ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 05, 2020 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

સૌ પ્રથમ તો 2019ના સંદર્ભમાં દાખલ કરાયેલ કલમ 139ના સુધારા હેઠળની જોગવાઇ નવા ITRમાં સમાવી લેવાય છે. જે મુજબ કરદાતાએ તેના રીટર્નમાં જો 3 હાઇવેલ્યુ ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં લેવાની જરૂર છે. પ્રથમ બેન્કના કરન્ટ એકાઉન્ટમાં રૂપિયા 1 કરોડથી વધુ રોકડ જમા કરવામાં આવી હોય છે. બીજુ પોતાના કે અન્ય કોઇના વિદેશ પ્રવાસ માટે રૂપિયા 2 લાખથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હોચ છે. વીજળીના વપરાશ માટે રૂપિયા 1 લાખથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોય. તો આ વ્યવહારોની માહિતી ITRમાં દર્શાવવાની રહેશે.


આ ઉપરાંત 1 એપ્રિલથી 30મી જૂન 2020 દરમિયાન કરેલ રોકાણ કે નિયત ખર્ચ સંબંધી કપાતનો લાભ મળશે. જો આકારણી વર્ષ 2020-21 માટે લેવો હોય તો તે સંબંધી યોગ્ય માહિતી પણ ITRના નિયત કોલમમાં દર્શાવવાનની રહેશે. માર્ચ 2020 સંબંધી TDSના સ્ટેટમેન્ટ ફાઇલ કરવા માટેની અંતિમ તારીખ 30મી જૂન 2020 નિયત કરાયેલ હોઇ કરદાતાના ફોર્મ 26ASમાં તેની માહિતી આવતા સહેજે સમય લાગે છે.


આને અનુલક્ષીને કરદાતાને સુવિધા રહે તે હેતુસર 31મી જુલાઇની રીટર્ન ભરવાની નિયત તારીખ 30મી નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. પરંતુ ખ્યાલ રાખવાનો રહેશે કે જો કરદાતાએ તેના આવકવેરા રીટર્ન સાથે ટેક્સ ભરવાનો થતો હોય તો તેવો ટેક્સ 31મી જુલાઇ બાદ ભરાય તો તેને કલમ 234A હેઠળ માસિક 1 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત કલમ 234Bના વ્યાજના સંદર્ભમાં માસિક 1 ટકાના વ્યાજના દરમાં 30મી જૂન 2020 સુધી 0.75 ટકાના દરે વ્યાજ વસુલ કરાશે તેવી જોગવાઇ સંબંધી તકેદારી રાખવાની રહેશે.


જે અનુસાર 30મી જૂન 2020 પછી આવો ટેક્સ ભરવામાં આવે તો ઉપરોક્ત રાહતકારક વ્યાજના દરના બદલે સામાન્ય વ્યાજના દરે જવાબદારી ઉપસ્થિત થાય છે. આને અનુલક્ષીને કરદાતા ભલે આવકવેરા રીટર્ન મોડું ભરે પરંતુ તેણે ભરવાપાત્ર એડવાન્સ ટેક્સ 30મી જૂન 2020 કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ 31મી જુલાઇ 2020 સુધીમાં ભરવું હિતાવહ રહેશે. આવકવેરાના નવા નિયમ 114-1 હેઠળ જાહેર કરાયેલ ફોર્મ 26AS અન્વયે કરદાતાના કેસમાં હવે તેના દ્વારા કરાયેલ આવકવેરાની ચૂકવણી કે તેના કેસમાં કપાયેલ TDS કે TDSની માહિતી ઉપરાંત.


સ્પેસિફાઇડ ફિનાશ્યિલ ટ્રાન્ઝેક્શન સંબંધી માહિતી પણ આ ફોર્મમાં અપલોડ કરવામાં આવશે. 2020ના નાણાંકીય ધારા અન્વયે દાખલ કરાયેલી નવી કલમ 285BB હેઠળ કરાદાતા દ્વારા નિયત મર્યાદાથી વધુ કરવામાં આવેલ રોકડ વ્યવહારો, ખર્ચ, રોકાણ વગેરે સંબંધી માહિતી 26ASમાં દર્શાવાશે આ ઉપરાંત કરદાતાના કેસમાં તેની પેન્ડિંગ કે કમ્પ્લિટેડ આવકવેરા કાર્યવાહીની વિગતોની માહિતી પણ ફોર્મમાં દર્શાવશે.


ફોર્મ 26ASના નવા અવતાર હેઠળ કરદાતાના નિયત નાણાંકીય વ્યવહારોનો સમાવેશ કરવાનો મુખ્ય આશય તેને એ બાબતે સતર્ક કરવાનો છે કે આ માહિતી આવકવેરા ખાતાની જાણમાં છે અને તે સંદર્ભમાં તેનું આવકવેરા રીટર્ન ભરતાં સમયે તેની યોગ્ય આવકવેરા જવાબદારી અદા કરવામાં આવે છે. આવકવેરા રિબેટ સંબંધી રૂપિયા 5 લાખની મર્યાદાની નજીક હોય તેવા કરદાતાઓ માટે કપાતનો લાભ લેવાનું સલાહભર્યુ બની રહે છે.


રૂપિયા 15 લાખથી વધુ ગ્રોસ આવક હોય તેવા કેસમાં રૂપિયા 2.50 લાખથી વધુ કપાતો હોય તો જૂની અન્યથા નવી યોજના લાભદાયી રહે છે. પગારદાર કરદાતાએ તેના માલિકને તેની પસંદગીની જાણ કરવી જોઇએ. ધંધાદારી કરદાતાએ તેની પસંદગી માત્ર એકવાર બદલી શકશે.