ટેક્સ પ્લાનિંગ: દર્શકોની સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2017 પર 17:52  |  સ્ત્રોત : CNBC-Bajar

પતિ-પત્ની એકબીજાને બક્ષિસ આપે તે કરમુક્ત છે. ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇઓ દાખલ કરવામાં આવી છે. બક્ષિસ થકી ઉભી થતી આવક બક્ષિસ આપનાર માટે આવક ગણાશે. સેક્શન 64ની અંતર્ગત આ જોગવાઇ લાવવામાં આવી છે. કોઇપણ રકમ કે વસ્તુ અવેજ વગર મળી હોય છે.


આ પ્રકારની બક્ષિસની આવક આપનારની આવકમાં ઉમેરાશે. ક્લબિંગ ઓફ ઇન્કમને સ્માર્ટલી પ્લાન કરવી જોઇએ. બક્ષિસનું રોકાણ એવા સાધનમાં કરો જેનું રિટર્ન કરમુક્ત છે. જેમ કે બોન્ડ અને શેરબજારમાં સાધનો પસંદ કરી શકો છો. તેમજ બક્ષિસની આવકનું પણ કરમુક્ત રોકાણ કરી શકો છો. આવકમાંથી ઉદ્દભવતી આવકનું રોકાણ કરી શકાય છે.


સેક્શન 64ની જોગવાઇ બક્ષિસના સંદર્ભમાં જ અમલી છે. પોતાની જ મૂડીમાંથી વ્યાજમુક્ત લોન આપી શકાય છે. લગ્નસાથીને અપાયેલી વ્યાજમુક્ત લોનમાં ક્લબિંગની જોગવાઇ અમલી નથી. ક્લબિંગના પ્રોવિઝન નડતાં હોય તો ત્યાં વ્યાજમુક્ત લોન આપો છે.


સગીર વયના બાળકો માટે પણ સેક્શન 64 જોગવાઇ લાગુ પડશે. સગીર બાળકોની બક્ષિસ માતા-પિતાની આવક સાથે ક્લબ થશે. સગીરની કળા-કૌશલ્યની આવક માતા-પિતા સાથે ક્લબ નહીં થાય છે. સગીર બાળકો માટેનું રોકાણ કરમુક્ત સાધનોમાં રોકાણ કરવું જોઇએ. સુકન્યા સમૃદ્ધિ યોજના કે પીપીએફમાં રોકાણ સલાહભર્યું રહેશે.


સવાલ-
મારી 50મી વર્ષગાંઠે મારા મિત્ર સમુદાય દ્વારા 5 લાખની કિંમતનું હોમ-થિયેટર ગિફ્ટમાં આપ્યું છે તેના ઉપર કરપાત્રતા શું રહેશે


જવાબ-
આપે આવકવેરાની ચિંતા કરવાનું કારણ નથી. નાણાંની બક્ષિસ 50 હજારથી વધુની બક્ષિસ કરપાત્ર છે. નિયત અપવાદ સિવાયની બક્ષિસ નિયત મર્યાદાથી વધુ કરપાત્ર છે. રોકડ સિવાયની બક્ષિસ નિયત વસ્તુઓને બાદ કરતાં કરમુક્ત છે. આપને હોમ થિયેટરની ભેટ કરમુક્ત રહેશે. હોમ થિયેટરના બદલે કાર કે ફર્નિચર પણ મળ્યા હોતો તે કરમુક્ત રહેશે. વસ્તુ સ્વરૂપી બક્ષિસ નિયત વસ્તુની યાદીમાં સમાવિષ્ટ છે કે નહીં. સગાં સિવાયની વ્યક્તિ પાસેથી બક્ષિસ લેતાં સમયે ધ્યાન રાખવું છે.


સવાલ-
મારા કઝીન દ્વારા એક હોસ્પિટલ સેટ અપ કરવામાં આવી છે જેમાં મારે એને 10 લાખ રૂપિયાની ગિફ્ટ આપવાની છે જેમાંથી એક્સ રે મશીન ખરીદી શકે તો આમાં કોઇ કરપાત્રતા રહે


જવાબ-
કઝીન ભાઇ કે બહેન સગાંઓની નિયત યાદીમાં છે કે નહીં તે ચેક કરો છો. તમે નાણાંની બદલે એક્સ-રે મશીન આપી શકો છો. કારણ કે એક્સ-રે મશીન કરપાત્ર બક્ષિસની યાદીમાં નથી.


સવાલ-
મારા પત્નીને કોઇ કરપાત્ર આવક નથી તેને મારા મિત્ર પાસેથી 4 લાખની બક્ષિસ મળે તો તેના સંબંધી કોઇ કરવેરાની જવાબદારી ઉપસ્થિત ન થાય તેના માટે કોઇ આયોજન થઇ શકે?


જવાબ-
અપવાદ સિવાય 50 હજારથી વધુ રકમ બક્ષિસ તરીકે કરપાત્ર ગણાશે. આપની પત્નીને મળતી રકમ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ ગણાવાની રહેશે. કરમુક્તિ મર્યાદાથી ઉપરની રકમ કરમુક્ત રોકાણમાં મૂકી શકો છો. 4 લાખ રૂપિયાની ભેટમાંથી 1.5 લાખનું રોકાણ 80C હેઠળ રોકી શકો છો.


સવાલ-
તમે જણાવ્યું હતું કે બક્ષિસ આયોજન માટે વસિયતનામાનો ઉપયોગ કેવી રીતે થાય છે?


જવાબ-
નિયત સગા પાસેથી મળેલી બક્ષિસ કરમુક્ત છે. તે જ રીતે લગ્નપ્રસંગે મળેલી બક્ષિસ મર્યાદા વગર કરમુક્ત છે. વસિયત હેઠળ જે રકમ બક્ષિસ તરીકે મળે તે કરમુક્ત છે. સગાં ન હોય તો પણ વસિયત હેઠળની બક્ષિસ કરમુક્ત રહેશે.