ટેક્સ પ્લાનિંગ: મોરેશિયસ ટેક્સ સંધિ અંગ ચર્ચા

1983થી ભારત અને મોરેશ્યિસ વચ્ચે ટેક્સની ટ્રીટી કરવામાં આવી હતી. 33 વર્ષ બાદ આ ટેક્સ ટ્રીટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ના રોજ પ્રકાશિત Fri, 13, 2016 પર 17:41  |  સ્ત્રોત : CNBC-Bajar

1983થી ભારત અને મોરેશ્યિસ વચ્ચે ટેક્સની ટ્રીટી કરવામાં આવી હતી. 33 વર્ષ બાદ આ ટેક્સ ટ્રીટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંધિ મુજબ કોઇપણ મોરેશ્યિસ કંપની ભારતમાં શેર કે સિક્યોરિટીઝમાં રોકાણ કરે તેની મૂડીનફાની આવક સંપૂર્ણ કરમુક્ત ગણાય. જ્યાં સુધી મૂડી બજારમાં લાંબા ગાળાનો મૂડી નફો કરપાત્ર હતો ત્યાં સુધી તો સંપૂર્ણ લાભ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો લાભ મળતો હતો.


ત્યારબાદ 1997-98થી સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનું સામ્રાજ્ય જ્યારથી આવ્યું ત્યારથી લાંબા ગાળાનો મૂડીનફો કરમુક્ત ગણવામાં આવ્યો છે. વિસંવાદિતા એવી હતી કે ભારતનો રોકાણકાર હોય કે મોરેશ્યિસ સિવાયના અન્ય દેશમાંથી રોકાણ કર્યું હોય તો તેમણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 15 ટકાનો ટેક્સ ભરવાનો રહેતો.


જો રોકાણકારને મોરેશ્યિસનો ટેગ હોય તો સંપૂર્ણ કરમુક્તિ રહેતી હતી. આમાં ટેક્સ ટ્રીટીનો લાભ લેવા માટે જેન્યુઇન ન હોવા એવા ટ્રાન્ઝેક્શન રાઉન્ડ ટ્રીપીંગ કે ટ્રીટી શોપિંગ જેવી પ્રેકટીસ થવા લાગી હતી. છેલ્લાં ઘણાં વર્ષોથી સરકાર અને આવકવેરા વિભાગનો પ્રયાસ હતો કે આ ટ્રીટીમાં કોઇ ફેરફાર લાવવો જરૂરી છે.

જેમણે આ ટ્રીટીના સંદર્ભમાં જે સુધારા સૂચવ્યા છે અને બંને પક્ષે તેનો જે અમલ કરાયો છે તે યથા યોગ્ય છે. એક ટેક્સ એક્સપર્ટ તરીકે મારા મતે પણ મોરેશ્યિસ રૂટ પરથી આવતાં વિદેશી રોકાણકારને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની છૂટ યોગ્ય નહોતી. મે 2016થી માર્ચ 2017 સુધીના સમયગાળામાં વ્યાપક રોકાણ થતું પણ દેખાય શકે છે.


આ ટ્રીટી અનુસાર માર્ચ 2017માં જે રોકાણ થશે તેને ગ્રાન્ડ ફાધરિંગ બેનિફીટ આપીશું. અર્થાત માર્ચ 2017 સુધીમાં જે રોકાણ એફઆઇઆઇ દ્વારા રોકાણ કરશે તેના ઉપર કરપાત્રતા નહીં રહે. ત્યારબાદ એપ્રિલ 2017થી માર્ચ 2019 દરમિયાનના રોકાણ ઉપર 50 ટકા જ ટેક્સ ચૂકવવાનો રહેશે. એટલે કે 15 ટકાના ટેક્સના બદલે તેમને 7.5 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. જ્યારે એપ્રિલ 2019થી મોરેશ્યિસના રોકાણકાર તેમજ અન્ય એફઆઇઆઇ અને સ્થાનિક રોકાણકાર માટે લેવલ પ્લેયિંગ ફિલ્ડ બનશે.

સવાલ: મેં રૂપિયા 15 લાખનું રોકાણ કંપનીની એફડીમાં કર્યું છે જેમાં રૂપિયા 13 લાખ ક્યુમ્યુલિટીવ પ્લાન અંતર્ગત મૂક્યા છે અને રૂપિયા 2 લાખ વ્યાજ મળે એમ મૂક્યા છે, હવે ક્યુમ્યુલિટીવ પ્લાન અંતર્ગત જે વ્યાજ મળે છે તેના ઉપર કરપાત્ર રહેશે કે નહીં અને મને ડિસેમ્બર 2016માં 60 વર્ષ પૂર્ણ થાય છે તો મારે 15G કે 15H ફોર્મ બેમાંથી કયુ ફોર્મ રજૂ કરવાનું રહેશે?

જવાબ: ડિસેમ્બર 2016માં તે 60 વર્ષ પૂર્ણ કરે છે તેથી તેમને નાણાંકીય વર્ષ 2017 માટે તેમને સિનિયર સિટિઝન હોવાનો લાભ મળી શકે છે. તમે સિનિયર સિટિઝન થાવ એટલે તમારે 15H ફોર્મ રજૂ કરવાનું રહેશે. આવકવેરા કાયદાની કલમ 5 અને સીબીડીટી અનુસાર જે ક્યુમ્યુલિટીવ વ્યાજ તમને મળે છે ભલે તે તમારે ખાતે જમા થાય કે નહીં, એ આવક તો છે જ.


