ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

વર્ષો પહેલાં સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી ઉપર પણ ટેક્સ વસુલવાની જોગવાઇ હતી. પરંતુ ત્યારબાદ અનેક રજૂઆત પછી સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી માટે રાહત આપવામાં આવી છે. દરેક કરદાતા માટે એક રહેણાંક મકાનની આવક શૂન્ય ગણવાની જોગવાઇ કરવામાં આવી છે. એક થી વધુ મકાન છે તો તેમાંથી કોઇ એક પ્રોપર્ટી રહેણાંક પ્રોપર્ટી ગણીને તેના ઉપર કોઇ કરવેરાની જવાબદારી રહેશે નહીં. ધંધાકીય હેતુસરના મકાન-મિલક્ત જો તદ્દન ખાલી પડ્યા હોય તો જ તેના ઉપર નોશનલ આવક ગણવામાં આવે છે.


ધંધાકીય હેતુસરના તમામ મિલક્તો માટે કોઇ ટેક્સ લાયેબિલિટી નથી. એકવાર જે મકાન-મિલક્તનું વાર્ષિક મૂલ્ય શૂન્ય લીધા બાદ તેના ઉપર કપાત આપવાનું કારણ નથી. 1999-2000માં પ્રથમ વખત અંગત ઉપયોગના ઘર ઉપર હાઉસિંગ લોનના વ્યાજની ચૂકવણી પર કપાતનો લાભ મળશે. જેનું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાય છે તેવા ઘર ઉપર હાઉસિંગ લોનના વ્યાજની ચૂકવણી ઉપર રૂપિયા 2 લાખની મર્યાદામાં વ્યાજની કપાત બાદ મળશે.


વ્યાજ ચૂકવવાપાત્ર હોય કે વ્યાજની ચૂકવણી કરી હોય તેના ઉપર કપાતનો લાભ મળી શકે છે. વ્યાજની ચૂકવણી ફક્ત નાણાંકીય સંસ્થા પાસેની લોન પર જ નહીં પરંતુ અન્ય સ્ત્રોતમાંથી લોન લીધી હોય તેમાં પણ બાદ મળશે. જો કોઇ પરિચિત પાસેથી લોન લીધી છે તો તેમાં પછીથી વ્યાજ ચૂકવવાપાત્ર હોય તો તેની પણ કપાત લઇ શકાય છે. જોઇન્ટ હોમ લોનમાં સંયુક્ત રીતે બંને પાત્રો 2-2 લાખ રૂપિયા સુધીની વ્યાજની કપાત બાદ મેળવી શકે છે.


જે મકાનનો કબ્જો ન મળે ત્યાં સુધીના વર્ષ માટે હાઉસિંગ લોન કપાતનો લાભ લઇ શકતાં નથી. કબ્જો મેળવ્યા પહેલાના વ્યાજની ચૂકવણીની કપાતનો લાભ મકાનનો કબ્જો મેળવ્યા બાદ લઇ શકાશે. માત્ર હાઉસિંગ લોનના કપાત સિવાયની અન્ય કપાતનો પણ લાભ મળે છે. હાઉસિંગ લોનના હપ્તા ચૂકવતાં હોય તેમાં જે મૂડીની ચૂકવણી કરો છો તેના ઉપર કલમ 80Cની રૂપિયા 1.5 લાખની મર્યાદામાં કપાત મળશે. સ્ટેમ્પડ્યુટી અને રજિસ્ટ્રેશન માટેના ખર્ચ પણ બાદ મળી શકશે. ધંધાકીય, પગાર કે અન્ય સ્ત્રોતની આવક સામે પણ હાઉસિંગ લોનનું વ્યાજ સેટઓફ થઇ શકે છે.


સવાલ-


મારા માતાના અવસાન બાદ મારા ખાતામાં એમના શેર્સ મારા ખાતામાં ટ્રાન્સફર થયા છે તો તેના ઉપર ખરીદ કિંમત કેવી રીતે ગણવાની રહેશે?


