ટેક્સ પ્લાનિંગ: 30 સપ્ટેમ્બરનું આવકવેરા માટે મહત્વ

ના રોજ પ્રકાશિત Fri, 27, 2019 પર 18:25  |  સ્ત્રોત : CNBC-Bajar

કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 2019-20


જેમની પાસે લોંગટર્મ કેપિટલ એસેટ હોય તેઓ આ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સની રાહ જોતા હોય છે. સ્થાવર મિલક્ત જેવી કે જમીન, મકાન અને સોના-ચાંદીનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશનની ગણતરી કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ માટે મહત્ત્વની રહે છે. દર વર્ષે સીબીડીટી દ્વારા વાર્ષિક ધોરણે તેની જાહેરાત કરવામાં આવે છે.


2001માં કોઇ મકાન 10 લાખ રૂપિયામાં ખરીદી કરી છે. અને આજે આ મકાન 40 લાખ રૂપિયામાં વેચે તો તેમને 30 લાખ રૂપિયાનો નફો નથી. કારણ કે આ નફામાં ફુગાવાના કારણે રૂપિયાનું અવમૂલ્યન થયું હશે.


2001નો કોસ્ટ ઓફ ઇનફ્લેશન ઇન્ડેક્સ 100 હતો જે 2019-20માં 289 છે. જો ચાલુ વર્ષે આ વેચાણ કરવામાં આવે તો 2.89 ગણી વેલ્યુ ગણવાની રહે છે. પરિણામે હાલની ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન મુજબ 28 લાખ 90 હજાર રૂપિયા ગણાય છે. કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સની ગણતરી કર્યા બાદ વધતી રકમ મૂડીનફો ગણાય છે.


30મી સપ્ટેમ્બર આવકવેરાની દ્રષ્ટ્રીએ શું મહત્ત્વ છે


ઓડિટવાળા રિટર્ન ભરવા માટેની આ છેલ્લી તારીખ છે. આ વખતે ઓડિટેડ કેસમાં રિટર્ન ભરવાની તારીખ 31 ઓક્ટોબર 2019 સુધી લંબાવવામાં આવી છે. 2018-19ના નાણાંકીય વર્ષ માટેના આવકવેરા રિટર્ન ભર્યું હોય છે. તેવા દરેક સંબંધિત રિટર્નના સ્ક્રૂટીનીની માટેની નોટિસ બજાવવાની પણ છેલ્લી તારીખ છે.


ગત નાણાંકીય વર્ષમાં ભરાયેલા રિટર્નની સ્ક્રૂટીનીની થશે કે નહીં તે 30મી સપ્ટેમ્બર સુધીમાં ખ્યાલ આવશે. ઇ-એસેસમેન્ટની કાર્યવાહીના સંદર્ભમાં નોટિસ ઇશ્યુ થવાની શરૂ થઇ ચૂકી છે. જો કોઇ નોટિસ નહીં આવે તો આપનું રિટર્ન જેમ આપે ભર્યું છે તે સ્વીકાર થઇ ચૂક્યું છે.


સવાલ-


મારા ભાઇએ 2011માં 23.68 લાખમાં ફ્લેટ ખરીદ્યો અને હવે તેઓ કેનેડાના સિટીઝન થઇ ગયા છે તો આ ફ્લેટનું વેચાણ કરું તો તેના ઉપર ટીડીએસ ભરવો પડે અને રિફંડ લેવાનો રહે?


જવાબ-


એનઆરઇની ભારતની કોઇપણ આવક ઉપર ટેક્સ ભરવાનો રહેશે. 289ની કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સનો બેઝ લઇને આપને ગણતરી કરવાની રહેશે. આવકવેરા કાયદાની કલમ 195 હેઠળ 20.8 ટકાના દરે ટીડીએસ ખરીદનારે કરવાનો રહે છે.


આ ટીડીએસ ભર્યા બાદ આપને કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહે છે. તમારે તમારા ખરીદનારને વર્કિંગ કરીને ટીડીએસ કપાતની વિગત આપવી જોઇએ. જો કોઇ વધારાનો ટેક્સ ભરાયો હશે તો આવકવેરા રિટર્ન ભરતાં સમયે રિફંડ ક્લેઇમ કરી શકો છો. પાવર ઓફ એટર્નીથી વેચાણ કરવામાં કોઇ મુશ્કેલી નથી.


