ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

નવરાત્રીના ઉત્સવમાં ધંધાદારીઓ તેમના બિઝનેસ પ્રમોશન માટે જે ખર્ચ કરતા હોય છે તેના માટે ડિડક્શન કેવી રીતે મળી શકે?


પબ્લિસીટી માટે કરાયેલ ખર્ચ મજરે મળી શકે છે. બિઝનેસ પ્રમોશન ખર્ચ કે એડવર્ટાઈઝમેન્ટ ખર્ચમાં તમને રાહત મળે છે. પ્રિન્સીપલ ઓફ કમર્શિયલ એક્સપિરીયન્સી કહેવામાં આવે છે. કોર્ટના ચૂકાદા તરફ જો તમે જૂઓ તો તેમા પણ રાહતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. CBDTએ પણ આ મામલે સ્પષ્ટતા કરેલી છે.


અન્ય ઉત્સવમાં ખર્ચ જે થતા હોય છે તો તે માટેની વિશેષ જોગવાઈ શું છે?


ગ્રાહકો સાથે સંબંધ વિકસાવવાનો ખર્ચ પણ સમાવિષ્ટ છે. ધંધાની શાંતી માટે થતો ખર્ચ પણ તમને મજરે મળે છે. આવકવેરા ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું છે કે આવા ખર્ચ ધંધાકીય ખર્ચ તરીકે બાદ મળે છે. ધંધા માટે અપાયેલો ફાળો પણ બાદ મળે છે. તહેવારો નિમીત્તે અપાયેલી ગીફ્ટનો ખર્ચ પણ મજરે મળે છે. અમુક પ્રકારના ફાળા પણ મજરે મળી શકે છે.


ઉત્સવોમાં પગારદાર કર્મચારીઓને ખાસ જે ગીફ્ટ મળે છે તો તે લાભ માટેની શું જોગવાઈ છે?


કલમ 56 હેઠળ જે કેશ કે જ્વેલરી જેવી ગીફ્ટ મળે છે તેનું મૂલ્ય રૂપિયા 50,000 કરતા અંદર હોય તો ટેક્સ ન લાગે. જો માલિક તરફથી કર્મચારીને ગીફ્ટ મળે તો તે કરપાત્ર પગાર કે સવલત તરીકે ગણવામાં આવે છે. મહત્વની કરમુક્તિ એ છે કે પગારદાર કરદાતાને મોટા તહેવારમાં રૂપિયા 5000 કરતા અંદરની કિંમતનું ગીફ્ટ વાઉચર આપવામાં આવે તો તે કરમુક્ત ગણવામાં આવશે.


આજકાલ જે ગેમ શોમાં મોટા કરોડોના કેશ પ્રાઈઝ મળતા હોય છે તો શું તે પુરી રકમ વિનરને મળે છે કે તેમા ટેક્સ લાગે છે?


આવકવેરો પ્રાઈઝમનીને કોઈપણ સ્વરૂપે કલમ 115 BB હેઠળ તેને ફ્લેટ રેટ પર ચૂકવવો રહે છે. લોટરી પણ આ જ કલમ હેઠળ ટેક્સેબલ છે. રૂપિયા 1 કરોડથી વધુ રકમ પર 30% ટેક્સ, તેના પર 15% સરચાર્જ, તથા તેના પર 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ ચુકવવો પડે છે. 194BB હેઠળ TDS 30%ના ફ્લેટ દરે આપવો પડે છે. કાર મળે તો કિંમતના 30% ડિપોઝીટ કર્યા બાદ જ કાર આપને મળે છે.


સવાલ-


મને મારા દાદા તરફથી ગોડાઉન વીલ દ્વારા મળેલ છે. આ ગોડાઉન 1990ની આસપાસ દાદાએ ખરીદેલ હતું. 2003 માં તેમનું નિધન થયું. સિટી સર્વે ઓફિસમાં ગોડાઉન 2017-18 માં મારા નામ ઉપર થયું. અને તેને આ વર્ષે રૂપિયા 7.73 લાખમાં વેચાણ કર્યું છે. તો આ સંદર્ભમાં કેપિટલ ગેઈન ની ગણતરી કેવી રીતે કરી શકાય? તથા આ જ વર્ષમાં મેં તેની સામે બીજી shop ખરીદી છે તો તેમાં કેપિટલ ગેઈન બાદ મળી શકે?


