ટેક્સ પ્લાનિંગ: ટીસીએસની જોગવાઈ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 10, 2016 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ટીસીએસ શું છે અને તેની નવી નાણાકીય જોગવાઇઓ શું છે. 1લી જૂન 2016થી ટીસીએસની લગતી મહત્ત્વપૂર્ણ જોગવાઇઓ અમલી બને છે. ખાસ કરીને ધંધો વ્યવસાય કરતાં કરદાતા તેમજ અન્ય કરદાતાંઓને જાણવી જરૂરી છે. ટેક્સ ક્લેકટેડ એટ સોર્સ એટલે ટીસીએસ. આવકવેરા કાયદાની કલમ 206સી હેઠળ ટીસીએસને લગતી જોગવાઇ કરવામાં આવી છે. વેચનાર વ્યક્તિ દ્વારા ખરીદનાર વ્યક્તિ પાસેથી વધારાનો એક ટેક્સ ટીસીએસ વસુલ કરવામાં આવે છે.


તમે સોના-ચાંદીની ખરીદી કરો અને રૂપિયા બે લાખથી વધુની ખરીદી ઉપર રોકડમાં ચૂકવણી કરો તો તેના ઉપર 1 ટકા ટીસીએસ વસુલ કરવામાં આવે છે. જ્વેલરીના કેસમાં આ મર્યાદા રૂપિયા 5 લાખ રૂપિયાની છે. રોકડમાં ખરીદીના વ્યવહારો ઉપર અંકુશ મેળવવા માટે ટીસીએસની જોગવાઇને વિસ્તારવામાં આવી છે. 1લી જૂન 2016થી બે નવી જોગવાઇ કરવામાં આવી છે. જેમાં પ્રથમ રૂપિયા 10 લાખથી વધુ કિંમતની મોટરકારની ખરીદી કરવામાં આવે તેના સંદર્ભમાં ટીસીએસની વસુલાત કરવામાં આવશે.


મોટરકારના સંદર્ભમાં રૂપિયા દસ લાખથી વધુની કિંમતની કાર જો ચેકથી ખરીદવામાં આવે તો પણ તેના ઉપર વેચનાર એક ટકા ટીસીએસ તરીકે વસુલ કરશે. ધારો કે તમે એક મોટરકાર ખરીદ કરો છો તેની કિંમત રૂપિયા 15 લાખ છે તેના ઉપર વેચનાર એક ટકા ટીસીએસ વસુલ કરશે. આ ટીસીએસ ફોર્મ નંબર 26એએસમાં જમા દેખાશે તેમજ વેચનારે ખરીદનારના પાન નંબરની વિગતો પણ આપવાની રહેશે. જો તમે રૂપિયા બે લાખનું રિટર્ન ભરતાં હોય તો તમે રૂપિયા 15 લાખની મોટરકારની ખરીદી કેવી રીતે તેના અંગેની તપાસ આવકવેરા ખાતું કરી શકે છે.


બીજી જોગવાઇ મુજબ રૂપિયા બે લાખથી વધુ કિંમતની કોઇપણ માલ કે સેવાની ખરીદી કરવામાં આવે તેમાં જો કોઇપણ રકમ રોકડમાં ચૂકવાશે તો તેના ઉપર એક ટકા ટીસીએસની વસુલાત થશે. અર્થાત ધારો કે કોઇ રૂપિયા 3 લાખનું ટેલિવિઝન ખરીદે છે તો તેના ઉપર એક ટકા ટીસીએસ સાથે આપને ડીલરને રૂપિયા 3 લાખ 3 હજાર ચૂકવવા પડશે. જો કે અન્ય વસ્તુઓના કેસમાં તાર્કિક રીતે વસ્તુઓ કે સેવાને અલગ અલગ કરવામાં આવે છે તો ટીસીએસમાંથી મુક્તિ મળી શકે છે.

ટીસીએસ ક્યારે અને કેટલી રકમના સંદર્ભમાં કરવાનો થશે. ખરીદનાર કે સેવા મેળવનાર વ્યક્તિ પાસેથી ટીસીએસ વસુલ કરવામાં આવે છે. તમામ શખ્સો સહિત સરકાર, કંપની, ભાગીદારી પેઢી, ટ્રસ્ટ કે કો-ઓપરેટ સોસાયટી એમ દરેકે ટીસીએસ વસુલ કરવાનો રહે છે. જ્યારે એચયુએફ અને વ્યક્તિના કેસમાં આવકવેરા કાયદાની કલમ 44એબી હેઠળ જે નિયત કરાયેલ વકરો છે તેનાથી વધુ જો વકરો હોય તો જ ટીસીએસ વસુલ કરવાની જવાબદારી રહેશે. ફોર્મ નંબર 49બી નું ફોર્મ ભરીને ટીસીએસ માટેનો ટીડીએસની જેમ નંબર લેવાનો રહેશે.


ટીડીએસની જોગવાઇની સંદર્ભમાં જે પ્રકાર વિગતો આપવાની રહે છે તેવી જ રીતે ટીસીએસ માટે પણ વિગતો આપવાની રહેશે. જો આપ રૂપિયા અઢી લાખની ખરીદી કરો છો તેમાં ફક્ત રૂપિયા  5 હજારની ચૂકવણી રોકડમાં કરો છો તો પણ રૂપિયા અઢી લાખ ઉપર 1 ટકા ટીસીએસ કરવામાં આવશે. જો કે આમાં સુધારો કરવા માટે સીબીડીટી બોર્ડ સમક્ષ રજૂઆતો પણ થઇ છે. ટીસીએસની કપાત કર્યા પછી જેણે કપાત કરી હોય તેને શું ધ્યાન રાખવાનું હોય. જાન્યુઆરી 2016થી પાન નંબર અંગેના નવા નિયમો અમલી બન્યા હતા તેની ચર્ચા કરી હતી.


ચાલુ નાણાંકીય વર્ષ માટે ધંધો-વ્યવસાય કરતાં કરદાતાઓએ ખાસ ધ્યાન રાખવું કે રૂપિયા બે લાખથી વધુ કિંમતનો માલ કે સેવાઓનું વેચાણ રોકડથી કરે છે તો તેના સંદર્ભમાં પાન મેળવવો જરૂરી છે. રૂપિયા બે લાખથી વધુ રોકડમાં ચૂકવણી કરવામાં આવી હોય તેમણે આ નાણાંકીય વર્ષના અંતથી ત્રણ મહિના સુધીમાં તેમણે ફોર્મ નંબર 61એ ભરીને તેના અંગેની વિસ્તૃત માહિતી આપવાની રહેશે. જો ટીસીએસ ઉપરાંત રૂપિયા બે લાખથી વધુની કિંમતની રોકડમાં માલ કે સેવા નાણાંકીય વર્ષ દરમિયાન ટુકડે ટુકડે આપતાં હોય તો પણ તેમણે તેની વિગતો ફોર્મ 61એ હેઠળ આપવી પડશે.