ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 26, 2019 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સની વાત કરીએ તો ટીડીએસની વાત કર્યા વિના કેમ રહી શકાય, કારણકે આવકની વિવિધ ચૂકવણીઓ માંથી મૂળમાંથી જ આવકવેરો કપાય, તે માટેની અનેકવિધ જોગવાઈઓ છે, પરંતુ કરપાત્ર આવક ન હોય અથવા આવકવેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થતી ન હોય તો તેવા સંજોગોમાં ટીડીએસ માંથી મુક્તિનો લાભ મળી શકે કે કેમ તે અંગે જાણકારી લઇએ કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


TDSની કપાતનો સૌથી સામાન્ય પ્રકાર તે વ્યાજમાંથી કપાતો TDS છે, તો તેની શું જોગવાઈ છે? અને તેના સંદર્ભમાં TDSની મુક્તિનો લાભ મેળવવા શું આયોજન કરવું જોઈએ?


વ્યાજમાંથી કપાતા TDS અંગે ચર્ચા-


TDSની કપાત અંગેનું ફોર્મ 26AS છે. બૅન્કમાં સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ મળે છે તેના પર TDS નથી કપાતુ. સામાન્ય કરદાતાના કેસમાં બૅન્ક ડિપોઝીટમાં મળતું વ્યાજ જો રૂપિયા 10,000 કરતા વધારે અથવા ખાનગી કંપનીઓમાં જમા કરાવેલી ડિપોઝીટમાં 5000 કરતા વધારેનું વ્યાજ એક નાણાંકિય વર્ષ દરમિયાન મળે તો 10 ટકા ના દરે TDS કપાય છે.


સામાન્ય કરદાતાઓ માટે જો ગ્રોસ આવક રૂપિયા 2.5 લાખની પણ ન હોય અને 10 ટક TDS કપાવાનો હોય તો કલમ 197 A હેઠળ રૂપિયા 2.5 લાખ કરતા ઓછી રકમની વ્યાજની ચૂકવણી કરાતી હોય અને ફોર્મ 15G ભરીને આપો તો TDS કપાશે નહિં. ફોર્મ 15G વર્ષની શરૂઆતમાં જ જમા કરાવો તો તમારુ TDS કપાતા તમે બચાવી શકો છો.


આ વાત તમે કરી તે સામાન્ય કરદાતાઓ માટે છે, પરંતુ સિનિયર સિટીઝનના કેસમાં કોઈ વિશેષ મુક્તિનો લાભ મળી શકે કેમ?


સિનિયર સિટીઝન માટે TDSની જોગવાઈ


કલમ 194 A હેઠળ સિનિયર સિટીઝનના કેસમાં બૅન્ક ડિપોઝીટ ઉપર રૂપિયા 50,000 કરતા વધારે વ્યાજની રકમ મળે તો જ TDS કપાય છે. કલમ 80TTB હેઠળ પણ બૅન્ક ડિપોઝીટના વ્યાજ સંબંધી સિનિયર સિટીઝન માટે રૂપિયા 50,000ની મુક્તિ મર્યાદા છે.


સિનિયર સિટીઝનના કેસમાં ચાલુ વર્ષે રૂપિયા 5 લાખ કરતા વધુ કરપાત્ર આવક ન હોય તો આવકવેરા રિબેટનો લાભ ગણતાં ફોર્મ 15H ભરી રૂપિયા 0 ટેક્સનો લાભ લઈ શકાય. સિનિયર સિટીઝન વિવિધ કપાતો વગેરેના લાભ સાથે રૂપિયા 7 લાખની આસપાસની ગ્રોસ આવક સંબંધી રૂપિયા 0 ટેક્સનો લાભ મેળવી શકે છે.


એમ કહેવાય છે કે 15G કે 15Hનું ફોર્મ રજૂ કરતી વખતે પાન નંબર ટાકવામાં ન આવે તો TDSની કપાત ઉંચા દરે કરાય, તે શું સાચી વાત છે?


ફોર્મ 15G અને 15H વિશે-


15G અને 15H ફોર્મમાં પાન નંબર ટાક્યો ન હોય તો કલમ 206 AA હેઠળ 20 ટકા કે જે વધારે રેટ હોય તે પ્રમાણે TDS કપાત થાય છે. PAN નંબર હોવો અનિવાર્ય છે અને આ બન્ને ફોર્મમાં સાચો PAN નોંધવો અનિવાર્ય છે. જો 15G અને 15H ફોર્મમાં ખોટી રજુઆત કરો તો તમને દંડ કે સજા થઈ શકે છે.


