ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 28, 2018 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ગયા સોમવારે સીબીડીટી દ્વારા 30 sepના રોજ રિટર્ન ભરનારા જવાબદાર કરદાતાઓને 15 Oct સુધી રિટર્ન ભરવા એક્સટેન્શન આપવામાં આવ્યુ છે તો આ અંગે વિસ્તૃત સમજ આપશો.


31 જૂલાઈની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરની તારીખ ને 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ચાલુ વર્ષે ફોર્મ 3CDમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. નિષ્ણાંતોના મતે આ છેલ્લા સમયના સુધારાને પહોંચી વળવા માટે આ તારીખને વધારવાની અરજી કરવામાં આવી છે. ઓડિટ રીપોર્ટ માટે પણ 15 દિવસનો વધારાનો સમય મળશે. રિટર્ન તમે 15 ઓક્ટોબરના ભરી શકો છો પણ ટેક્સ તમારે નિયત તારીખે જ ભરવાનો રહે છે.ગયા સપ્તાહે આપણે આવકવેરા કાયદામાં શિક્ષણ સંબંધી મળતી કપાત અંગે વાત કરી હતી, તો આ વખતે તબીબી ખર્ચના સંદર્ભમાં આવકવેરા અંગેની ચર્ચા કરીએ તો તેમા કલમ 80D હેઠળ મળતી રાહતો અંગે આમતો સૌકોઈને ખ્યાલ છે પણ ચાલુ વર્ષથી તેમા સુધારા આવ્યા છે તો તેમા મુખ્યત્વે ક્યા લાભ મેળવી શકાય?


રૂપિયા 30 હજારની લિમીટ વધારીને રૂપિયા 50 હજાર કરવામાં આવી છે. સિનિયર સિટિઝનને ચાલુ વર્ષથી આ કપાતનો લાભ મળશે. આ ઉપરાંત વધારાની રાહત પણ મળી છે, જેમા વિષેશ જોગવાઈ છે કે 80 વર્ષથી વધારે ઉંમરના સુપર સિનિયર સિટિઝનને રૂપિયા 50,000 સુધી ખરેખર તબીબી સારવારનો ખર્ચ કપાત તરીકે બાદ મળશે. કલમ 80D હેઠળ બાળકો જો હાયર ટેક્સ પેયર બ્રેકેટમાં આવતા હોય અને માતા-પિતા ઓછી આવક ધરાવતા હોય અને જો આ રકમ તેમના બાળકો દ્વારા ભરવામાં આવે તો તેમને પણ આ કરકપાતનો લાભ મળી શકે છે.


મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રિમીયમ તેમજ તબીબી સારવારના ખર્ચ સંબંધી કપાત અંગે તમે વાત કરી પરંતુ આ ઉપરાંત પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપ માટે કલમ 80D હેઠળ કપાત મળી શકે છે તો તેની શું જોગવાઈ છે?


રોગપ્રતિકારક હેતુ સર થતો ચેકઅપ એ પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપમાં સમાવેશ પામે છે, તો આવા ખર્ચમાં રૂપિયા 5000 સુધીના ખર્ચની કપાત મળી શકે છે.


સવાલ-


હાલ મારો દિકરો બ્રાઝીલ છે.તેણે ત્યાંજ બ્રાઝીલીયન સાથે 7/2017માં લગ્ન કરેલ છે. અને તે ફ્રિલાન્સ કામ કરે છે. તેની આવક ભારતની બૅન્કમાં જમા કરાવે છે તો આ આવક માટે તેનું આવકવેરાનું રિટર્ન ભરવું પડે?


જવાબ-


કોઈપણ ભારતના રહિશના કેસમાં તેમની સમગ્ર દુનિયની આવક કરપાત્ર રહે છે. કોઈપણ વ્યક્તિ 6 મહિના કરતા વધારે સમય ભારત બહાર ગયા હોય તો તે નોનરેસિડેન્ટ કહેવાય છે. તમારા દિકરાની આવક પર ભારતમાં કોઈ ટેક્સ નહિં લાગે છે. ભારતમાં રહેવાના સમયમાં જો તેની આવક ટેક્સના છે.


સવાલ-


મારા બહેન અમેરિકા રહે છે, અને જો તેઓ મને લોન તરીકે કોઈ રકમ આપે તો તેના પર ટેક્સની શું જોગવાઈ લાગુ પડી શકે?


જવાબ-


તમને જો રકમ બક્ષીશ તરીકે મળે તો તેના પર કોઈ ટેક્સ ન લાગે છે. ભવિશ્યમાં તમે તે રકમ ગીફ્ટ તરીકે આપી શકો છો. જો આ રકમને લોન તરીકે લેશો તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓનો ખ્યાલ રાખવાનો રહેશે.


સવાલ-


મારા સંબંધી ફ્રિલાન્સ તરીકે જોબ કરે છે અને કોઈ ટેક્સ બ્રેકેટમાં આવતા નથી, તેઓ પહેલા જ્યાં કામ કરતા હતાં તેમણે તેમના પેચેકમાં ટેક્સ કાપી અને સેલેરી આપી છે અને TDSની પણ કોઈ માહિતી આપી નથી, તો તે અંગે શું કરી શકાય?


જવાબ-


આ પ્રકારની સેવા માટેની ચૂકવણી જો રૂપિયા 30,000થી વધારે હોય તો તેના ઉપર 10%ના દરે TDS કરવાની જોગવાઈ છે. તમારે TDSની કપાત ન કરાવવી હોય તો આવકવેરા ખાતા પાસે TDS અધિકારી પાસેથી સર્ટિફિકેટ લઈ શકો છો. ફોર્મ 26AS પણ ચેક કરવું જોઈએ. TRACESની વેબસાઈટ પર આપ આ ટેક્સ કપાતની વિગત આપી શકો છો જેના આધારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પગલા લઈ શકે છે.


સવાલ-


અમને એક ઇનકમ ટેક્સ દ્વારા એક નોટીસ મળેલ છે સેક્શન છે 142 સબ સેક્શન 1 અંડર તો આમા જવાબ કઈ રીતે આપી શકાય?


જવાબ-


તમારે તમારા ભાગના નાણાંની ગણતરી કરવાની રહે છે. વારસા અંતર્ગત ઈન્ડેક્સ કોસ્ટની વેચાણ કિંમતનો ભાગ ગણતા જો `2.5 લાખ કરતા વધારે આવક રહેતી હોય તો રિટર્ન ભરવુ પડે છે.


સવાલ-


જો હું મારા પત્નીને રૂપિયા 1,50000 ગીફ્ટ તરીકે આપુ, અને તે PPFમાં તે નાણાંને રોકે, તો તેમા ક્લબિંગ ઓફ ઈનકમની જોગવાઈ લાગુ પડી શકે?


જવાબ-


તમને ક્લબિંગ ઓફ ઈનકમનો ક્લોઝ ન નડી શકે. આ પ્રમાણેના આયોજનમાં જો કોઈ કરપાત્ર આવક ઉદ્ભવતી હોય તો જ ક્લબિંગ કરી શકાય છે. અમુક વર્ષ બાદ PPFમાંથી રકમ ઉપાડી તેનો ઉપયોગ જો કરપાત્ર આવક મેળવવામાં કરવામાં આવે તો આવી આવક સંબંધી ક્લબિંગની જોગવાઈઓ લાગુ પડે છે.