આવક દર્શાવવા કરદાતાં તેની હિસાબી પદ્ધતિ પસંદ કરી શકે છે જેમાં કેશ એકાઉન્ટિંગ અને એક્રુઅલ એકાઉન્ટિંગ સિસ્ટમ. એક્રુઅલ એકાઉન્ટિંગ સિસ્ટમમાં વ્યાજની આવક તમારા ખાતે જમા ન થઇ હોય તો પણ દર્શાવવી પડી અને ટીડીએ ક્રેડિટ માટે ક્લેઇમ કરવાનો રહે. કેશ એકાઉન્ટિંગ સિસ્ટમનો ફાયદો એ છે કે જ્યાં સુધી વ્યાજની આવક ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી કોઇ ટેક્સ ભરવાનો રહેતો નથી.


પરંતુ ટીડીએસ આગળના વર્ષમાં એક્રુઅલ બેઝિસ પર ટીડીએસ થઇ જશે તેથી પછીના વર્ષોમાં ટેક્સ ક્રેડિટ બતાવી શકશો નહીં. કલમ 199 હેઠળ જે વર્ષમાં તમે આવક દર્શાવો તે જ વર્ષમાં ટીડીએસની ક્રેડિટ માંગી શકો. આ બાબત ખ્યાલમાં રાખી આપની એકાઉન્ટિંગ સિસ્ટમ પસંદ કરી શકો છો પરંતુ કોઇ અગત્યના કારણોસર જે સિસ્ટમ પસંદ કરો તેને બદલશો નહીં.

સવાલ: રૂપિયા દસ લાખની ઉપરના ડિવિડન્ડ ઉપર 10 ટકા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ભરવાનો રહે છે તો મારા ઇક્વિટી લિન્ક મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રીબ્યુશન પર ટેક્સ ભરવાનો રહેશે?

જવાબ: નાણાંકીય ધારા 2016 અંતર્ગત એક નવી કલમ 115DDBA મુજબ જોગવાઇ કરવામાં આવી છે. આ કલમ અનુસાર માત્ર ઇક્વિટી કે પ્રેફરન્સ શેર્સના ડિવિડન્ડ ઉપર ટેક્સ લાગશે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી લિન્ક ફંડના ડિવિડન્ડ ઉપર ટેક્સ લાગશે નહીં. 2016નો નાણાંકીય ધારો સંસદમાં પસાર કરવામાં આવ્યો ત્યારે ડીડીટી પરનો એક મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે.


જે મુજબ રૂપિયા 10 લાખ બેઝિક એક્ઝમ્પ્શન આપવામાં આવશે તેના ઉપરના ડિવિડન્ડ ઉપર 10 ટકા લેખે ટેક્સ ભરવાનો રહેશે. અર્થાત રૂપિયા 12 લાખના ડિવિડન્ડ ઉપર રૂપિયા 2 લાખનો ડીડીટી 10 ટકા ભરવાનો રહેશે.

સવાલ: મારી પાસે ખેતીની જમીન છે જેને એનએ અને પ્લોટિંગ કરાવીને વેચવાનું આયોજન છે. હવે આમાંથી મારે 50 ટકા રકમ મારા બહેનને ગિફ્ટ આપવી છે તો મારે જમીન જ ગિફ્ટ આપવી જોઇએ કે નાણાંની ભેટ આપવી ટેક્સ પ્લાનિંગની દ્રષ્ટ્રીએ શું કરવું જોઇએ?

જવાબ: તમે જો પહેલાં બહેનને જમીનની બક્ષિસ આપવા માંગો તો તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહે. પરંતુ જેમ આપને મૂડીનફો થાય તેમ બહેનને નાણાં આપો છો તો તેમને મૂડીનફો થશે. મૂડીનફો જો આપના અને બહેન વચ્ચે વહેંચવામાં આવશે તો અહીં બે યુનિટ દ્વારા મૂડીનફા આયોજન થશે.


ધારો કે જમીનની કિંમત રૂપિયા 1 કરોડ હોય તો રૂપિયા 50-50 લાખનું બે યુનિટમાં મૂડીનફાનું આયોજન થાય. એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવી કે મૂડીનફાનું આયોજન તેમાંથી આપને શું સાનુકૂળ આવે છે તે કરી શકાય.

સવાલ: મારી પાસે વારસાઇની જમીન જે પારડી મ્યુનિસિપલ કોર્પોરેશનથી 5-6 કિલોમીટરના અંતરે છે હાલ પારડી મ્યુનિસિપલ કોર્પોરેશનની વસ્તી 2011ના સેન્સસ પ્રમાણે 10 હજારની છે તો આ કિસ્સામાં લાંબાગાળાના મૂડીનફા અંગેની પાત્રતા રહેશે કે નહીં?

જવાબ: આપને સૌપ્રથમ તો એમ કહીશ કે લાંબાગાળાના મૂડીનફાનો સંપૂર્ણ લાભ રહેશે. પારડી મ્યુનિસિપલની વસ્તી 10 હજાર છે તેના એરિયલ વ્યુના 2 કિલોમીટરથી દૂરના વિસ્તારમાં આવેલી હોય તો તેના ઉપર મૂડીનફો અમલી બનશે નહીં.