ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 03, 2018 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સવાલ-


મારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હતો જે કેપિટલ ગેઇન એકાઉન્ટમાં મૂક્યા હતા પરંતુ નિયત સમય સુધીમાં ઉપયોગ નથી થયો તો શું કરવેરાની જોગવાઇ રહેશે?


જવાબ-


સ્થાવર મિલકતના વેચાણ ઉપર મળતાં કેપિટલ ગેઇનને કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં કરી શકો છો. ઘરની ખરીદી માટે બે વર્ષ અને ઘરના બાંધકામ માટે 3 વર્ષનો સમયગાળો મળે છે. ઉપરોક્ત નિયત સમયમાં આ રોકાણ કરાય નહિં તો, ત્યાર પછી ઉપાડ માટે આવકવેરા અધિકારી પાસેથી NOC લેવું પડે છે. જે વર્ષમાં આ પ્રકારની રકમનો ઉપાડ કર્યો છે તો તે ઉપાડ પર કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહેશે. આમાં જો કે પાછળના વર્ષોના ટેક્સની વસુલાત નહીં પરંતુ જે રકમ નિયત સમયમાં છે. ઉપયોગમાં લેવામાં નથી આવી તેના ઉપર જ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહેશે.


સવાલ-


શેરબજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શનની આવક કેવી રીતે દર્શાવવાની રહે છે?


જવાબ-


ફ્યુચર એન્ડ ઓપ્શનનું આવક કે નુકસાન ધંધાકીય આવકના શિર્ષક હેઠળ દર્શાવવાનું રહે છે. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં થયેલુ નુકસાન ધંધાકીય નુકસાન તરીકે ધંધાકીય આવક સામે સેટઓફ કરી શકો છો. આ પ્રકારનું નુકસાન પગારની આવક સામે સેટ ઓફ કરી શકાશે નહીં. ફ્યૂચર એન્ડ ઓપ્શનનું નુકસાન જો તે જ વર્ષમાં ન થાય, તો તે 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકાય છે.


સવાલ-


પગારદાર વર્ગ માટે બેન્કના FDના વ્યાજને રિટર્નમાં કયા દર્શાવવાનું રહેશે?


જવાબ-


ફોર્મ 26AS હેઠળ પગારની આવકમાંથી કે અન્ય કોઇ આવક ઉપર TDS કપાયો છે તેની સંપૂર્ણ વિગતો જોઇ શકો છો. આવકવેરા રિટર્ન ભરતાં સમયે ફોર્મ 26AS ખાસ ચેક કરી લેવું જોઇએ ત્યારબાદ જ રિટર્ન ભરવું જોઇએ.


સવાલ-


મારા મિત્ર પાસે બ્રિટિશ પાસપોર્ટ છે પરંતુ તેમની પત્ની પાસે ભારતીય પાસપોર્ટ છે તો તેમના ભારતમાં પત્નીએ રિટર્ન ભરવાનું રહેશે?


જવાબ-


તમારા પાસપોર્ટના આધારે આવકવેરા રિટર્ન ભરવાના આધારે નક્કી થતી નથી. આપના મિત્ર અને તેમના પત્ની ભારતમાં બિનરહીશ છે. તેથી બિનરહીશ ભારતીયોની માત્ર ભારતમાં થયેલી આવક જ ભારતમાં દર્શાવવાની રહેશે. ભારત બહાર 6 મહિનાથી વધુ સમય રહ્યા હોય તો તેવા રહીશ આવકવેરા કાયદા મુજબ બિનરહીશ ગણાશે.


સવાલ-


મારી ખેતીની જમીનમાંથી જીએસપીસી દ્વારા ગેસ પાઇપ લાઇન નાખવા માટેનું વળતર મળ્યું છે તે ખેતીની આવક ગણાય કે અન્ય આવક?


જવાબ-


ઉભા પાક અને ઝાડ-પાન માટે જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે ખેતીની આવક તરીકે જ ગણાશે. આવકવેરા કાયદા અનુસાર જાહેર હેતુ માટે જમીન સંપાદન કર્યું હોય તેના અંગેનું વળતર કરમુક્ત ગણવાની જોગવાઇ છે. જમીન સંપાદન અંતર્ગત જે વળતર મળ્યું છે તે આપને કરમુક્ત રહેશે.


સવાલ-


હાઉસિંગ લોનમાં સંયુક્ત નામે લોન લીધી હોય તો તેમાં કપાત કેવી રીતે લેવાની રહેશે?


જવાબ-


હાઉસિંગ લોન સંયુક્ત નામે લીધી છે પરંતુ તેમાં ચૂકવણીના હિસ્સાને પણ ધ્યાનમાં રાખવાનું રહે છે. રૂપિયા 2 લાખથી વધુ વ્યાજની કપાતનો લાભ મળતો નથી. જો વ્યાજ બે લાખથી વધુ હોય તો સંયુક્ત નામે લોન લઇને બંને વ્યક્તિદીઠ રૂપિયા 2-2 લાખ સુધીની વ્યાજની કપાતનો લાભ લઇ શકાય છે. પરંતુ ફક્ત સંયુક્ત નામે લોન લેવાથી આ કપાત નહીં મળે બંને વ્યક્તિએ લોનની ચૂકવણી પણ કરવાની રહેશે.


સવાલ-


હું ચાલુ મહિને રિટાયર્ડ થવાનો છું તો મને રિટાયર્મેન્ટ સમયે મળતી રકમનું આયોજન કેવી રીતે કરવું અને મારી હોમલોન નિવૃત્તિ બાદ ચાલુ રાખવી કે નહીં?


જવાબ-


નિવૃત્તિ બાદ પણ તમને યોગ્ય લાગતું હોય તો હોમલોન ચાલુ રાખી શકો છો. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનું વ્યાજ અન્ય બચત સાધનો કરતાં વધારે સારું છે. કલમ 80TTB હેઠળ `50 હજાર સુધીના વ્યાજની કપાતનો લાભ મળે છે. તમારી અન્ય આવકના સંદર્ભમાં સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમનું રોકાણ કલમ 80Cમાં બાદ મળે છે. ફંડમાં જ્યાં સુધી કોઇ ઉપાડ કરતાં નથી ત્યાં સુધી કોઇ આવકવેરાની જોગવાઇ નથી. નિયત લિક્વિડ ફંડમાં 6-7%નું વ્યાજ પણ મળવાપાત્ર રહે છે.