ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ભાડાની મકાન મિલકત રેસિડેન્શિયલ કે કમર્શીયલ હોઈ શકે છે. LOP એટલેકે લેટ આઉટ પ્રોપર્ટી છે.
ના રોજ પ્રકાશિત Fri, 17, 2018 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાડાની આવકની જોગવાઈ-
ભાડાની મકાન મિલકત રેસિડેન્શિયલ કે કમર્શીયલ હોઈ શકે છે. LOP એટલેકે લેટ આઉટ પ્રોપર્ટી છે. LOP માટે ઈનકમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી અંતર્ગત તમને શું ભાડું મળે છે કે શું ભાડુ મળવા પાત્ર છે તેના આધારે આ મિલકતની આવક નક્કી કરવામાં આવે છે. સુપ્રિમકોર્ટ પ્રમાણે સ્ટાન્ડર્ડ રેન્ટના કિસ્સામાં તમને વધારે ભાડુ મળવા પાત્ર ન હોય તો તેને લક્ષમાં લઈ શકાય નહિં. ફેર રેન્ટ એક્ચુઅલ રેન્ટથી વધારે હોય તો પણ તે ભાડાની આવક તરીકે લક્ષમાં લેવાનું રહે છે.


ભાડાની આવક પર કપાત-
એકથી વધારે અંગત રહેઠાણના મકાનમાં એક મકાનની પસંદગી કરી અન્યને ભાડે આપી અથવા તેની ભાડાની આવકની કાલ્પનિક ગણતરી કરવી રહે છે. કપાતમાં મુખ્યત્વે મ્યુનિસિપલ ટેક્સ ગણવામાં આવે છે. મળતા ભાડાના 30% સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ગણાય છે જેના અંદર અન્ય ખર્ચ પણ આવરી લેવામાં આવે છે. અન્ય 70% પર કર ચૂકવવાનો રહે છે. ઈન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોનમાં પણ કર કપાતનો લાભ મળે છે.


કેરિફોરવર્ડ કરવા પર જોગવાઈ-
કેરિફોરવર્ડ કરવા પર નુકસાન થતુ હોય તો અન્ય આવક સામે સેટઓફ કરી શકાય છે. ઘણા લોકો એવુ માને છે કે 2 લાખ કરતા વધારે વ્યાજની કપાત બાદ ન થઈ શકે તે ખોટી માન્યતા છે. કોઈપણ વર્ષે મકાન-મિલકતમાં તમે 2 લાખ કરતા વધારે ડેફિશિટ દર્શાવી શકતા નથી. જો 2 લાખ કરતા વધારે ડેફિશિટ થાય તો તેને કેરીફોરવર્ડ કરવાની રહે છે. આ કેરિફોરવર્ડ તમે 8 વર્ષ સુધી કરી શકો છો.


ભાડે ન આપેલી મિલકતની જોગવાઈ-
મકાન ભાડે ન આપ્યુ હોય તો તેની કાલ્પનિક આવકમાં ગણના પાત્ર બને છે. જો ભાડુઆત વર્ષ પૂર્ણ ન કરે તો જે ભાડુ ખાલી રહ્યું છે તેના માટે વેકન્સી એલાઉન્સ મળી શકે છે. જો બિલકુલ ભાડે ન આપ્યુ હોય તો 12 મહિનાનું વેકન્સી એલાઉન્સ મળે છે.


જૂના ભાડાની ચૂકવણી પર ચર્ચા-
જો ભાડુ મળવા પાત્ર છે પણ જે-તે વ્યક્તિ ભાડુ નથી ચૂકવતા તો વસુલકરવા પાત્ર ભાડા પર જે-તે વર્ષમાં મળવા પાત્ર છે તો તે વર્ષમાં કપાત મળે છે, જો તે રકમ તમને આવનારા વર્ષમાં મળે તો તે આવકને દર્શાવવી રહેશે.


સવાલ-


આગલા વર્ષમાં એસેસ ટેક્સ લોસ હોય તો હાલના વર્ષમાં એડવાન્સ ટેક્સ ભરવાપાત્ર રહે? અને ઈનકમ ફ્રોમ હાઉસપ્રોપર્ટીમાં ઈન્ટરેસ્ટ ફ્રોમ હાઉસિંગ લોનમાં ડિક્શન ન લઈ કેપિટલાઈઝ કરી શકાય?


