ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનું રહી ગયું પરંતુ આવકવેરા રિફંડ માંગવાનું રહી ગયું, તો આ પરિસ્થિતીમાં મૂંજવણ અને સમસ્યા દૂર કરી શકે તેવા નિવારણ અંગે આજે ચર્ચા કરીશું. અને તે સમસ્યાનો ઉકેલ આપવા આપણે જાણકારી લઇશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


આવકવેરા રિટર્ન મોડોમાં મોડૂ ક્યાં સુધી ફાઈલ કરી શકાય છે? જો આ તારીખ વિતી ગઈ અને કરદાતા તેનું આવકવેરા રિફંડ ફાઈલ કરવાનું ચૂકી ગયા અથવા તેના નૂકસાનનો દાવ કરવાનું ચૂકી જાય તો તે કેસમાં શું થઈ શકે?


રિફંડનું નૂકસાન થાય તો-


આવકવેરાના કાયદાની કલમ 139 હેઠળ આવકવેરા રિટર્ન ફાઈલ કરવા સંબંધી જોગવાઈઓ છે. 2 વર્ષ પહેલા સુધી તમારે જે આકારણી વર્ષ માટેનું રીટર્ન ભરવાનું હોય તે તે વર્ષના અંતથી એક વર્ષના સમય સુધી ભરી શકાતું હતું. કલમ 139માં આવેલા સુધારા પ્રમાણે હવે આકારણી વર્ષના અંત સુધીમાં જ તમારે આવકવેરા રીટર્ન ભરવાનું રહેશે. આવકવેરા કાયદાની કલમ 119 હેઠળ સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડ CBDTને વિશિષ્ટ સત્તા આપવામાં આવી છે.


CBDTની રાહતકારક જોગવાઈ પ્રમાણે કલમ 119 (2) પ્રમાણે તમારો રિફંડ કે નુકસાનને સેટઓફ કે કેરીફોરવર્ડ કરવાના ક્લેમમાં વિલંબ થયો હોય તો તે માફ કરી શકાય છે. જો તમારો રૂપિયા 10 લાખ સુધીનો દાવો હોય તો તમે કમિશ્નર ઓફ ઈનકમ ટેક્સ કે પ્રિન્સિપલ કમિશ્નર ઓફ ઈનકમ ટેક્સ ને કોન્ડોલેશન ઓફ ડિલેની અરજી કરી શકો છો.


રૂપિયા 10 લાખથી વધુ અને 50 લાખ સુધીના કેસમાં દરેક રાજ્યના પ્રિન્સિપલ ચિફ કમિશ્નર ઓફ ઈનકમ ટેક્સ સમક્ષ આ દાવો કરી શકો છો જો ક્લેમ રૂપિયા 50 લાખથી વધારે હોય તો CBDT સમક્ષ અરજી કરી શકો છો. તમારી આ રજૂઆત સમયે તેનું કારણ પણ જણાવવું જોઈએ. વધારેમાં વધારે અગાઉના 6 આકારણી વર્ષ માટે આ દાવો થઈ શકે છે.


આવકવેરા રિટર્ન તો ભર્યુ હતું, તેની આકારણી પણ થઈ ગઈ પરંતુ કરદાતાના ધ્યાનમાં આવે કોઈ રિફંડનો વધારાનો ક્લેમ કરવાનું તે ચૂકી ગયા તો આવા કેસમાં પણ વધારાનું રિફંડ માંગી શકાય ખરું?


વધારાના રિફંડનો ક્લેમ ચૂકી ગયા તો-


સંજોગ વસાત તમને જો રીફંડ ન મળ્યું હોય તો તમે તમારા રીફંડનો દાવો ચોક્કસપણે કરી શકો છો. તમે જે રિફંડ માંગો છો તે તમારી પોતાની આવક સાથે સંબંધિત હોવું જોઈએ. આવા રિફંડના ક્લેમ પર તમને કોઈ વ્યાજ મળશે નહિં.


સવાલ-


મારા સંબંધી માટે કલમ 119 (2) એપ્લાઈ કરવું છે તો મારે કોને અરજી કરવી રહેશે, કલમ 80 TTAમાં મારુ 35,000 ઈન્ટરેસ્ટ છે અને 80 TTBમાં રૂપિયા 80,000 ઈન્ટરેસ્ટ મળે છે તો તેમા આયોજન કેવી રીતે કરી શકાય?


જવાબ-


CBDTની રાહતકારક જોગવાઈ પ્રમાણે કલમ 119 (2) પ્રમાણે જો તમારો રૂપિયા 10 લાખ સુધીનો દાવો હોય તો તમે કમિશ્નર ઓફ ઈનકમ ટેક્સ કે પ્રિન્સિપલ કમિશ્નર ઓફ ઈનકમ ટેક્સ ને કોન્ડોલેશન ઓફ ડિલેની અરજી કરી શકો છો. રૂપિયા 10 લાખથી વધુ અને રૂપિયા 50 લાખ સુધીના કેસમાં દરેક રાજ્યના પ્રિન્સિપલ ચિફ કમિશ્નર ઓફ ઈનકમ ટેક્સ સમક્ષ આ દાવો કરી શકો છો.