વ્યાજની આવક મેળવતા એસોશિએશન, ટ્રષ્ટ કે સોસાયટીના કેસમાં કરપાત્ર આવક ન હોય તો તેઓ TDS મુક્તિમાંથી રાહત મેળવી શકે?


TDSની મુક્તિનો લાભ-


15H ઈન્ડિવિડ્યૂઅલ અને સિનિયર સિટીઝન સિવાય કોઈ ભરી શકતું નથી. 15G ફોર્મ એસોશિએશન, ટ્રસ્ટ કે સોસાયટી ભરી શકે છે. કલમ 197 A હેઠળ ભાગીદારી પેઢી કે કંપની સિવાયના કોઈપણ કરદાતા 15G ભરી શકે છે.


15G કે 15H સિવાય પણ TDSમાંથી મુક્તિ કે રાહત મેળવવા માટેનો કોઈ અન્ય માર્ગ ખરો?


15G કે 15H સિવાય TDS મુક્તિ-


આવકવેરાના કાયદા હેઠળ ફોર્મ 13 ભરી શકો છો. ફોર્મ 13ને ઓનલાઈન પણ ભરી શકાય છે. તમે 0 રેટએ TDSનો લાભ લઈ શકો છો અથવા ઓછા દરે TDSની કપાત માટેનું સર્ટિફિકેટ મેળવી શકો છો.


સવાલ-


મારા પાસે રૂપિયા 40 લાખના ટેક્સ ફ્રિ બોન્ડ છે, મારો દિકરો USAમાં છે, શું હું મારા અમેરિકા સ્થિત દિકરાને ટેક્સ ફ્રિ બોન્ડ આપી શકું?


જવાબ-


તમે તમારા દિકરાને ગીફ્ટ આપી શકો છો, તમારા દિકરાને આ ભારતમાં ટેક્સ ફ્રિ રહેશે પરંતુ તમારા દિકરાને આ આવક અમેરિકામાં દર્શાવવી પડી શકે અને તેને અમેરિકામાં ટેક્સ ભરવો પડી શકે છે. તમે ભારતમાં જ આ બોન્ડ રાખી વ્યાજ કમાવ અને જ્યારે મોટી રકમ થાય ત્યારે તમારા દિકરાને તે રકમ બક્ષિશ તરીકે આપો જેના પર તેને ત્યાં ટેક્સ નહિં લાગે.


સવાલ-


નાણાકિય વર્ષ 2019-2020માં કેપિટલ ગેઈન 5 લાખના રિબેટમાં ગણાશે કે નહિં અને નાણાકિય વર્ષ 2018-19માં ગ્રાન્ડ ફાધરિંગની જોગવાઈ અનુસાર નુકશાન થયું હોય તો તેને કેરીફોરવર્ડ કરી શકાશે કે નહિં?


જવાબ-


નાણાકિય વર્ષ 19-20માં 5 લાખથી ઓછી કરપાત્ર આવક પર કલમ 87A હેઠળ રિબેટનો લાભ રૂપિયા 12,500 સુધી મળી શકે છે. કલમ 112 A હેઠળ લોન્ગટર્મ કેપિટલ ગેઈન પર ભરવા પાત્ર ટેક્સના સંદર્ભમાં કલમ 80 હેઠળની કપાતો અને 87A હેઠળના રિબેટના લાભ મળી શકતા નથી. તમે જે શૅર ખરીદ્યા હોય તેમા ગ્રાન્ડ ફાઘરિંગની જોગવાઈના કારણે જો નુકશાન થયું હોય તો તેના પર તમને કોઈ કેરિફોરવર્ડનો લાભ લઈ શકાશે નહિં.


સવાલ-


રૂપિયા 5 લાખ સુધીની આવક ફ્રિ કરી છે, તેમા મારે કોઈ આવક નથી, તેમા લોંગટર્મ કેપિટલ ગેઈન રૂપિયા 4.5 લાખ રાખું તો મને તેના પર કોઈ ટેક્સ ભરવાનો થાય કે તે સંપૂર્ણ એક્ઝમ્શન થાય?


જવાબ-


તમને સંપૂર્ણ રકમ એક્ઝમ્શન નહિં મળે. તમને LTCG માટે રૂપિયા 1 લાખની કરમુક્તિનો લાભ મળી શકે છે. આ ઉપરાંતની કરપાત્ર આવક સંબંધી લોંગટર્મ કેપિટલ ગેઈનની આવક સંબંધી કલમ 87A ના રિબેટનો લાભ મળશે નહિં.