ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 06, 2018 પર 17:48  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્રેચ્યુઇટીનું નોટિફિકેશન બહાર પડી ચૂક્યું છે તો તેની વિગત આપશો. ખાનગીક્ષેત્રના પગારદાર વર્ગનો ગ્રેચ્યુઇટીના મુદ્દે રાહત મળી છે. આવકવેરા કાયદાની કલમ 10(10) હેઠળ ગ્રેચ્યુઇટીના સંદર્ભમાં કરમુક્તિનો લાભ મળે છે. ખાનગીક્ષેત્રના કર્મચારી માટે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ આવે છે. આ એક્ટમાં બદલાવનું બિલ સંસદમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું.


છેલ્લે આ બિલ સંસદ સત્રમાં મંજૂર થયો અને 29 માર્ચ 2018એ નોટિફિકેશન બહાર પડી ચૂક્યું છે. આ તારીખથી નિવૃત્ત થતાં તમામ ગ્રેચ્યુઇટી મળવાપાત્ર છે તેમને રૂપિયા 20 લાખ સુધીની રકમ કરમુક્ત રહેશે. પરંતુ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટમાં સમયગાળાની ગણતરી પણ મહત્ત્વની છે. કેટલાં વર્ષની સર્વિસ પૂર્ણ કર્યા બાદ તેને ધ્યાનમાં લેવાના છે.


જેમાં 6 મહિનાથી વધુના સમયને આખું વર્ષ ગણવાનું છે. 15 દિવસનો પગાર આખા મહિનાના પગારના રેશિયોમાં ગણવાનો રહેશે. આ રેશિયો 26 વર્કિંગ દિવસના આધારે ગણવામાં આવે છે. આ ગણતરીમાં તમારો છેલ્લાં વર્ષનો પગાર ગણવામાં આવશે. ગ્રેચ્યુઇટીમાં બેઝિક અને મોંઘવારી ભથ્થા સિવાયના ભથ્થાઓનો સમાવેશ થતો નથી.


પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી સિવાયના કર્મચારીને છેલ્લાં 10 મહિનાનો બેઝિક પગાર છે. અને કામગીરીના વર્ષોના ગુણાકાર કરવામાં આવે છે. તેમાં રૂપિયા 20 લાખ સુધીની મહત્તમ મર્યાદામાં જે ગ્રેચ્યુઇટી મળી છે તે કરમુક્ત છે.


નિવૃત્તિ સમયે બીજા કયા કરમુક્ત લાભ મેળવી શકો છો. 5 વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ જે પીએફ મળે છે તે નિવૃત્તિ સમયે કરમુક્ત છે. લીવ એન્કેશમેન્ટના ભાગરૂપે હક રજાના રૂપાંતર કરી આપવામાં આવે છે. લીવ એન્કેશમેન્ટના રૂપિયા 3 લાખની મર્યાદામાં કરમુક્ત રહેશે.


સવાલ-
આ વર્ષે કોર્ટે સમાધાન કરીને એરિયર્સની રકમ સંસ્થાએ ચૂકવી છે, તો તેનું કરવેરા આયોજન કેવી રીતે કરવાનું રહેશે?


જવાબ-
આવકવેરા કાયદાની કલમ 89(1) અંતર્ગત એરિયર્સમાં રાહત આપવાની જોગવાઇ છે. 21(AA) હેઠળ એરિયર્સ ચાલુ વર્ષમાં ઉમેરો તો કેટલો ટેક્સ થાય છે. અને 5 વર્ષના સમયગાળામાં તેમાં સ્પ્રેડ કર્યા બાદ જે રકમ થાય તેના ઉપરની કરપાત્રતા છે. આ બંનેના તફાવતની રકમ ઉપર કલમ 89(1) હેઠળ રાહત માંગવાની રહેશે. આ વિગતો 89(1) અંતર્ગત તમારા માલિક સમક્ષ રજૂ કરવાની રહેશે.


સવાલ-
હું સરકારી કર્મચારી છું, અમારા 10%ના બેઝિક અને DAની રકમ પેન્શન તરીકે રોકાણ થાય છે તો અમે અલગથી NPSનો લાભ મળે કે કેમ?


