંતુ તેમાં બે વર્ષના નિયત સમયગાળામાં જો નવા મકાનની ખરીદી કે 3 વર્ષમાં બાંધકામ નથી કરતાં તો તેના ઉપર નિયત કરવેરો ભરવાનો રહેશે.