સવાલ-


મારા બંને પુત્રો માઇનર છે અને મારા તેમજ મારા પિતાનું એચયુએફ છે તો એક રોકાણ એચયુએફમાંથી અને એક પર્સનલ એકાઉન્ટમાંથી રોકાણ કરી શકાય?


જવાબ-


તમે તમારા પર્સનલ એકાઉન્ટમાંથી પીપીએફમાં રોકાણ કરો છો તો તે સંપૂર્ણ બાદ મળી શકશે. એચયુએફ તેના સભ્યના કોઇપણના પીપીએફમાં રોકાણ કરે છે તો તે કલમ 80સી હેઠળ બાદ મળશે. એચયુએફમાંથી જે રોકાણ થશે તેના પર કર કપાતનો લાભ એચયુએફને મળશે.


સવાલ-


મારા માતાની ઉંમર 79 છે અને ગત વર્ષ સુધી તેમની આવક 3 લાખ રૂપિયા સુધીની મેઇનટેઇન કરી છે આ વર્ષે વધારાના ઇન્વેસ્ટમેન્ટ સાથે 5 લાખની આવક થઇ છે તો તેના ઉપર રિટર્ન ભરવાનું રહે?


જવાબ-


આપના માતાની કરમુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાની છે. આપના માતાની કુલ ગ્રોસ આવક 3 લાખ રૂપિયાથી વધુ હોય તો રિટર્ન ભરવું પડશે. કુલ ગ્રોસ આવક 3 લાખ રૂપિયાથી વધારે છે તેથી આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત છે. આવકવેરા રિટર્ન ભરવું પડે પરંતુ ટેક્સ ભરવાની જવાબદારી ઉભી થાય તે જરૂરી નથી.


ચાલુ વર્ષથી કુલ કરપાત્ર આવક 5 લાખ રૂપિયાની અંદર રહેતી હોય તો કરવેરા ભરવાનો રહેશે નહીં. કારણ કે કલમ 87A હેઠળ 12500 રૂપિયાના રિબેટનો લાભ મળી શકે છે. આપના કિસ્સામાં ટેક્સ ભરવાનો શૂન્ય રહે છે પરંતુ રિટર્ન ભરવાનું ફરજિયાત રહેશે.


સવાલ-


હું 30 વર્ષ દુબઇમાં હતો અને 5 વર્ષથી ભારતમાં છું તો દુબઇમાં રોકાયેલા રૂપિયા ભારતમાં કેવી રીતે લાવી શકાય?


જવાબ-


તમે તમારા અહીંના રેસિડેન્ટ એકાઉન્ટમાં આ રકમ મંગાવી શકો છો. વિદેશમાં જે તમારું રોકાણ હતું તે તમે 5 વર્ષમાં આવકવેરા રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. અગાઉના રિટર્ન રિવાઇઝ થઇ શકશે નહીં પરંતુ ચાલુ વર્ષનું રિટર્ન રિવાઇઝ કરીને તેમાં વિદેશની આવક કે મિલક્ત તેમાં દર્શાવવાનું રહેશે.


આવકવેરા રિટર્નમાં આવકવેરા વિભાગ પૂછી શકે કે પાછલા વર્ષોમાં તેની વિગત કેમ આપી નથી. પરંતુ તમારા કેસમાં 5 વર્ષમાં કોઇ આવક થઇ નથી તેની ટેક્નિકલ ફોલ્ટ ગણાવી શકાય છે. તમને આ પ્રકારની વિગત આપવાની વિગતો આપની પાસે ન હોતી. પરંતુ ત્યારબાદ જે આવક થાય છે તેના ઉપર ટેક્સ ચૂકવવાનો હોય તે ચૂકવજો.


સવાલ-


રહેણાંક મકાનના વેચાણ ઉપર જે રકમ આવે તે અન્ય નવા મકાન ઉપરની લોન ચૂકવવા માટે વાપરીએ તો કોઇ લાભ થશે?


જવાબ-


માત્ર લોન ચૂકતે કરવા માટે નાણાનો ઉપયોગ કરો તો કોઇ લાભ થશે નહીં. પરંતુ તમે જ્યારે મકાનનું વેચાણ કરો છો તો તેના 12 મહિના પૂર્વે કે બાદમાં 2 વર્ષમાં બીજું મકાન ખરીદો છો તેમાં મૂડીનફાની કપાતનો લાભ મળશે. ફક્ત લોનની ચૂકવણી કરવામાં આપને મૂડીનફાની કપાતનો લાભ મળશે નહીં.