ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 28, 2019 પર 17:26  |  સ્ત્રોત : CNBC-Bajar

સિનિયર સિટીઝનો માટે 22 મે 2019ના રોજ આવકવેરા નિયમમાં ફેરફારના આધારે ફોર્મ 15Hની રજૂઆતમાં વિશેષ છૂટનો લાભ જાહેર કરવામાં આવ્યો છે જેની ઘણી મોટી રાહત સૌ સિનિયર સિટીઝનોને મળી શકે. તો આ અંગે આજે આપણે વિસ્તૃત સમજ મેળવીશું, તો તેની સમજ મેળવવા સ્વાગત કરવા માંગીશ આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું.


ફોર્મ 15H ની વિશેષ રાહત અંગે-


સિનિયર સિટીઝનના કેસમાં જેને વ્યાજની આવક હોય અને દાવો કરે કે તેમને ટેક્સ ભરવાનો થતો નથી, તો બૅન્ક કે વ્યાજ ચૂકવનાર એજન્સી દ્વારા TDS કપાયા વિના વ્યાજ ચૂકવવામાં આવે તેવી જોગવાઈ છે. ફેબ્રુઆરી 2019માં રજૂ થયેલા અંદાજપત્રમાં કરાયેલી જોગવાઈ અનુસાર કલમ 87A હેઠળ રૂપિયા 12,500 સુધીની રિબેટનો લાભ મળી શકે છે તે જાહેરાત કરવામાં આવી છે.


15H રજૂ કરવાના સંદર્ભમાં રિબેટનો લાભ ગણતા જો ટેક્સ ભરવા પાત્ર થતો ન હોય તો આ લાભ મળી શકે છે. જાહેર કરાયેલા નોટિફિકેશનમાં રૂપિયા 5 લાખથી કરપાત્ર આવક વધતી ન હોય તેવા તમામ કેસમાં 15H રજૂ કરી 0 TDSનો લાભ લઈ શકાય છે.


સવાલ-


મારી પુત્રી તેની માતાને લોન આપી શકે કે નહિં? અને તે લોન માટે શું કોઈ નિશ્ચિત સમય રહે કે ઈચ્છે તે પ્રમાણે સમય ગોઠવી શકે? લોન આપવા માટે કોઈ લિગલ ડોક્યુમેન્ટની જરૂરત પડે કે કેમ?


જવાબ-


તમારા પુત્રી તેમના માતાને વ્યાજ વિનાની લોન આપી શકે છે. લોન માટેનો સમય આપનાર અને લેનાર વચ્ચે નક્કી કરી શકાય છે. કાયદાકિય રીતે કોઈ સમસ્યા ઉપસ્થિત થઈ શકે નહિં. કોઈપણ પ્રકારની કાલ્પનિક આવક પર ટેક્સ લાદી શકાય નહિં. તમે જો પરિવારમાં જ લોન આપવા માંગતા હો તો કોઈ કાગળ કે ડોક્યુમેન્ટ બનાવવા ફરજીયાત નથી.


સવલ-


જ્યારે એસેસીનું અવસાન થાય ત્યારે રિટર્ન તેના વારસદાર ભરતા હોય છે, તો શું કોઈ રિટર્નના ફોર્મમાં તેવી કોઈ કોલમ હોય છે જેમા ખ્યાલ આવે કે રિટર્ન કોના દ્વારા ભરવામાં આવ્યું છે?


જવાબ-


આવકવેરાનું રિટર્ન ભરાય તે કરદાતાના નામ તેમજ પાન નંબર સાથે ભરાય છે. જ્યારે કરદાતા હયાત હોય અને રિટર્ન ભરતા હોય તો તેઓ પ્રત્યક્ષ સહિ કરી ભરે છે. જો કરદાતાનું અવસાન થયું હોય તો તેના કેસમાં તેના કાનુની પ્રતિનિધી તેમાં સહિ સાથે તેનો હોદ્દો દર્શાવી ભરી શકે છે.


