ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 07, 2020 પર 10:18  |  સ્ત્રોત : CNBC-Bajar

એડવાન્સ ટેક્સ કોણે અને ક્યારે ભરવાનો થાય?


નાણાંકીય વર્ષની કુલ અંદાજિત આવક ઉપર રૂપિયા 10,000થી વધારે ટેક્સ ભરવાનો હોય તેમણે એડવાન્સ ટેક્સ ભરવાનો રહે છે. આ ભરવાપાત્ર રકમ માંથી TDS કર્યા બાદ વધારાની રકમ ઉપર એડવાન્સ ટેક્સ ભરવાનો રહે છે. સિનિયર સિટીઝનને ધંધાકીય આવક ન હોય તો તેમને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ છે. એડવાન્સ ટેક્સ 4 હપ્તામાં ભરવાનો રહે છે.


15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચે ભરવાનો રહે છે. પ્રથમમાં 15% અને બીજા તેમજ ત્રીજા હપ્તામાં 30% અને માર્ચમાં છેલ્લો હપ્તો 25% ભરવાનો રહે છે. અગાઉના હપ્તામાં શોર્ટ ફોલ હોય તો એ પછીના હપ્તામાં તેની ચૂકવણી કરો તે સલાહભર્યુ છે. એડવાન્સ ટેક્સની જવાબદારી નિભાવવી જરૂરી છે. એડવાન્સ ટેક્સ ન ભરવા કે ઓછો ભરવા બદલ 2 પ્રકારના દંડનીય વ્યાજ લાગુ પડી શકે છે.


બિલકુલ એડવાન્સ ટેક્સ ન ભર્યો અને ઓછો ભર્યો હોય તો 1 એપ્રિલ બાદ દર મહિને 1 ટકાના દરે દંડનીય વ્યાજ ભરવાનું રહે છે. નાણાંકીય વર્ષ દરમિયાન ભરવાપાત્ર ટેક્સ નિયત હપ્તામાં ન ભર્યો હોય તો 234C હેઠળ 1%ના દરે દંડનીય વ્યાજ ભરવાનું રહેશે. એડવાન્સ ટેક્સ અંદાજિત આવકના હેઠળ એક જ હપ્તામાં 15મી માર્ચ સુધીમાં ભરવાનો રહે છે.


સવાલ-


હું મારા શેર્સ હું એચયુએફને ગિફ્ટ આપું અને શેર્સ ઉપર ડિવિડન્ડની આવક એચયુએફની ગણાય કે મારી ગણાશે?


જવાબ-


તમે તમારા એચયુએફને બક્ષિસ આપી શકો છો અને તે બક્ષિસ એચયુએફને માટે કરપાત્ર ગણાશે નહીં. પરંતુ સેક્શન 64ના ક્લબિંગના પ્રોવિઝન અનુસાર બક્ષિસ થકી ઉદ્દભવેલી આવક તમારી આવકમાં ઉમેરાશે. રોકાણની આવક કે ડિવિડન્ડની આવક આપની આવકમાં ઉમેરાશે.


તમે બક્ષિસના બદલે લોન આપો તો તે વધારે વ્યાજબી આયોજન થશે. લોન થકી આપેલી રકમમાંથી ઉદ્દભવેલી આવકમાં ક્લબિંગની જોગવાઇ લાગુ નહીં પડે. આપનો પુત્ર પણ અલગ એચયુએફ બનાવી શકો છો. આપના પુત્રના એચયુએફમાં પણ મૂડી ઉમેરીને આયોજન કરી શકો છો.


સવાલ-


એનઆરઆઇ બન્યા પહેલાંનું પાનકાર્ડ છે તો એ પાનકાર્ડ અત્યારે એક્ટિવ હશે કારણ કે એનઆરઆઇ તરીકે હવે ટેક્સ ભરવાનો પ્રસંગ આવ્યો છે તો તેમાં શું કરવું જોઇએ?


