ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

પીપીએફમાં વાર્ષિક રૂપિયા 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
ના રોજ પ્રકાશિત Fri, 27, 2018 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણો અંગેના કેટલાંક સામાન્ય પ્રશ્નોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પીપીએફમાં મહત્તમ રોકાણ કેટલું કરી શકાય અને કેટલાં હપ્તામાં કરી શકાય છે. પીપીએફમાં વાર્ષિક રૂપિયા 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. પીપીએફમાં 7.6%ના દરે વ્યાજ મળે છે. પીપીએફમાં મહિનાની 5મી તારીખ પહેલાં રોકાણ કરશો તો આખા મહિનાનું વ્યાજ મળશે. પીપીએફમાં એક વખતના બદલે તમે એક વર્ષમાં મહત્તમ 12 હપ્તામાં રોકાણ કરી શકો છો.


એચયૂએફ અને એનઆરઆઈના સંદર્ભમાં પીપીએફના રોકાણની પુનઃ સ્પષ્ટતાં કરશો. એનઆરઆઈ બન્યા પૂર્વે પીપીએફમાં રોકાણ કર્યું હોય તો તે 15 વર્ષ સુધી ચાલુ રાખી શકો છો. જો રિન્યુઅલ હોય તો પાંચ વર્ષના નવા રિન્યુઅલ સુધી ચાલુ રાખી શકો છો. HUFમાં પણ નિયમમાં બદલાવ પહેલાં જે રોકાણ કર્યું છે તે પણ પાકતી મુદ્દત સુધી ચાલુ રાખી શકાશે. પરંતુ HUFએ તેના કોઇ સભ્યના નામે રોકાણ કરીને કલમ 80C હેઠળની કપાતનો લાભ લઇ શકો છો.


દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPFમાં બંનેમાં રોકાણ કરી શકાય અને તેના શું લાભ મળે છે. આ બંને યોજનામાં રોકાણ કરી શકો છો. પતિ-પત્ની બંનેને કરપાત્ર આવક છે અને તેમને એક દિકરો અને દીકરી સંતાન છે. તો બેમાંથી એક દિકરાના PPFમાં રોકાણ કરે છે. અને અન્ય દીકરી માટે સુકન્ય સમૃદ્ધિ યોજનામાં બંને અથવા તો કોઇ એક વ્યક્તિ રોકાણ કરી શકે છે.


સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.1%ના દરે વ્યાજ મળે છે તો એ PPF કરતાં પણ આકર્ષક છે. પીપીએફનું ખાતું ખોલ્યા બાદ પ્રથમ તબક્કે 15 વર્ષ સુધીનું રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ દર 5 વર્ષના રિન્યુઅલ સાથે વર્ષો વર્ષ રોકાણ કરી શકાય છે.


સવાલ-
મારી પાસે પીપીએફ એકાઉન્ટ છે મારા સંબંધી OCI હોલ્ડર છે તો એમને હું નોમિનેટ કરી શકું?


જવાબ-
નોમિનેશન કરવાના હેતુસર NRI હોય તોપણ કરી શકાય છે. આપના કેસમાં તો OCI છે તેથી બેન્કમાં આપ નોમિનેશન કરી શકશો. નોમિનેશન કર્યા બાદ તેમાં બદલાવ કરવું હોય તો પણ શક્ય છે. નોમિનેશન સગીર વયની વ્યક્તિને પણ કરી શકો છો પરંતુ તેમાં તેના વાલી કે માતા-પિતાની વિગતો આપવાની રહેશે. આપની મિલકત આપ કોઇપણ વ્યક્તિને, બિનરહીશ હોય તો પણ તેને પણ વીલમાં વારસદાર બનાવી શકો છો.


સવાલ-
મને ગ્રેચ્યુઇટીનું પેમેન્ટ રૂપિયા 20 લાખ મળ્યું છે મને જ્યારે ગ્રેચ્યુઇટી મળી છે ત્યારે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂપિયા 10 લાખ હતી. તો મને નવા નોટિફિકેશન અંતર્ગત લાભ મળશે?


જવાબ-
સંસદમાં કાયદો પસાર થયો ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો અમલમાં આવ્યો છે. 29મી માર્ચ 2018 અમલની તારીખ છે. સરકારી કર્મચારી માટે આ સુધારો 1 વર્ષ પહેલાં અમલી બની ચૂક્યો હતો. પરંતુ ખાનગીક્ષેત્રના કર્મચારી માટે 29મી માર્ચ પહેલાં રિટાયર્ડ થયેલાં વ્યક્તિ માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂપિયા 10 લાખ જ રહેશે. 29 માર્ચ 2018 પછી ગ્રેચ્યુઇટી મળી હોય તો જ નવા સુધારાનો લાભ મળી શકશે.