જવાબ-
કલમ 80C અને કલમ 80CCD હેઠળનું કોમ્બિનેશન કરી શકો છો. કલમ 80CCD હેઠળ રૂપિયા 50 હજાર અલગથી બાદ મેળવી શકો છો. જે રોકાણ સરકારે કર્યુ છે તેના ઉપર કોઇ ટેક્સ નથી. પરંતુ ઉપાડ કરતાં સમયે 40%ની રકમ કરમુક્ત છે અન્ય 60% ઉપર કરવેરો ભરવાનો રહેશે.


સવાલ-
સ્ટાન્ડર્ડ ડિડ્કશન પૂરેપુરું પગારદાર વર્ગને ગણવાનું રહેશે?


જવાબ-
સ્ટાન્ડર્ડ ડિડ્કશન પરત આવ્યુ છે તે કોઇપણ શરતો વગર આવ્યું છે. નિયત પગાર ધોરણને ધ્યાનમાં રાખ્યા વગર સ્ટાન્ડર્ડ ડિડ્કશનનો લાભ મળશે. પેન્શનરોને મળતું પેન્શન પણ પગાર ગણાય છે તો તેના ઉપર પણ સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળશે.


સવાલ-
મારા ભાઇની પાસે USમાં કોઇ મિલકત નથી પરંતુ તેઓ Oct 13 થી તે ભારતમાં રહે છે તો મારે 2017-18ના આવકવેરા રિટર્નનું સ્ટેટ્સ શું રહેશે?


જવાબ-
નાણાંકીય વર્ષ દરમિયાન 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા છો તો તમે રહીશ ગણાવ છે. તમે રહીશ હોવ એટલે તમારે ભારતની આવક ઉપર રિટર્ન ભરવાનું રહેશે. તમારા ભાઇ USના નાગરિક હોય તો તેમને એ આવક પણ ભારતમાં દર્શાવવી પડશે. USના નાગરિક છે પરંતુ તે ઇન્ડિયન ઓરિજીન અને રહીશ છે તો તે રોકાણ કરી શકે છે. જે USના નાગરિક છે પરંતુ તે ભારતમાં રહીશ છે તેથી તમે અહીં રોકાણ કરી શકો છો.


સવાલ-
મારી પુત્રીના લગ્ન થઇ ગયા છે અને તેમની દિકરી માટે હું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા ઇચ્છું છું તો એ કરી શકાય?


જવાબ-
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માતા-પિતા કે ગાર્ડિયન રોકાણ કરી શકે છે. આપના કિસ્સામાં રોકાણ દિકરી કે જમાઇને કરવું પડશે. આપ જે રકમનું રોકાણ કરવા માંગે છો તે આપના દિકરી કે જમાઇને ગિફ્ટ તરીકે આપી શકો છો. તેમના થકી જે રોકાણ થશે તે કર કપાત માટે પણ માન્ય રહેશે.


સવાલ-
અમે મિત્રો ભેગા મળીને ટ્રસ્ટનું આયોજન કરી રહ્યા છીએ તો તેમાં એજ્યુકેશન અને સામજીક ઉદ્દેશ્ય છે તો તેના માટે શું કાર્યવાહી કરવાની રહેશે?


જવાબ-
ચેરિટેબલ ટ્રસ્ટ કે NGO માટેનું ટ્રસ્ટ ડીડ બનાવવું પડશે. ત્યારબાદ આ ટ્રસ્ટની નોંઘણી કરાવવાની રહેશે. આવકવેરા કાયદાના લાભ લેવા માંગતા હોવ તો કલમ 12A હેઠળ ફોર્મ 10A ભરવાનું રહેશે. આ ફોર્મમાં તમામ વિગતો લખીને આવકવેરા કમિશનરને સોંપવાનું રહેશે. ત્યારબાદ તેમાં 80G હેઠળની માન્યતાનું પણ આવકવેરા ખાતાની માન્યતા મેળવ્યા બાદ મળી શકશે. ટ્રસ્ટની આવક કાયદા હેઠળ કરમુક્ત રહે અને દાતાઓને પણ ટ્રસ્ટને દાન આપવા માટે કપાતનો લાભ મળી શકે છે.