ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 01, 2019 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે આપણે ટેક્સ પ્લાનિંગના સદાબહાર કલાકાર કહી શકાય તેવા એચયુએફ હિંદુ અવિભક્ત કુટુંબ વિશે વાત કરીશું. અને તેના જાણકારી લઇશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


અનેક વાર એચયુએફનો લાભ લેવો જોઈએ તેવી સલાહ આપતા હો છો તેમ છતાં ઘણા દર્શકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે એચયુએફની રચનાથી તમને શું લાભ થઈ શકે?


એચયુએફથી શું લાભ થઈ શકે?


ભારતમાં પતિ-પત્ની બન્નેના અલગ રિટર્ન હોય છે સાથે જ આવકવેરા કાયદા હેઠળ Hindu Undivided Family (એચયુએફ)નું પણ અલગ સ્ટેટસ મળે છે. એચયુએફમાં રૂપિયા 2.5 લાખની એક્ઝેમ્શન લિમિટનો પણ લાભ મળે છે. વિવિધ કપાતો જેમ કે કલમ 80 C, 80 D વ્યક્તિના કેસમાં મળે છે તે જ પ્રમાણે એચયુએફમાં પણ મળે છે. એચયુએફ દ્વારા આવકવેરા આયોજનના ઘણા લાભ મળે છે. જેઓ ટેક્સ પ્લાનિંગ કરવા ઈચ્છે છે તેઓ માટે એચયુએફ અનિવાર્ય છે.


એચયુએફ નો લાભ લેવો હોય તો તે માટે સૌ પ્રથમતો એચયુએફની રચના કરવી પડે, તો એચયુએફની રચના કરવા માટેનું માર્ગદર્શન આપશો?


એચયુએફની રચના કેવી રીતે થાય?


એચયુએફની રચના વ્યક્તિના લગ્ન સાથે જ થઈ જાય છે. એચયુએફની રચના કરવી પડતી નથી, કાયદાકિય રીતે લગ્ન થતા એચયુએફ અસ્તિત્વમાં આવે છે. એચયુએફ માટે અલગ ફંડ ફાળવવું જોઈએ. લગ્નોત્તર જીવનસાથી વિના એચયુએફ બની ન શકે. માત્ર પતિ-પત્ની હોય અને સંતાન ન હોય તો પણ એચયુએફ બની શકે. માત્ર સંતાનમાં દિકરી હોય તો પણ એચયુએફ બની શકે છે.


આવકવેરામાં એચયુએફનો લાભ લેવો હોય તો તેના માટે મૂડી જોઈએ. પરિવાર કે સ્નેહી-મિત્રો માંથી કોઈ પણ વ્યક્તિ તમને ગીફ્ટ આપી શકે છે. એક વર્ષમાં રૂપિયા 50,000 કરતા વધારે ગીફ્ટ એચયુએફને મળે તે કરપાત્ર ગણાય છે. એચયુએફ માટે અલગ બૅન્ક એકાઉન્ટ અને પાન નંબર લેવાના રહે છે.


એચયુએફનું બૅન્ક એકાઉન્ટ ખુલી ગયું, પાન નંબર મળી ગયો પછી મુદ્દો એ રહે કે એચયુએફમાં આવકનું સંપાદન કેવી રીતે કરવું, તો તેનું આયોજન કેવી રીતે થઈ શકે?


એચયુએફમાં આવકનું સંપાદન


બક્ષિસ માટેની નિયત મુક્તિઓમાં જો એચયુએફને વસિયત હેઠળ કોઈ મૂડી કે મિલકત મળે તો તેના પર કોઈ ટેક્સ નથી. જો વ્યક્તિ પોતાના એચયુએફને ગીફ્ટ કરે તો તેના પર કલમ 64ની ક્લબિંગની જોગવાઈ લાગુ પડે છે. સૌથી સરળ અને વ્યવહારુ માર્ગ તે છે કે તમે એચયુએફને ઈન્ટરેસ્ટ ફ્રિ લોન આપી શકો છો. એચયુએફ દ્વારા અનેક રીતે આવકનું સંપાદન થઈ શકે છે.


સવાલ-


મારા પત્ની સિનિયર સિટીઝન છે. અમારી પાસે મેડિક્લેમ નથી. મારા પત્નીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં જેનો ખર્ચ રૂપિયા 3,50,000 મે ચેકથી ચૂકવ્યો હતો, હવે હું રૂપિયા 50,000 મેડિકલ ખર્ચ તરીકે બાદ લઈ શકું? મારો દિકરો પોતાના એકાઉન્ટમાંથી તેના પોતાના HUF ACને ગમે તેટલી ગીફ્ટ આપી શકે? તેના પર કોઈ ગીફ્ટ ટેક્સ ભરવો પડે?


જવાબ-


કલમ 80D હેઠળ જે સિનિયર સિટીઝન કોઈ ઈન્શ્યોરન્સ કવર ધરાવતા ન હોય અને મેડિકલ ખર્ચ કરવો પડે તો તેમને 50,000ની રાહત મળી શકે છે. તમારા દિકરા જો કરપાત્ર આવક ધરાવતા હોય અને તેમણે તમારા પત્ની માટે કોઈ ખર્ચ ચૂકવ્યો હોત તો તેમને પણ 50,000નો લાભ મળી શકે છે. HUF ને જો કોઈપણ વ્યક્તિ પાસેથી બક્ષિસ મળે તો તેને કલમ 56 હેઠળ કોઈ કરપાત્ર આવક ગણાય છે. સભ્ય દ્વારા પોતાના HUFને અપાતી બક્ષિસ કરપાત્ર આવક ન ગણાય પરંતુ તેના સંદર્ભમાં ક્લબિંગની જોગવાઈ લાગુ પડે છે.


