ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 17:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સ પ્લાનિંગનું મૂહુર્ત કેવી રીતે કરવું?


પીપીએફ અને એસએસવાયમાં નાણાં રોકી મૂહુર્ત કરી શકાય છે. શૅર બજારના રોકાણ સાથે પણ પીપીએફમાં રોકાણ કરી શકાય છે. કોઈપણ સમયે નાણાં પીપીએફમાં સુરક્ષિત રહે છે. પીપીએફમાં રોકાણ થકી કરમુક્ત વ્યાજ મળે છે. સગીર વયના બાળકોની મુડીના રોકાણ માટેનો પીપીએફ શ્રેષ્ઠ ઓપ્શન છે. પીપીએફ રોકાણનો બેતાજ બાદશાહ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓ માટે શ્રેષ્ઠ ઓપ્શન ગણાય છે. એસએસવાયમાં રોકાણના ઘણા ફાયદા છે. ટેક્સ ફ્રિ રિટર્ન સુકન્યા સમૃદ્ધિ યોજના થકી થાય છે. બાળકના નામકરણ સાથે જ પીપીએફ કે એસએસવાય કરી શકાય છે.


પીપીએફ પર હાલ 8% જેટલું વ્યાજ તમને મળે છે. પીપીએફ ઓછામાં ઓછું 15 વર્ષ માટે રાખવાનું હોય છે. પીપીએફ તમે 15 વર્ષ બાદ દર 5 વર્ષે રિન્યુ કરાવી શકો છો. પીપીએફ થકી બાળકો માટે સારી રકમ એકઠી થઈ શકે છે. ક્લબિંગ પ્રોવિઝનમાં પણ તમને પીપીએફનો લાભ મળે છે. દર વર્ષે દોઢ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. બાળકના જન્મની સાથે રોકાણ કરતા 18 વર્ષ સુધીમાં મોટી રકમ મળી શકે છે. પતિ-પત્ની બન્ને જો 2 બાળક હોય તો તેના નામે રોકાણ કરી 80Cનો લાભ લઈ શકે છે.


સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.5% જેટલું વ્યાજ મળે છે. દિકરીના 14 વર્ષ સુધી તેમા રોકાણ કરી શકાય છે. દિકરીના 21 વર્ષ સુધી તેમા રોકાણ રાખી શકાય છે. દિકરીના 18 વર્ષ બાદ નાણાં ઉપાડી શકાય છે. દિકરી માટે પીપીએફ અને SSY બન્નેમાં રોકાણ કરી શકાય છે.


સવાલ-


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં મે નાણાં રોક્યા છે, તો શું તેમા 15G દર્શાવવાની જરૂરત પડી શકે?


જવાબ-


કલમ 80TTB હેઠળ વિસ્તૃત કરમુક્તિનો લાભ મળી શકે છે. કલમ 94A હેઠળ ટીડીએસ કરવામાં રૂપિયા 50,000 સુધી લાભ લઈ શકે છે. ટીડીએસમાં જો રકમ રૂપિયા 50,000 કરતા વધારે હોય તો ફોર્મ 15H ભરી કરમુક્તિનો લાભ લઈ શકે છે.


સવાલ-


મે એક જમીન વેચેલી છે અને ત્યારબાદ એક ટ્વીન ડુપ્લેક્ષમાં રોકાણ કર્યું છે, મારો પોતાનો કંશ્ટ્રક્શનનો બિઝનેસ છે, મારા કેસમાં એસેસમેન્ટ ઓફિસરે મને કેપિટલ ગેઈન ક્લેમને ટ્રાન્ઝેક્શન ઈન નેચર ઓફ ટ્રેડમાં ગણ્યું છે અને 54Fનું ડિડક્શન કેન્સલ કર્યું છે?


જવાબ-


જો તમે તમારા પોતાના ઉપયોગ માટે આ રોકાણ કર્યું હોય તો તમે લાભ ચોક્કસપણે લઈ શકો છો. તમે નિશ્ચિંતપણે અપિલ કરી શકો છો. જ્યારે કરદાતા કોઈ મિલકત રોકાણના હેતુથી ખરીદે તો તે ઈન્વેસ્ટમેન્ટ એસેટ ગણાય અને જો આપને કલમ 54Fનો લાભ મળતો હોય તો મળી જ શકે છે. અને આપની જમીન પણ એક રોકાણ હતું તો તેના વેચાણનું વળતર પણ તમે ક્લેમ કરી શકો છો.


સવાલ-


મારા પાસે એક ખેતીની જમની હતી, જેને મે વર્ષ 2000માં ખરીદી હતી, તેને સરકારે વર્ષ 2007માં રોડ બનાવવા ખરીદી હતી, જેના સરકારે મને રૂપિયા 3 લાખ કોર્ટ મારફતે આપ્યા જેની બજાર કિંમત રૂપિયા 7 કરોડ હતી, અને જેના સામે મે કોર્ટમાં દાવો કર્યો હતો અને હવે મને તેના રૂપિયા 5 કરોડ આપવામાં આવશે અને તેના વ્યાજ પેઠે રૂપિયા 2 કરોડ આવશે તો શું તે કરપાત્ર ગણાય?


જવાબ-


આપની જમની સરકારે કંપલ્સરી એક્વેઝીશનમાં જાહેર હેતુસર ખરીદી હતી તો તે કેપિટલ ગેઈન ગણાય છે. કંપલ્સરી એક્વેઝીશન માટે જે કોઈ એસેટમાંથી વળતર મળતું હોય તેમાંથી ઉપસ્થિત થતો મુડીનફો કલમ 10 હેઠળ કરમુક્ત ગણાય છે. વ્યાજની રકમ અન્ય સ્ત્રોતની આવક હેઠળ કરપાત્ર ગણાય, આપને મળતું વ્યાજ ઘણા વર્ષો બાદ આપને મળે છે, તો કલમ 145A અને કલમ 56ની જોગવાઈ પ્રમાણે તમે વ્યાજને વિવિધ વર્ષમાં ગણાવી તેમાં 50 ટકાની કપાત મેળવી શકો છો અને અન્ય રૂપિયા 1 કરોડનો મુડીનફો કંપલ્સરી એક્વેઝીશન ફોર પબ્લિક પર્પસના ગ્રાઉન્ડ હેઠળ બાદ મેળવી શકો છો.