ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 22, 2018 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

રિટર્ન ભરવાનું જ્યારે ફરજિયાત છે ત્યારે 31મી જુલાઇ સુધીમાં રિટર્ન નહીં ભરો તો ફિ આપવાની રહેશે. ચાલુ આકારણી વર્ષથી રિટર્ન ભરવાની જોગવાઇમાં ફેરફાર આવ્યો છે. આવકવેરા કાયદાની કલમ 234F અનુસાર જો કલમ 139 હેઠળ રિટર્ન ભરવા જવાબદાર હોય તો પણ રિટર્ન ન ભરો તો રૂપિયા 5 હજારની ફી ભરવાની રહેશે. આ રૂપિયા 5 હજારની ફી રિટર્ન ભરવાની સાથે ભરવાની રહેશે અને ફી વગર રિટર્ન પણ ભરી શકાશે નહીં.


આમાં જો ટેક્સ ભરવાનો નહીં થતો હોય તો પણ મોડું રિટર્ન ભરવા માટે 5Kની ફી ભરવાની રહેશે. જો રૂપિયા 5 લાખ કરતાં ઓછી આવક હશે તો રૂપિયા 1 હજારની ફી ભરવાની રહેશે. આ ઉપરાંત 31-12 બાદ જો રિટર્ન ભરવામાં આવશે તો 5 હજારના બદલે રૂપિયા 10 હજારની ફી ચૂકવવી પડશે. શેર્સનું વેચાણ હોય, ધંધાકીય નુકસાન હોય કે મૂડીરૂપી નુકસાન હોય તેને સેટઓફ કરવા માટે આગળના વર્ષોમાં કેરી ફોરવર્ડ કરવામાં મુશ્કેલી રહેશે.


સેક્શન 139 અનુસાર નિયત તારીખ ચૂકી જવામાં આવે તો તે નુકસાને કેરી ફોરવર્ડ સેટઓફ માટે ધ્યાને લઇ શકશે નહીં. આગામી નાણાંકીય વર્ષથી શેરબજારના લોસને પણ કેરી ફોરવર્ડ કરવા માટે સમયસર રિટર્ન ભરવું ફરજિયાત રહેશે. કરદાતાને ભારતમાં કરપાત્ર આવક ન હોય તેથી રિટર્ન ભરવાનું ટાળી દેતા હતા. પરંતુ આ જ કરદાતાની વિદેશી આવક હોય છે જે ભારતમાં નોંઘાતી જ નહોતી. હવેથી આવકવેરા રિટર્નમાં શિડ્યુલ્ડ FA મુજબ વિદેશની આવક કે સંપત્તિ દર્શાવવી ફરજિયાત છે.


આ ઉપરાંત ભારતમાં જો કોઇ આવક હોય જ નહીં તેમછતાં વિદેશની આવક અને સંપત્તિ હોય તો તેની વિગત આપવાની રહેશે. શિડ્યુલ એલ ભરવાની જવાબદારી 50 લાખ રૂપિયાથી વધુની આવક હોય તેવા કરદાતાને અમલી છે. પરિણામે નાના કરદાતાઓને આ શિડ્યુલ એલની વધારે ચિંતા કરવાની જરૂર નથી. એક જ પાનાનું રિટર્ન જેને સહજ તરીકે ઓળખવામાં આવે છે. પગારની આવક રૂપિયા 50 લાખથી ઓછી હોય, કેપિટલ ગેઇન ન હોય અને ધંધાકીય આવક ન હોય તે ITR-1 ભરી શકશે.


NRI ITR-1 ભરી શકતાં નથી. કેપિટલ ગેઇન ટેક્સ, HUF હોવ તો ITR-2 ભરવાનું આવશે. પ્રોપરાઇટર, ભાગીદારીની આવક દર્શાવવાની હોય તો તેના માટે ITR-3 ભરવાનું રહેશે. અંદાજીત આવક દર્શાવતાં હોય તેના માટે ITR-4 ભરવાનું રહેશે જેને આપણે સુગમ તરીકે પણ ઓળખીએ છીએ. પાર્ટનરશિપ ફર્મ, AOP અને ટ્રસ્ટ માટે ITR-5 ભરવાનું રહેશે. કંપનીઓ માટે ITR-6 ભરવાનું રહેશે. ITR-7 ચેરિટેબલ ટ્રસ્ટને ભરવાનું રહેશે.


સવાલ-


મારું બે વર્ષ પહેલાં લીધેલા મકાનનું વેચાણ કરું છું તેમાં ખરીદનાર જંત્રીથી નીચેની કિંમતે ખરીદવાનું કહે છે તો કરવેરા આયોજન કેવી રીતે થશે?