જો ક્લેમ રૂપિયા 50 લાખથી વધારે હોય તો CBDT સમક્ષ અરજી કરી શકો છો. તમારી આ રજૂઆત સમયે તેનું કારણ પણ જણાવવું જોઈએ. વધારેમાં વધારે અગાઉના 6 આકારણી વર્ષ માટે આ દાવો થઈ શકે છે. સિનિયર સિટીઝનના કેસમાં રૂપિયા 50,000માં બન્ને વ્યાજનો સમાવેશ થાય છે.


સવાલ-


જો પતિ પત્ની બન્નેનું મૃત્યુ સાથે થાય તો તેવા સંજોગોમાં વિલ કેવી રીતે બની શકે? અને એનઆરઆઈ સંતાનેને જે રૂપિયામાં સંપત્તી મળે તેના કેસમાં તેને રિપેટ્રિએટ કરવા માટે શું થઈ શકે?


જવાબ-


આપણે ત્યાં જોઈન્ટ વિલની સુવિધા નથી પરંતુ પતિ તેવી રીતે વિલ બનાવી શકે કે મારી સંપત્તી મારી પત્નીને મારા અવસાન બાદ મળે અને તે જ રીતે પત્ની પણ વિલ બનાવી શકે છે. જો બન્નેનું અવસાન થાય તો વિલમાં એવી રીતે લખી શકાય કે તમારા બન્નેના અવસાન બાદ તે સંપત્તી તમારા સંતાનો કે સગા-સંબંધી જેને આપવા ઈચ્છતા હો તેને મળી શકે છે.


જ્યારે એનઆરઆઈ સંતાનોને કોઈ વિલની સંપત્તી મળે તે તમામ નાણાં જો તમે તમારા બાળકોને મોકલા ઈચ્છો છો તો તમે એનઆરઓ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી શકો છો. આજે કોઈ એનઆરઆઈ એક નાણાંકિય વર્ષમાં 10 લાખ ડૉલર જેટલી રકમ રિપેટ્રીએટ કરી શકાય છે.


સવાલ-


હાલ હું એક ફ્લેટમાં વસવાટ કરુ છું, અને અન્ય બીજો ફ્લેટ ડિસેમ્બર રૂપિયા 18માં ખરીદ્યો છે, અને તેનું પઝેશન મને ડિસેમ્બર રૂપિયા 19માં મળશે. જો હું હાલનો ફ્લેટ માર્ચ 2020માં વેચુ નવા ફ્લેટના પઝેશન મળ્યા બાદ તો શું મને એલટીસીજી ટેક્સના એક્ઝેમ્શનનો લાભ મળી શકે?


જવાબ-


તમે તમારા હાલના ફ્લેટનું વેચાણ માર્ચ 2020માં કરો અને નવા ફ્લેટનું પઝેશન ડિસેમ્બર રૂપિયા 19માં મળ્યું હોય ત્યારે કલમ 54 હેઠળની જોગવાઈ અનુસાર જો વેચાણના 1 વર્ષ પૂર્વે મકાન ખરીદવામાં આવ્યું હોઈ તમને એલટીસીજી ટેક્સના એક્ઝેમ્શનનો લાભ મળી શકે છે.


સવાલ-


મારી ઉંમર 64 વર્ષ છે અને હું મારા દિકરા સાથે વિદેશમાં નિવૃત્ત જીવન જીવું છું, મારા પાસે અમુક ભારતમાં એફડી છે,અને તેમાંથી ઈન્ટરેસ્ટ મળે છે. જેના પર દર વર્ષે ટીડીએસ પણ કપાય છે જેનું આઈટી ફાઈલિંગ પણ થાય છે. હવે મે હાલમાં જ ફોર્મ આઈટીઆર 2 વિશે સાંભળ્યું જે એનઆરઆઈ માટે ભરવું જોઈએ. હું અહિં વિદેશમાં કોઈ જ કમાણી કરી નથી રહ્યો. અને અહિં રિટર્ન પણ ફાઈલ નથી કરતો. મારા પાસે કોઈ ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર નથી અને હું DTAA પ્રમાણે કોઈ ટેક્સ વળતર પણ દાખવતો નથી, તો શું ભારતમાં DTAA પ્રમાણે શું આ વિગતો આપવી ફરજીયાત છે?


જવાબ-


2019-20થી આઈટીઆર 2 માં નવી એનઆરઆઈની માહિતી માટે ડિટેઈલ ઉમેરવામાં આવી છે. તેઓ આ કોલમમાં એટલું જણાવી શકે છે કે તેઓ અમેરિકામાં રહે છે અને કોઈ આવક ધરાવતા નથી.