જે સમયનું તમે રિટર્ન ભરો છો તે સમય દરમિયાન તે કરદાતા હયાત હતાં તે સમયનું તમે રિટર્ન ભરી શકો છો. જો તમે Legal Heir તરીકે કોઈ સંજોગોમાં રિટર્ન ભરવાનું ચાલુ રાખવું પડે તેવી પરિસ્થિતી હોય તો તમે આવકવેરાની પોર્ટલ પર જઈ તમાને કાનૂની વારસદાર તરીકે રજીસ્ટર કરી શકો છો અને ફાઈલિંગની પ્રક્રિયા ચાલુ રાખી શકો છો.


સવાલ-


નવા નિયમ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, તેના અંતર્ગત મને એલઆઈસીમાં સુપર એન્યુએશન ફંડ મળે છે તો શું મને સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ મળી શકે?


જવાબ-


તમે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈ શકો છો. સીબીડીટી એ પરિપત્ર બહાર પાડ્યો છે જેમા તેનો લાભ માત્ર નોકરિયાતને જ નહિં પણ પેન્શનર્સને પણ મળશે. પેન્શન 2 રીતે મળે છે જેમા સરકાર પોતે ડાઈરેક્ટ આપે છે અને બીજામાં માલિકો સુપર એન્યુએશન ફંડ તૈયાર કરી કોઈ અન્ય કંપનીને આપી તેમાંથી પેન્શન મળવાનો પ્લાન હોય છે, જેથી આ બન્ને પગારની આવક ગણી સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળી શકશે.


સવાલ-


મારી કુલ આવક રૂપિયા 2,40,000 છે, મને એલટીસીજીમાં રૂપિયા 27,000 છે અને એસટીસીજીની આવક રૂપિયા 9000 છે તો મારે ક્યું આઈટીઆર ભરવાનું રહેશે?


જવાબ-


તમારે ITR 2 ભરવાનું રહેશે. જો તમારી કુલ ગ્રોસ આવક રૂપિયા 3 લાખથી વધતી ન હોય અને રિફંડ લેવા પાત્ર ન હોય તો આવકવેરાનું રિફંડ ભરવું તમારા માટે ફરજીયાત નથી.


સવાલ-


હું સિનિયર સિટીઝન અને પેન્શનર છું, મે જે યુનિટ લિંક પેન્શન પ્લાન લીધો હતો તેની મુદત 10 વર્ષ હતી, જેની ફંડ વેલ્યુ રૂપિયા 1,80,000 મળી તે રકમ ક્યા દર્શાવી શકાય?


જવાબ-


જો સિંગલ પ્રિમિયમ પોલિસી હોય તો તમને જે ગેઈન થાય તે કલમ 10 10D હેઠળ કરમુક્ત નથી અને તેના ઉપર આવકવેરો લાગુ પડે છે. તમે જે પ્રિમીયમ ભર્યું છે તેના આધારે તમને ટેક્સ ભરવાનો રહેશે. પ્રિમિયમ કરતા વધારે રકમ મળે છે તે ઈનકમ ફ્રોમ અધર સોર્સ દર્શાવવાની રહેશે.


સવાલ-


મે મારો બિઝનેસ મારા ભાણેજને આપ્યો છે, તો તે મને કેટલું કમિશન આપી શકે? તેમજ જો હું કંપની માટે કોઈ ખર્ચ કરું તો તે મારે ક્યાં દર્શાવવાનો રહે?


જવાબ-


માર્કેટ નોર્મ્સ પ્રમાણે તે તમને કમિશન આપી શકે છે. તમે એગ્રિમેન્ટ બનાવી કમિશન લઈ શકો છો. કમિશન કમાવા માટે તમે જે ખર્ચ કર્યો હોય તે તમને મજરે મળે છે. તમારો કમિશનનો વકરો જો `10 લાખ કરતા વધારે થતો હોય તો તમારે એકાઉન્ટ બુક મેઈન્ટેન રાખવી જોઈએ.