જવાબ-


રૂપિયા 1.5 લાખ કલમ 80Cમાં રોકાણ કરીને લાભ લઇ શકો છો ઉપરાંત NPSમાં રૂપિયા 50 હજારનું રોકાણ કરીને કપાત લાભ લઇ શકો છો. અર્થાત કુલ રૂપિયા 2 લાખ સુધીની કપાતનો લાભ મેળવી શકો છો. મિલકત જંત્રીની કિંમત કરતાં નીચી હશે તો જંત્રી કિંમતને વેચાણ કિંમત ગણીને તમારે ટેક્સ ભરવાનો રહેશે. 2001ના ઇન્ડેક્સેશન કર્યા બાદ આપના હાલની કિંમત પ્રમાણે ધારણ મૂલ્ય વધી જશે. ત્યારબાદ જે મૂડીનફો થયો છે તેના ઉપર 20.8%ના દરે LTCG ચૂકવવાનો રહેશે.


સવાલ-


GST અંતર્ગત મારે રજિસ્ટ્રેશન કરાવવા માટે શું કરવાનું રહેશે.


જવાબ-


GST અંતર્ગત જો આપ વાર્ષિક રૂપિયા 20 લાખથી વધુ રેવન્યુ હોય તો તેના ઉપર ટેક્સ ભરવાનો રહેશે.


સવાલ-


મારી પાસે બે મકાન છે એક મકાનમાં હું રહું છું અને બીજા મકાન ઉપર માટે નોશનલ રેન્ટ ભરવાનું રહે છે તો તે અંગે વિગતો આપશો.


જવાબ-


મકાન-મિલક્તની જોગવાઇ અનુસાર કરદાતાની સ્વમાલિકીના એક મકાનનું ધારણ મૂલ્ય શૂન્ય ગણાશે. જ્યારે બીજું મકાન ભાડે આપ્યું હોય તો તેનું શું મૂલ્ય આવે તેના ઉપર નોશનલ રેન્ટ ભરવાનું રહે છે. આ નોશનલ રેન્ટની સામે હાઉસિંગ લોનના વ્યાજની કપાત બાદ મળશે. નોશનલ ભાડાની રકમ ઉપર 30%નું સ્ટાન્ડર્ડ ડિડ્કશન પણ મળશે.


સવાલ-


31-1-2018ના દિવસે એક્સચેન્જ પર શેર્સનો ક્લોઝિંગ ભાવ કેવી રીતે ગણવામાં આવે છે.


જવાબ-


આવકવેરા કાયદાની કલમ 55 હેઠળ 31-1ના રોજ સ્ટોક એક્સચેન્જ પર ઉંચો ભાવ હોય તે ધ્યાને લેવાનો રહેશે. પરિણામે આપને બેમાંથી જે એક્સચેન્જનો ભાવ ઉંચો હોય તેને પસંદ કરવાનો રહેશે.સવાલ-


મેં ફ્લેટનું બુકિંગ 2014માં કરાવેલું આ ફ્લેટ ઉપર હોમલોન પણ લીધી છે તો આ ફ્લેટના વેચાણ કરી શકાય.


જવાબ-


2 વર્ષથી વધુ સમય થઇ ગયો છે તેથી લાંબાગાળા મૂડીનફો અને ઇન્ડેક્સેશન બંનેનો લાભ મળશે. કલમ 80C હેઠળ મુદ્દલની ચૂકવણી કરી છે તે મકાન 5 વર્ષ પહેલા વેચવામાં આવે છે તો તેના ઉપર મુદ્દલની ચૂકવણી થકી જે કપાતનો લાભ લીધો છે તે પરત ચૂકવવાનો રહેશે.


સવાલ-


PF અને PPFના વ્યાજની આવક રિટર્નમાં દર્શાવવાની રહેશે.


જવાબ-


ITRમાં તમારી કરમુક્ત આવક પણ દર્શાવવો તે જરૂરી છે. આ આવકનો લાભ લેતાં હોવ તો તેના અંગેની વિગતો રિટર્નમાં ન દર્શાવો તો જે-તે સમયે આવકના સ્ત્રોતનો પ્રશ્ન થાય છે. રિટર્નમાં એક્ઝમ્પ્ટ ઇન્કમના શિડ્યુલમાં આ પ્રકારના વ્યાજની આવક દર્શાવો તે જરૂરી છે. ડિવિડન્ડ જેવી કરમુક્ત આવક પણ અહીંયા દર્શાવો તે સારું રહેશે