ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 21, 2018 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરાની કલમ 80C હેઠળ જે પ્રચલિત કપાત છે, તે અન્વયે ટ્યુશન ફિની ચૂકવણી સંબંધી કપાતનો લાભ મળી શકે છે, તો તે અંગેની વિગત સમજાવશો. 80C હેઠળ દોઢ લાખ સુધીની કપાતનો લાભ મળે છે. ટ્યુશન ફિની કપાતનો લાભ કલમ 80C હેઠળ મળે છે. વ્યક્તિકે HUF જેવા કેસમાં 80Cની કપાતનો લાભ મળે છે. 80C હેઠળ ડેવલપમેન્ટ ફિ, અન્ય ટ્રાન્સ્પોર્ટેશન કે વધારાની ફિનો સમાવેશ થતો નથી. બાદ મળતી ટ્યુશન ફિમાં કોચિંગ ક્લાસની ફિ પણ બાદ મળે છે.


પર્સનલ ટ્યુશન માટેની ફિ આ કલમમાં બાદ મળતી નથી. પગારદાર કરદાતાઓને તેમના માલિક તરફથી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ આપવામાં આવે તો તેને કરમુક્ત ગણવાની વિષેશ જોગવાઈ છે, તે અંગેની સમજ આપશો. પગારદાર કરદાતાઓ માટે ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાઉન્સ બાદ મળે છે. બાળક દિઠ 100 બાદ મળે છે. મહત્તમ 2 બાળકો માટે આ લાભ મળે છે. કલમ 10(14) હેઠળ 2400 નો લાભ મળે છે.


કલમ 80E હેઠળ બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે લોન સંબંધી વ્યાજની પણ જે આકર્ષક કપાતની જોગવાઈ છે તે સમજાવશો. કલમ 80E હેઠળ કોઈ નાણાંકિય મર્યાદા નથી. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે લોન લીધી હોય, તો તેના પરના વ્યાજની ચૂકવણી સંબંધી કપાતનો લાભ 8 આકારણી વર્ષ સુધી મળી શકે છે. આ લાભ વિધ્યાર્થી, માતા-પિતા, પતિ-પત્નીને મળી શકે છે. આ લાભ ચૂકળવણી શરૂ કર્યા બાદ વ્યાજ પર લાભ મળે છે. હવે SSC બાદની લોન પર કપાતનો લાભ મળી શકે છે.


સવાલ-


હોમ લોન નું વ્યાજ કેપિટલાઈઝ કરી શકાય જેથી કરીને આ વ્યાજ કેપિટલ ગેઇન સામે બાદ મળે?


જવાબ-


હાઈકોર્ટના ચૂકાદા અનુસાર આવા શેરના વેચાણ સમયે વ્યાજને કોસ્ટ ઓફ એક્વેઝીશનમાં ઉમેરવાનું રહે છે. આવા કેસમાં ડબલ ડિડક્શનનો લાભ ન લઈ શકો છો. જે કપાતનો લાભ તમે નથી લીધો તો તે વ્યાજના કોમ્પોનેન્ટને કોસ્ટ ઓફ એક્વેઝીશનમાં લઈ શકો છો.


સવાલ-


સરકારી કર્મચારીને કલમ 80 GGA હેઠળ કેટલી કપાતનો લાભળ મળે?


જવાબ-


કલમ 80GGA હેઠળ 2 લાભ મળે છે. કલમ 80GGA હેઠળ 100% લાભ મળે છે. આવક કરતા વધારે રકમનું દાન આપો ત્યારે 100% લાભ મળી શકે છે.


સવાલ-


જૂની જ્વેલરી કે જેના બીલ કે એકાઉન્ટ નથી તો તે વસ્તુઓનું કેપિટલ ગેઈન કેવી રીતે ગણી શકાય?