જવાબ-


તમને મળેલા ગોડાઉનમાં તમે કોઈ ખર્ચ કર્યો નથી કે તેની ખરીદ કિંમત નથી. વારસામાં મળેલી મિલકતની કિંમત અગાઉના માલિકની પળતર કિંમત ગણવાની હોય છે. 1 એપ્રિલ 2001ના રોજ વેલ્યુએશન કાઢવાનું રહે છે. લાંબાગાળાના મુડી નફાનો ઉપયોગ કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવે તો કરમુક્તિ ન મળે. કલમ 54 અને 54F અંતર્ગત રહેઠાણના મકાનમાં કરમુક્તિ મળે છે.


સવાલ-


કલમ 132 અંતર્ગત મારા સંબંધીને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે, જેમા તેમણે 6 વર્ષના રિટર્ન કલમ 153/A હેઠળ ફાઈલ કર્યા છે, તો શું હવે તેઓ કલમ 245C અંતર્ગત સેટલમેન્ટ કરી શકાય કે કેમ?


જવાબ-


રૂપિયા 50 લાખ ઉપરની રકમ ડિસક્લોઝ કરવા સેટલમેન્ટ કમિશન પાસે જઈ શકો છે. આપનું ડિસક્લોઝર ફૂલ અને ટ્રૂ હોવું જોઈએ. આવકવેરા કાયદા 245-H હેઠળ મુક્તિ મળી શકે છે. જો વ્યાજના સંદર્ભમાં વાત કરીએ તો સેટલમેન્ટ કમિશન વ્યાજ બાદ ન કરી શકે. કલમ 54 અને કલમ 54F અંદર તમે જો રહેઠાણના નફાનો ઉપયોગ બીજા રહેઠાણ ખરીદવા કે બાંધવા કર્યો હોય તો કરમુક્તિ મળે છે. દુકાન સામે ઘરનો લાભ કલમ 54F હેઠળ મળે છે. રહેઠાણના નફાનો ઉપયોગ કમર્શીયલ મિલકત ખરીદવામાં કરો તો મુક્તિ મળતી નથી.


સવાલ-


રૂપિયા 17માં કંપની ચાલુ કરી હતી, જેનું ટર્નઓવર 0 હતું, તો વર્ષ 2018માં તેનો ટેક્સ કેટલો લાગી શકે?


જવાબ-


નાણાંકિય વર્ષ 2015-16માં કોઈપણ કંપનીનો વકરો રૂપિયા 50 કરોડથી ઓછો હોય, તો નાણાંકિય વર્ષ 17-18 માટે 25%નો લાભ મળશે. આપને 30% ના બદલે 25% ટેક્સ ભરવાનો રહે છે. 2015-16 પછી કંપની સ્થપાઈ હોય તો તમને લાભ મળે છે.


સવાલ-


મારી દિકરીનું પાનકાર્ડ તેની લગ્ન પહેલાની અટક મુજબ છે, તો શું તે આ જ નામ પ્રમાણે આજીવન પાનકાર્ડ રાખી શકે કે બદલાવ કરવાનો રહે?


જવાબ-


એક વ્યક્તિ 2 પાનકાર્ડ ન રાખી શકે છે. પાનકાર્ડ તમારા રોકાણ સાથે કનેક્ટ કરવાનું હોય છે. જે નામથી પાનકાર્ડ રાખો તે જ નામથી અન્ય એકાઉન્ટ કનેક્ટ રહે છે. લગ્ન પહેલાના નામે પણ પાનકાર્ડ આપ રાખી શકો છો.


સવાલ-


મારા બહેન UK રહે છે, તેમના પાસે NRI અને NRO બન્ને એકાઉન્ટ છે, તેમને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવી છે, તો તેઓ ક્યા એકાઉન્ટનો ઉપયોગ કરી શકે?


જવાબ-


તમે NRO એકાઉન્ટથી રોકાણ કરી શકો છો. NRO એકાન્ટના નાણાં થકી તમે પ્રોપર્ટી ખરીદી શકો છે. NRE એકાઉન્ટમાંથી મળતી વ્યાજની કરમુક્તિનો લાભ લો છો. 80GGમાં ભાડાની ચુકવણી કરી હોય અને હાઉસ રેન્ટ અલાઊન્સનો લાભ ન મળેવતા હોવ, તો લાભ મળે છે. મહત્તમ મહિને 5000 લેખે વાર્ષિક 60,000નો લાભ મળે છે. કુલ આવકના 10% થી જેટલી વધારાની રકમનું ભાડું ભરતા હોવ તો તમને આ કપાતનો લાભ મળશે. ભાડાની ચૂકવણી અંગે રેન્ટ રિસિટ ભરી શકો છો.