ટેક્સ પ્લાનિંગ: કેશ ડિપોઝીટનાં ઓનલાઇન વેરીફીકેશન અંગે

ના રોજ પ્રકાશિત Fri, 10, 2017 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

કેશ ડિપોઝિટ્સ ઓનલાઇન વેરિફિકેશનનો આશય રોકડનો સોર્સ જાણવાનો છે. રોકડ રકમ બેન્કમાં જમા કરવાથી બ્લેકમની વ્હાઇટ મની નથી બનતાં છે. તમામ બેન્કોને રૂપિયા 2.5થી વધુ રકમ જમા થઇ હોય તેના એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટ સબમિટ કરવાનું કહ્યું હતું. રૂપિયા 2.5 કે તેથી ઓછી રકમ જમા કરાવવી હોય તો તેના અંગેની ચિંતા કરવાની જરૂર નથી. રૂપિયા 5 લાખથી ઉપરની રકમ જમા થઇ છે તેના ઉપર 18 લાખ નોટીસ આવકવેરા વિભાગ દ્વારા પાઠવવામાં આવી છે.


રૂપિયા 2 થી 80 લાખની રકમ 1.09 કરોડ ખાતાઓમાં જમા કરાવવામાં આવી છે. તેની સરેરાશ ખાતા દીઠ રકમ રૂપિયા 5.03 લાખ છે. આમ આવા ખાતાઓમાં જમા કરાયેલ કુલ રકમ રૂપિયા 5.5 લાખ કરોડ છે. રૂપિયા 80 લાખથી વધુ રકમ જે ખાતાઓમાં જમા કરાવવામાં આવી છે તે ખાતાની સંખ્યા 1.5 લાખ છે અને સરેરાશ જમા રકમ રૂપિયા 3.30 કરોડ છે. તેથી આવા ખાતાઓમાં કુલ રૂપિયા 5 લાખ કરોડ જમા થયા છે.


રૂપિયા 2.5 લાખ સુધી ચિંતાનું કોઇ કારણ નથી, હાલ રૂપિયા 2.5થી 5 લાખની જમા રકમ ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ઓનલાઇન વેરિફિકેશન ઓફ કેશ ડિપોઝિટ્સ ઉપર નોટીસ આપવામાં આવી છે. કોઇ કરદાતાએ આવકવેરા અધિકારી સમક્ષ હાજર થવાનું નથી. ઇ-ફાઇલિંગ અનુસારના મોબાઇલ નંબર અને ઇમેઇલ પર નોટીસ પાઠવીને રોકડનો સ્ત્રોત અને તેના અંગેનો ખુલાસો આપવાનો રહેશે.


જો કે આ રજૂ કરવામાં આવતી માહિતી ઘણી મહત્ત્વની રહેશે, જો આવકવેરા વિભાગને કોઇ ગેરરીતિ લાગે તો જે-તે કરદાતાને આવકવેરા અધિકારી સમક્ષ હાજર થવાનું કહી શકે છે. આ વિષય પરની સમજદારી કેળવીને આપની ડિપોઝિટ્સને યોગ્ય રીતે સમજાવવી જરૂરી છે. અહીંયા ડરવાની કોઇ જરૂર નથી.


ડિમોનેટાઇઝેશન બાદ ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જો કોઇ ડિપોઝિટ્સ જમા કરવા માંગતા હોવ અને તેના અંગે કોઇ ખુલાસો નથી. તો તેને 49% ટેક્સ અને 25% રકમ 3 વર્ષ માટે જમા કરાવો તો આગળ કોઇ કાર્યવાહી નહીં થાય છે. આ ડિપોઝિટ્સને પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના સાથે જોડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.


આ યોજનાને આઇડીએસ-2 તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે રૂપિયા 25 લાખ જમા કરાવો છો તેમાંથી રૂપિયા 18 લાખ અંગેનો ખુલાસો આપી શકો છો. પરંતુ રૂપિયા 7 લાખ નો કોઇ ખુલાસો નથી. તો રૂપિયા 7 લાખને ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખુલાસો કરવામાં આવે તો કરવેરો ભરીને મુશ્કેલીમાંથી બચી શકો છો.


સૌથી મહત્ત્વનું વ્યવહારૂ સૂચન એ છે કે કેશ ડિપોઝિટ્સને સમજાવવામાં પાછા પડ્યા અને આવકવેરા વિભાગ કાર્યવાહી કરે તો મુશ્કેલી છે. આવકવેરા વિભાગને કેશ ડિપોઝિટ્સને સમજાવવામાં નિષ્ફળ રહો તો 83.25% સુધીનો ટેક્સ અને પેનલ્ટી ભરવી પડી શકે છે.


આ ઉપરાંત જેલની સજા ભોગવવાનો પણ વારો આવી શકે છે. તેથી જે કરદાતાઓ કેશ ડિપોઝિટ્સને સમજાવી ન શકે તેમણે પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના અંગેની સમજ મેળવીને તેમાં આ રકમ અંગેનો ખુલાસો કરીને ટેક્સ ભરી આપવો સારૂ રહેશે. કારણ કે અહીંયા 49% ટેક્સ અને પેનલ્ટી ભરવાની રહે અને 25% રકમ 3 વર્ષના લોક-ઇનમાં ડિપોઝીટ રાખવાની રહે છે.