જવાબ-


પાનકાર્ડ એકવખત ઇશ્યુ થયા બાદ વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી તે એક્ટિવ રહે છે. પાનકાર્ડના આધારે દરવર્ષે આવકવેરા રિટર્ન ભરવુ પણ ફરજિયાત નથી. આવકવેરા રિટર્ન કુલ ગ્રોસ આવક 2.5 લાખથી વધારે છે તો જ રિટર્ન ભરવું ફરજિયાત છે. દેશમાં 30 કરોડ લોકો પાનકાર્ડ ધરાવે છે પરંતુ રિટર્ન તો 6 કરોડ લોકો જ ભરે છે. નિર્દિષ્ટ વ્યવહારો માટે પાનકાર્ડ જરૂરી હોય છે.


સવાલ-


હું સરકારી નોકરીમાંથી 31 માર્ચ 2020ના રોજ નિવૃત્ત થાવ છું અને તે સમયે 300 રજાઓનું એન્કેશમેન્ટ મળવાનું છે હવે આ એન્કેશનમેન્ટનો ચેક એપ્રિલમાં જમા કરાવવું તો એ કયા વર્ષની આવક ગણાશે?


જવાબ-


પગારદાર કરદાતાના કેસમાં જ્યારે આવક મળે ત્યારે એ તેની આવક ગણાશે. 31મી માર્ચે નિવૃત્ત થાવ છો અને એપ્રિલમાં ચેક જમા કરાવો તો તે ચાલુ વર્ષની આવક ગણાશે. 31મી માર્ચે આપને ચેક આપશે ત્યારે તેનું ટીડીએસ પણ નવા વર્ષમાં જ કપાશે. તેથી આપની આવક નવા વર્ષમાં જ દર્શાવવાની રહેશે.


સવાલ-


નવા વર્ષથી ડિવિડન્ડની 5000 રૂપિયાની આવક ઉપર ટીડીએસની જોગવાઇ છે તો મારે ગ્રોથ ફંડમાં જવું કે હાલના ડિવિડન્ડ ફંડમાં યથાવત્ રહેવું જોઇએ?


જવાબ-


તમારી ડિવિડન્ડની આવક સાથે તમારી ગ્રોસ આવક 5 લાખ રૂપિયાની અંદર છે તો તમારે કોઇ ટેક્સ ભરવાનો નથી. જો તમારી આવક 5 લાખ રૂપિયાથી વધુ થવાની છે તો આગામી નાણાંકીય વર્ષથી ડિવિડન્ડની આવક કરપાત્ર ગણાશે. ડિવિડન્ડ ઉપર ટેક્સ આપવાને બદલે ગ્રોથ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. કારણ કે ગ્રોથ ફંડમાં ઉપાડ ન કરો ત્યાં સુધી શોર્ટ કે લોંગ ટર્મ ટેક્સ લાગતો નથી. લોંગ ટર્મમાં ઉપાડ ઉપર પણ 1 લાખ રૂપિયા સુધીનો કેપિટલ ગેઇન કરમુક્ત રહે છે.


સવાલ-


ડેટ ફંડમાં 5 વર્ષથી રોકાણ કર્યું છે તેમાં હવે ઉપાડ કરવો છે અને મારી આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો હવે ઇન્ડેક્સેશન પછી જે ગેઇન આવે છે તેના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે ચૂકવવાનો રહેશે?


જવાબ-


આપનો કેપિટલ ગેઇન ડેટ ફંડમાથી ઉદ્દભવતો હોય તો તેમાં કોઇ વધારાની છૂટ નથી. જો ડેટ ફંડના મૂડીનફાનો હોલ્ડિંગ પિરીયડ 3 વર્ષ છે અને ટેક્સનો દર 20 ટકા છે. ઇક્વિટી ફંડમાં હોલ્ડિંગ પિરીયડ 1 વર્ષ અને એસટીટી પેઇડ હોય તો તેમાં 10 ટકા ટેક્સનો દર છે. ઇક્વિટી ફંડમાં 112એ હેઠળ લાંબાગાળાના મૂડીમાં 1 લાખ રૂપિયા સુધી કરમુક્તિ છે. જો નવા ટેક્સ રિજિમમાં 1 લાખ રૂપિયાની કરમુક્તિ યથાવત રાખી છે.