સવાલ-


હું 72 વર્ષનો છું. કેન્સર થી પીડીત છું. હું અને મારી બે unmarried બેહેનો સાથે રહીએ છીએ,બન્ને સિનિયર સિટીઝન છે, અને દર મહિને બૅન્કમાંથી સૌ પોતાના એકાઉન્ટમાંથી ઉપાડ કરીએ છીએ. આ રકમમાંથી મારો મેડીકલ ખર્ચ અમે કેશ દ્વારા કરીએ છીએ. તો કેટલી રકમ સુધી રોકડ સ્વરૂપે નાણાં ચૂકવી કરી શકાય? અને આ અંગે અમારે ત્રણેયને રિટર્નમાં કઇ રીતે દર્શાવી શકાય? અને કેટલી રકમ બાદ મળી શકે?


જવાબ-


તમે જે કેશ દ્વારા ખર્ચ કરો છો તે ખર્ચ અંગે તમારે ચિંતાની જરૂરત નથી, આવકવેરાના કાયદાની કલમ 80 D હેઠળ ચેક દ્વારા ઈન્શ્યોરન્સ પેમેન્ટ કરીએ તો જ લાભ મળે પરંતુ આપના પાસે ઈન્શ્યોરન્સ નથી તો તમે કેશ દ્વારા પણ કરી શકો છો, તમારે માત્ર તે ખર્ચના બિલ અથવા તમારા રિપોર્ટ સાચવવા રહે, જો આવકવેરા ખાતુ તે જોવા માંગે તો તમે તે દર્શાવી શકો છો. તમે ત્રણેવ રિટર્ન ભરો છો તો તમે જે ખર્ચ કરો છો તેમા રૂપિયા 50,000 સુધીની કપાત મેળવી શકો છો. ગંભીર રોગથી પીડાતા કરદાતાઓના કેસમાં કલમ 80 DDB અને 80 D બન્ને કલમની કપાતનો લાભ લઈ શકો છો.


સવાલ-


મારી પાસે ઘણા એવા શૅર છે જેનું ટ્રેડિંગ થતું નથી, અમુક શૅરની તો હાલ કંઈ કિંમત ગણી ન શકાય તેવી છે, અને અમુક શૅર અમે ફાડી નાખ્યા છે, તો આવા શૅર જે હોય તેને ITR-2માં બતાવવા પડશે?


જવાબ-


જે શૅર ફાડી નાખ્યા છે તેની માહિતી નથી, તો તેને ફાઈલ કરવાની કોઈ ચિંતા નથી. અનલિસ્ટેડ શૅરના કેસમાં જે કંપની બંધ થઈ ગઈ છે તેના વિશેની માહિતી લેવાની વાત નથી, અહિં મુખ્યત્વે ડમી કંપની અને પેની સ્ટોકની તપાસ માટેનો હેતુ છે. એક સમયે લિસ્ટેડ હોય અને હાલ અનલિસ્ટેડ બની હોય તેવી કંપનીના કેસમાં કોઈ સમસ્યા નથી.


સવાલ-


આપણા કોઈ ક્લોઝ રીલેટિવને ગીફ્ટ આપીએ તો ક્લબિંગની જોગવાઈ લાગુ પડે તો તે અંગે વિસ્તારથી સમજ જોઈએ છે. આ ઉપરાંત હું મારા પત્નીને ટેક્સ પ્લાનિંગના પર્પઝથી કેવી રીતે નાણાં આપી શકું?


જવાબ-


ક્લબિંગ ઓફ ઈનકમ વ્યક્તિ પોતે પોતાના લગ્નસાથી કે પુત્રવધુને બક્ષિશ કરે અને તેમાંથી ઉદ્ભવતી આવક તેમા સ્થાન પામે છે. વ્યક્તિ તેના HUF ને બક્ષિશ તરીકે રકમ આપે તે તેમાં સ્થાન પામે છે. સગીરવયના બાળકો હોય તેની આવક, અપવાદ સ્વરૂપે કળા કૌશલ્યની આવક સિવાયની આવક, ધરાવતા હોય તો તે આવક તેના માતા-પિતામાં જેની આવક વધારે હોય તેમા ઉમેરવામાં આવે છે.


તમે તમારા પત્નીને બક્ષિશ આપો તે તે ક્લબિંગમાં આવી શકે, પરંતુ તમે તમારા પત્નીને વગર વ્યાજે ઈન્ટરેસ્ટ ફ્રિ લોન આપો તો તેના પર તમને કોઈ ટેક્સ લાગે નહિં. તે ઈન્ટરેસ્ટ ફ્રિ લોનનું રોકાણ કરાતા જો તેમાંથી કોઈ વ્યાજની આવક થાય તો તે તેમના પત્નીની સ્વતંત્ર આવક બને અને તેનું આયોજન તે સ્વતંત્ર રીતે કરી શકે છે.


સવાલ-


હું USનો નાગરિક છું અને મારા માતા-પિતા પાસેથી વારસામાં ગીફ્ટ મળવાની છે, શું હું તે નાણાં મારા NRO એકાઉન્ટમાં અને ત્યારબાદ NRE એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકું? શું મને તેના માટે ફોર્મ 15CA અને 15CB ભરવું પડે?


જવાબ-


તમને વારસામાં અથવા બક્ષિશ સ્વરૂપે જે રકમ મળે તેને NRO એકાઉન્ટમાં તે રકમ જમા કરવી જોઈએ. તે રકમને રિપેટ્રિએટ કરવા માટે ફોર્મ 15CA અને 15CB ફોર્મ મેળવીને નિયત કાર્યવાહી થઈ શકે છે.