ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 13, 2020 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા રિટર્ન ભરવાનું રહી ગયુ છે એ કિસ્સામાં હજુ કેટલો સમય છે?


ચાલુ આકારણી વર્ષ 2019-20 માટેનું આવકવેરા રિટર્ન ભરવાનું ચૂકી ગયા હોય તો તેના માટે આ ફાઇનલ ડેડલાઇન છે. જો કે આ રિટર્નની સાથે લેટ ફાઇલિંગ તો ભરવાની જ રહેશે. જો આ 31મી માર્ચ ચૂકી ગયા તો આવકવેરા રિફંડ લેવાનું હશે તો તે પણ નહીં મળે. આવકવેરા રિટર્ન 1 એપ્રિલ બાદ તો ઓનલાઇન રિટર્ન ફાઇલ પણ નહીં થશે. આવકવેરા રિટર્ન ભરવાનું ટાળ્યુ છે તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે.


સવાલ-


વધારાના ઘસારાનો લાભ લેવા માટેના નાણામંત્રીના નિવેદનમાં ઓટો સેક્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેના અંગેની સમજ આપશો?


જવાબ-


વધારાના ઘસારાનો લાભ ઓટો સેક્ટરના વિકાસ માટે આપવામાં આવ્યો હતો. 23 ઓગષ્ટ 2019થી 31 માર્ચ 2020 સુધીમાં જો કોઇ મોટરકારની ખરીદી કરવામાં આવે છે. તો તેવા વાહનો માટેનો 15 ટકાના બદલે 30 ટકાના દરે ઘસારાનો લાભ મળશે. જો ભાડાના વાહન તરીકે ચલાવવાના હોય તો તેમાં 45 ટકાના દરે ઘસારાનો લાભ લઇ શકાશે. 30મી સપ્ટેમ્બર પહેલાં જો ખરીદી કરી હોય તો તેમાં આખા વર્ષ માટે વધારાના ઘસારાનો લાભ મળશે. માર્ચમાં ખરીદી કરશો તો 15 ટકા કે 22.5 ટકાનાં દરે વધારાના ઘસારાનો લાભ મળશે. એક વખત તમે વધારાના ઘસારાનો લાભ લીધો તો તે આગામી વર્ષ દરમિયાન પણ મળશે.


સવાલ-


હું સરકારી કર્મચારી છું હું જૂના સ્લેબમાં એલટીસીનો લાભ લઉં છું તો તે નવા ટેક્સ રિજિમમાં પણ મળશે?


જવાબ-


એલટીસી અંતર્ગત રજા લીધી હોવી જોઇએ અને ફરવા ગાય હોવા જોઇએ. જો તમે નવા ટેક્સ રિજિમમાં જાવ છો તો તે પગારદાર વર્ગને નહીં મળશે.


સવાલ-


મારી દીકરી કેનેડા સ્ટુડન્ટ વિઝા ઉપર ગઇ છે તેને હું રકમ મોકલું તેના ઉપર કોઇ ટેક્સ ભરવાનો રહે અથવા તો તેના ઉપર કર કપાત મળે?


જવાબ-


ટ્યુશન ફીની ચૂકવણીની કપાતનો લાભ ભારતની કોઇ સંસ્થામાં અભ્યાસ માટે આપ્યો હોય તો તેના ઉપર કપાતનો લાભ મળે છે. આપના કેસમાં કેનેડામાં ફી ભરી છે તેના ઉપર કરવેરા કપાતનો લાભ નહીં મળે. આ ઉપરાંત જો આ ફી ચૂકવણી માટે કોઇ લોન લીધી હોય તો તેના ઉપર કપાત મળી શકે છે. જ્યારે કેનેડામાં ડૉલર ટ્રાન્સફર કરવા ઉપર આપને કોઇ ટેક્સ લાગશે નહીં.