સવાલ-
મારો દિકરો અમેરિકા અને મારી દીકરી લંડનમાં છે તો હું મારા સંતાનોને ગિફ્ટ મોકલું તો તેના પર કરવેરાની જોગવાઇ શું રહેશે


જવાબ-
આપ તેમને ડૉલર કે પાઉન્ડમાં બક્ષિસ મોકલી શકો છો. કોઇપણ ભારતીય રહીશ હોય તેવી વ્યક્તિ વિદેશમાં રોકાણ કે બક્ષિસના હેતુસર 2.5 લાખ ડૉલરને સમકક્ષ રકમ મોકલી શકાશે. આ રકમ નાણાંકીય વર્ષમાં એક જ વખત આ મર્યાદામાં રકમ ગિફ્ટ તરીકે આપી શકો છો. આ મર્યાદામાં આપના દ્વારા અન્ય કોઇ ફોરેન એક્ચેન્જ કરવામાં આવ્યા હોય તો તેને પણ ગણવામાં આવશે. અમેરિકા અને લંડનના નિયમો અનુસાર તેમને કેપિટલ રિસિટ તરીકે મળે છે તેમાં તેમને પણ કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહીં.


સવાલ-
મારા પત્નીને આવક 2010-11ના વર્ષમાં ટેક્સેબલ નહોતી અને તેના પર TDS કપાયો હતો અને અમે રિટર્ન ભર્યુ નહોતું તો હવે નોટિસ આવી છે તો શું કરવાનું રહેશે?


જવાબ-
જો નિયત સમયમર્યાદામાં જો રિટર્ન ભર્યુ હોય તો TDSનું રિફંડ મેળવી શક્યા હોત. આપના પત્નીની કોઇ કરપાત્ર આવક નહોતી તેથી તેમાં કોઇ ચિંતા કરવાની જરૂર નથી. ગત નાણાંકીય વર્ષ બાદ જે-તે કરદાતાએ પહેલાં કોઇ રિટર્ન ભર્યા હોય છે. તેમજ પાછલાં વર્ષોમાં TDS થયું હોય તેમને રિટર્ન ભરવા માટે નોટિસ મોકલી છે. જે કમ્પ્લાયન્સ પેજ છે તેમાં રિટર્ન ન ભરવાની વિગત આપવાની રહેશે. જેમાં જે-તે કરદાતાનું મૃત્યુ થયું છે કે હવે કરપાત્ર આવક રહી નથી તેની વિગતો આપવાની રહેશે


સવાલ-
મારો પુત્ર ઓસ્ટ્રેલિયામાં PIO છે તેણે જે રકમ મોકલી છે તેમાંથી હું ભારતમાં પ્રોપર્ટી ખરીદું અને ત્યારબાદ ફરી હું પુત્રના નામે મિલક્ત આપી શકું?


જવાબ-
તમારી વસિયતમાં આપના પુત્રના નામે મિલકત કરી શકો છો. તમારી હયાતીમાં મિલકત આપવી હોય તો તે ગિફ્ટ તરીકે આપી શકો છો. જેમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે તેના અંગે વકીલની સલાહ લેવાની રહેશે. PIO કે NRI હોય તો ખેતીની જમીન સિવાય કોઇપણ મિલકત ખરીદી શકે છે.


સવાલ-
મારા ગ્રાહકે ઓનલાઇન ELSSમાં 29મી માર્ચે રોકાણ કર્યું છે અને રકમ 31મી માર્ચે રકમ જમા થઇ ગઇ છે તો એ રોકાણ કયા વર્ષમાં ગણાશે?


જવાબ-
આપનું રોકાણ 31મી માર્ચનું જ ગણાશે. આપના ELSSના યુનિટ ભલે આપની 2જી એપ્રિલે મળ્યા હોય પરંતુ આપનું ટ્રાન્ઝેક્શન નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં પહેલાં પૂર્ણ થયું છે.


સવાલ-
મારે મ્યુચ્યુઅલ ફંડના ડિવિડન્ડની આવક 2.5 લાખ રૂપિયા છે અને ઇક્વિટી રોકાણના ડિવિડન્ડ આવક છે તો મારે 10%નો ટેક્સ ચૂકવવાનો રહેશે?


જવાબ-
જે ટેક્સ ચૂકવવાનો છે તે આપે નથી ચૂકવવાનો તે ટેક્સ ફંડ કંપનીને ચૂકવવાનો રહેશે. ડિવિડન્ડની આવકમાં મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ કાપીને જ આપે છે. શેર્સ માટેના ડિવિડન્ડમાં પણ કંપની ડીડીટી કાપીને જ આપે છે. તમારે વર્ષ દરમિયાન ફક્ત શેર્સનું મળવાપાત્ર ડિવિડન્ડ રૂપિયા 10 લાખથી વધુ હોય તો જ 10% ટેક્સ ભરવાનો રહેશે.