જવાબ-


અગાઉના વર્ષમાં લોસ થયો હોય તે કેરિફોરવર્ડ કર્યો હોય જેને બ્રોડફોરવર્ડ લોસ કહેવાય તો તેને ચાલુ વર્ષની ધંધાકિય આવક સામે સેટ ઓફ કરી શકાય છે. મુળીનફામાં ટૂંકાગાળાનું મુળીનુકસાન લાંબાગાળા સામે સેટઓફ થઈ શકે પરંતુ લાંબાગાળાનો લોસ લાંબાગાળામાં જ સેટઓફ થઈ શકે છે. જેના સંદર્ભમાં તમે કપાતનો લાભ લઈ શક્યા નથી તે વધારાના વ્યાજને તમે કેપિટલાઈઝ કરી શકો છો. જે ઈન્ટરેસ્ટને કેપિટલાઈઝ કરવો હોય તો તે અંગેની પણ જોગવાઈ છે.


સવાલ-


જો હું એક વર્ષમાં સ્ટોકમાં નફો થાય અને અન્યમાં નુકસાન થાય તો તેને સેટઓફ કરવાની તેમજ કરવેરાની શું જોગવાઈ છે?


જવાબ-


જે ટેક્સ ભરવાનો છે તે નેટ અમાઉન્ટ પર છે. ગેઈનમાં ટેક્સ ભરવાનો રહે છે. લોસમાં તમારે કેરિફોરવર્ડ કરવાનો રહે છે.


સવાબ-


હું હાલમાં નિવૃત્ત થયો છું, તો મને મળેલા લાભની કરપાત્રતાની શું જોગવાઈ છે?


જવાબ-


ગ્રેચ્યુઈટી અગાઉ 10 લાખની મર્યાદા 20 લાખ કરવામાં આવી છે. આપને જે PF મળે છે તેમાં તમારો ફાળો અને માલીક તરફથી મળેલા ફાળો તેમજ જમા થયેલું વ્યાજ છે તે દરેક રકમ કરમુક્ત ગણવામાં આવે છે. હક રજા અંતર્ગત 10 મહિના માટેની બેઝીક સેલેરી જે એવરેજ છેલ્લા 10 મહિના મુજબ હોય તે અથવા મહત્તમ 3 લાખ રકમ કરમુક્તિ તરીકે મળે છે. તમારા પેન્શનની ત્રીજાભાગની રકમમાં પણ કલમ 10 હેઠળ કરમુક્તિનો લાભ મળે છે.


સવાલ-


HUFના કર્તા કે મેમ્બર લોન આપી શકે?


જવાબ-


વ્યક્તિગત મુળીમાંથી વગર વ્યાજે કોઈ પણ રકમ તમે HUFને આપી શકો છો, તે આપેલી મુળી પર થયેલી આવકનો તમને કર લાગશે નહિં.


સવાલ-


પ્લાન્ટના રજીસ્ટ્રી દસ્તાવેજમાં રોકડ રાશીનો કેટલો ઉપયોગ કરી શકાય?


જવાબ-


આપનાર વ્યક્તિ રોકડ કે જે બિનહિસાબી આવક કે રોકાણમાંથી ચૂકવે તે તેના પર પ્રશ્ન થઈ શકે છે. તમે તમારી ઓફિશિયલ મુળીમાંથી કેશમાં ચૂકવણી કરો તો તમારે ચિંતા કરવાની જરૂરત નથી, આવી મુળીની ચિંતા લેનારને કરવાની રહે છે. 20,000 કે વધારે રકમની લોન પર પ્રોપર્ટીના કેસમાં પેનલ્ટી લાગી શકે છે.


સવાલ-


1961માં માતાના નામે ફ્લેટ લીધો હતો, જેના પર ઓનરશિપ મળી ગઈ છે અને તે ફ્લેટ રિનોવેશનમાં ગયા બાદ તેના ફરી કાયદાકિય રીતે દસ્તાવેજ પણ 2014માં થઈ ગયા છે, હાલ પ્રશ્ન એ છે કે માતાનું નિધન 2011 માં થયું છે, જેમા તેમણે વિલમાં ફ્લેટ મારા નામે છે તો હવે આ ફ્લેટ વેંચુ તો તેની ખરીદ કિંમત કેવી રીતે નક્કી થાય કારણકે ફ્લેટ પાઘડી સિસ્ટમમાં લેવામાં આવ્યો હતો?


જવાબ-


આપના કેસમાં કોસ્ટ ઓફ એક્વેઝીશન શૂન્ય છે, માટે ટેનેન્સી રાઈટ પણ શૂન્ય ગણાશે. રિડેવલપમેન્ટમાં 3.5 લાખ આપ્યા છે તો તેને ઈન્ડેક્સેશનના લાભની ગણતરી કરી ઈન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વેઝીશન શોધી તેના પર જે રકમ બચે તેના પર લોંગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ભરવો રહે છે.