જવાબ-


2015ની સંપત્તી વેરાની મર્યાદા કરતા ઓછી માત્રામાં ઘરેણા હોય તો તે અડચણ રૂપ નથી. જો પરિવારના સદસ્ય દ્વારા જે ઘરેણા મળે તેનો પુરતો ખુલાસો આપવો પડે છે. જો જ્વેલરી ખુબ જૂની હોય તો 1 એપ્રિલ 2001ની માર્કેટ વેલ્યુના આધારે બેઝ રેટ ગણી ઈન્ડેક્સેશન ગણી જે રકમ બને તેના પર કપાતનો લાભ મળી શકે છે.


સવાલ-


મે 2011માં IFCI ના 1000 શેર ખરીદ્યા હતાં રૂપિયા 46.65 ના ભાવે, તે મે 27-08-2018 ના રોજ રૂપિયા 16.50 ના ભાવે વેચાણ કરેલા છે. આ શેર નો 31-01-2018 નો ભાવ રૂપિયા 28.50 છે તો વેચાણ પર મને નુકસાન થાય છે તો આ નુકસાન ખરીદ કીંમત ઉપર ગણવુ કે 31-08-2018 ના કીંમત ઉપર ગણવું?


જવાબ-


તમારે નુકસાન ખરીદ કિંમત અને વેચાણ કિંમચ વચ્ચે લક્ષમાં લઈ કરવાનું રહે છે. જો તમારા કેસમાં ગેઈન ઉદ્ભવતો હોય તો 31 જાન્યુઆરીનો ભાવ લક્ષમાં લઈ ટેક્સ ભરી શકો છો. જો 31 જાન્યુઆરી કરતા તમારી ખરીદ કિંમત વધારે હોય તો તમે નુકસાન ક્લેમ ન કરી શકો છો. આપના કેસમાં તમે કેપિટલ લોસ ગણી શકો છો.


સવાલ-


2010માં LICની પોલિસી લીધી હતી જેની કિંમત 1 લાખ હતી અને મેચ્યોરિટી થયા બાદ તેની રકમ 1,35 હજાર ઉપર છે, તો હવે તેમા ટેક્સ લાગશે? જો લાગશે તો તે કંઈ રકમ પર લાગશે?


જવાબ-


સિંગલ પ્રિમીયમ પોલિસીના કેસમાં તમારે ટેક્સ ભરવાનો રહે છે. પોલિસીના વેલ્યુ પ્રિમીયમ 10 વર્ષ માટે ફેલાવેલા હોય છે. રૂપિયા 1 લાખ જે આપની મુડી છે તેના પર ટેક્સ ભરવાનો ન રહે પરંતુ જે વ્યાજ આવ્યું છે તેના પર ટેક્સ ભરવાનો રહે છે. આ રકમમાં TDSની કપાત બાદ લઈ શકો છો.


સવાલ-


નાણાંકિય વર્ષ 2017-18નું મુળ રિટર્ન ભર્યા બાદ આવક ગણતરીમાં ભુલ ધ્યાને આવતા મે ફરી થી સુધારેલ રિટર્ન પણ ભરી દીધેલ છે. હવે ભરેલા રિટર્ન ચકાસણી કરતા બચત ખાતામાંની વ્યાજની આવક જે 80TTA હેઠળ બતાવવાની છે તે મુળ રિટર્નમાં બરાબર દર્શાવેલ છે. પરંતુ સુધારેલ રિટર્નમાં ભૂલથી 80QQBમાં બતાવી દીધેલ છે તો આ અંગે સુધારો કેવી રીતે કરી શકાય? હું નિવૃત્ત સરકારી કર્મચારી છું. અને મેં ITR-1 ભરેલું છે.


જવાબ-


આકારણી વર્ષ 2018-19નું રિટર્ન 31 માર્ચ સુધી રિવાઈઝ કરી શકાય છે. તમે ફરીથી ITR-1 રિવાઈઝ રિટર્ન તરીકે ભરી શકો છો. આ રિવાઈઝ રિટર્ન 31 માર્ચ 2019 સુધી તમે ભરી શકો છો.