સવાલ-


હું અને મારા પત્ની 70 વર્ષના છીએ અને અમે સંયુક્ત વસિયતનામુ બનાવ્યું છે તે માન્ય છે અને બેમાંથી એક વ્યક્તિ હયાતીમાં એક જ વ્યક્તિ વસિયતમાં ફેરફાર કરી શકે એવો ઉલ્લેખ કરી શકાય?


જવાબ-


સંયુક્ત વીલ આપણે ત્યાં માન્ય છે. તેમજ બેમાંથી એક વ્યક્તિની હયાતી ન હોય ત્યારે બેમાંની એક વ્યક્તિ વસિયતમાં ફેરફાર કરી શકે છે. જ્યારે તમારા બંનેની હયાતી ન હોય ત્યારે એ વીલ લાભકર્તાને ટ્રાન્સફર થઇ શકે છે. તમારી વિદેશમાં વસતાં દીકરીને લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ યોજના હેઠળ નાણાં મોકલી શકો છો. એલઆરએસ યોજના હેઠળ નાણાં મોકલતાં સમયે આરબીઆઇની પરવાનગી લેવાની જરૂર નથી. નાણાં ન મોકલવાના હોય તો વીલમાં આપના સંતાનોના નામ વીલમાં નોમિની તરીકે દાખલ કરો તે સલાહભર્યું રહેશે.


સવાલ-


નવા બજેટ મુજબ ડિવિડન્ડની આવક કરપાત્ર છે હું સિનિયર સિટીઝનનું છું અને મારી કરપાત્ર આવક નથી તો ટીડીએસ ન થાય તેના માટે 15એચનું ફોર્મ ભરી શકાય?


જવાબ-


15એચનું ફોર્મ 1 એપ્રિલ પછી તમારે જે કંપની પાસેથી ડિવિડન્ડ 5 હજાર રૂપિયાથી વધુ મળવાનું છે ત્યાં મોકલવાનું રહેશે. જેમ બેન્કમાં તમે 15એચનું ફોર્મ ભરો છો તે મુજબ આપને આ ફોર્મ કંપનીમાં મોકલવાનું રહેશે.


સવાલ-


મારું એક જૂનું મકાન વેચ્યું છે અને મારા પુત્ર સાથે જોઇન્ટમાં બીજુ મકાન ખરીદેલું છે તેના લોનની ચૂકવણીમાં જે કેપિટલ ગેઇન થયો છે તેનું રોકાણ કરી શકું? કેપિટલ ગેઇન થયો છે તે 2 વર્ષમાં અન્ય મકાનની ખરીદીમાં રોકવાનો રહે છે?


જવાબ-


કેપિટલ ગેઇન તમે ખરીદાયેલા મકાનની લોનની ચૂકવણી વાપરશો તો તેમાં કર કપાતનો લાભ નહીં મળે.


સવાલ-


મારા મકાનની હોમલોનની ચૂકવણી માટે મારા પિતાજી પાસેથી પાર્શિયલ પેમેન્ટ લઉં અને મારા પિતાને હું લોનની ચૂકવણી કરું તો બંને ચૂકવણી માટે કર કપાતનો લાભ મળશે?


જવાબ-


આવકવેરા કાયદાની કલમ 24 અંતર્ગત કોઇપણ હાઉસિંગ લોનની ચૂકવણી માટે બીજી લોન લો તો તે પણ માન્ય ગણાશે. પરિણામે આપ હોમલોનની ચૂકવણી માટે જે પિતાજી પાસેથી લીધેલી લોન ઉપરના વ્યાજની ચૂકવણીની કપાતનો લાભ મળી શકશે. પરંતુ આપના પિતાજીને લોનના મુદ્દલની જે ચૂકવણી કરશો તેના ઉપર કર કપાત નહીં મળે. કલમ 24 અનુસાર ફ્કત નાણાંકીય સંસ્થા કે બેન્ક પાસેથી લીધેલી લોનના મુદ્દલ ઉપર જ કર કપાતનો લાભ મળશે.