જવાબ-


મૂડીરૂપી મિલક્ત વારસામાં કે વીલ થકી મળે છે તો તે અગાઉના ધારણકર્તાની ખરીદ કિંમત અને સમય બંને વારસદારનો ગણાશે. આપના કેસમાં આપના માતાના શેર્સ જે તમારા ખાતામાં ટ્રાન્સફર થયા છે તે લાંબાગાળા મૂડીનફા અંતર્ગત ગણાશે. આપની ખરીદ કિંમત આપના માતાએ જ્યારે ખરીદ્યા હશે તે જ આપની કિંમત ગણાશે. ગ્રાન્ડફાધરિંગની કલમ અનુસાર 31મી જાન્યુઆરી 2018 દિવસનો જે ભાવ હશે તે ટેક્સ માટે ગણાશે.


સવાલ-


મારા મોટાભાઇ એનઆરઆઇ છે તેમના વારસામાં આપેલું મકાન ભાડે આપ્યું છે તો તેના ઉપર ટીડીએસ કેવી રીતે કાપવાનો રહેશે?


જવાબ-


આપના ભાઇ NRI છે તો તેમના માટે કલમ 195 અનુસાર TTS કરવાની જોગવાઇ છે. આપના ભાઇ એનઆરઆઇ છે તેથી કલમ 195 અનુસાર 30% દરે ટેક્સ કપાવાનો રહેશે.


સવાલ-


મારી સેલેરી ઉપર મારા બેન્ક એકાઉન્ટમાં મને 3% વ્યાજ મળે છે અને મારા પત્નીના બેન્ક એકાઉન્ટમાં 6% વ્યાજ મળે છે તો જો હું મારી સેલેરી પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરું તો તે મારા પત્નીની આવક ગણાય?


જવાબ-


તમે જો તમારા પત્નીને વ્યાજમુક્ત લોન તરીકે આપો તો તેના 6%ની વ્યાજની આવક પત્નીની આવક ગણાશે. જો આ રકમ ગિફ્ટ તરીકે આપો છો તો કલમ 64ની ક્લબિંગ જોગવાઇ અનુસાર જે વ્યાજ મળશે તે આપની આવકમાં પણ ઉમેરાશે.


સવાલ-


હું એક પ્રોપર્ટી 3 વર્ષ બાદ વેચું છું તો તેના ઉપર ટેક્સ લાગે પરંતુ એ જ વર્ષમાં જો બીજી પ્રોપર્ટી ખરીદી લઉં તો તેના ઉપર કરવેરાની જોગવાઇ રહે?


જવાબ-


સ્થાવર મિલકતના સંદર્ભમાં રહેઠાંણના ઘરના વેચાણના નફાને અન્ય રહેણાંકના મકાનના ખરીદી કે બાંધકામ માટે લો છો તો તે કરમુક્તિ મળે છે. મકાન સિવાયની મિલકત હોય તો જે ચોખ્ખું અવેજ મળે છે તો કલમ 54F અન્ય પ્રોપર્ટીમાં રોકાણ કરીને કરમુક્તિ લાભ લઇ શકો છો.


સવાલ-


મારી આવકની અમુક રકમ હું મંદિર ટ્રસ્ટમાં દાન કરું છું, જે તેમની રિસીપ પ્રમાણે 80Gમાં કરમાં ફાયદો અપાવે તેમ છે, તો તેમાં કેટલી રકમ સુધી આ કરમાં ફાયદો મળી શકે?


જવાબ-


ડોનેશનની રિસિપ અંતર્ગત કલક 80G હેઠળ કરમાં કપાત મળે છે. કુલ ગ્રોસ આવકની 10% રકમ મર્યાદામાં કર કપાત મળે છે. ધારોકે આવક રૂપિયા 10 લાખ છે તો ગ્રોસ આવક રૂપિયા 1 લાખ થઈ, તેના કપાતના 50% પર એટલે કે રૂપિયા 50 હજારનો ફાયદો થાય છે.


સવાલ-


હું નિવૃત્ત સરકારી કર્મચારી છું, મને પેન્શન મળે છે, આકારણી 2017-18માં કરવેરો ફાઈલ કરતા સમયે રૂપિયા 710 રિફન્ડ મળ્યા હતાં, તો શું તેને દર્શાવવા જરૂરી છે?


જવાબ-


રૂપિયા 710 વ્યાજની રકમ હોઈ શકે છે. વ્યાજની રકમને આવક તરીકે દર્શાવવાનું રહે છે. જો વ્યાજની રકમ ન હોય અને માત્ર આવકવેરા રિફંડ હોય તો તે કરપાત્ર નથી, માત્ર વ્યાજની રકમ હોય તો કરપાત્ર રહે છે.