ટેક્સ પ્લાનિંગ: બજેટમાં NRI માટે થયેલી જાહેરાત અંગે સમજ

ના રોજ પ્રકાશિત Fri, 07, 2020 પર 17:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદાની કલમ 6 હેઠળ વ્યક્તિને રહીશ ગણવા માટેનો એક માપદંડ 182 દિવસનો છે. જે કોઇ વ્યક્તિ વિદેશમાં વસ્યા હોય અને ભારત આવતા-જતા હોય તેમના માટે હવે 120 દિવસનો માપદંડ નક્કી કર્યો છે. 120 દિવસ ભારતમાં રહેશે તો તેને રહીશ ગણવામાં આવશે. જો પરદેશમાં તે ટેક્સ રેસિડેન્ટ નહીં હોય તો તેને ભારતના રહીશ માની લેવામાં આવશે. તેવા વ્યક્તિ ઉપર ભારતના રહીશ માનીને તેના ઉપર ભારત સહિત બહારની આવક ઉપર પણ ટેક્સ લાગશે.


સરકારનો ઉદ્દેશ્ય ખોટી રીતે વિદેશમાં વસવાટ દર્શાવીને ટેકસ ચોરી કરતાં કરદાતાને અટકાવવાનો હતો. જો કે આ અંગે ખૂબ ઉહાપોહ અને રજૂઆતો કરવામાં આવી. CBDTએ સ્પષ્ટતાં કરી કે ટેક્સ ફ્રી દેશમાં વસતાં NRI બોનાફાઇડ વર્કર છે. તેમજ તેમની  વિદેશની આવકને ભારતના ઉદ્યોગ-ધંધા સાથે નિસ્બત ન હોઇતો. આ પ્રકારના NRIને આ જોગવાઇમાંથી રાહત આપવામાં આવી છે. પરંતુ હવે NRI 180 દિવસના બદલે બારતમાં 120 દિવસ જ રહેવાનું આયોજન કરવું પડશે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે કંપની દ્વારા જે  ડિવિડન્ડ વહેંચવામાં આવે તેના ઉપર DDTની કપાત કરવામાં આવતી હતી. પરંતુ હવે કંપની કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાંથી મુક્તિ આપી છે. હવે ડિવિડન્ડ ટેક્સ રોકાણકારના હાથમાં કરપાત્ર કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તેથી કંપની દ્વારા  10%નાં દરે TDS કરવાની જોગવાઇ કરવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફંડમાં જે રકમ યુનિટ હોલ્ડરને આપવામાં આવે તેના ઉપર TDSની જોગવાઇ કરવામાં આવી છે.

આ મુદ્દે 4 ફેબ્રુઆરી 2020ની અખબારી યાદી હેઠળ સ્પષ્ટતાં કરાઇ છે કે મ્યુચ્યુઅલ ફંડના 5 હજારથી વધુ રકમના માત્ર ડિવિડન્ડ ઉપર જ TDS કરવાની જોગવાઇ અમલમાં રહેશે. કેપિટલ ગેઇન રિડમ્પ્શન થાય તો પણ તે TDSની મર્યાદામાં નહીં આવે.

વિવાદ સે વિશ્વાસ તક યોજનાનો હેતુ શું છે?
4.83 લાખ અપીલ એપ્લેટ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. આ અપીલમાં વિવાદાસ્પદ રકમ રોકાયેલી છે તે ₹8 લાખ કરોડ છે. લિટિગેશન ઓછું થાય અને ડિસપ્યુટેડ રકમની આવક થાય તેના માટે સરકારે આ યોજના લાવી છે. 5મી ફેબ્રુઆરી 2020ના દિવસે આ અંગેની સંપૂર્ણ સ્પષ્ટતાં આપવામાં આવી છે.

આ યોજનાનો શું લાભ છે?
અત્યાર સુધીની સૌથી આકર્ષક યોજના વિવાદ સે વિશ્વાસ તક છે. આકારણીના કેસમાં ટેક્સની રકમ કરતાં વધુ વ્યાજ અને દંડની રકમ ઘણી વખત વધી જાય છે. આ યોજનામાં આકારણીને લગતું એડિશન હોય અને માત્ર ટેક્સ ભરવામાં આવશે તો તેમાં વ્યાજ અને દંડ માફ થઇ જશે. દંડ માફ થયા બાદ આગળની કાર્યવાહી પણ પૂર્ણ થઇ જાય છે.


આ યોજના માટે 31મી માર્ચ સુધીનો સમય આપ્યો છે. પરંતુ સરકાર અંદાજે તારીખ વધારાની જાહેર કરે છે તેમાં વધારાના 3 મહિના અપાશે. પરંતુ આ 3 મહિનાના વધારાના સમય માટે 10% વધારાની રકમ આપવાની રહેશે. આકારણી સાથે સંબંધિત ન હોય પરંતુ અન્ય TDS કે રોકડ રકમ સ્વીકારવાનો દંડ અને ફાઇન વગેરે વિવાદમાં 25% રકમ ભર્યા બાદ 75% રકમની માફી મળશે.

3C શું આ યોજનાનો લાભ બધાને મળી શકશે?
આવકવેરા વિભાગના દરોડા પડ્યા હશે તો આ યોજનાનો લાભ નહીં મળે. પ્રોસિક્યુશનની કાર્યવાહી શરૂ થઇ ગઇ હશે તો તેમાં આ યોજનાનો લાભ નહીં મળે. આવકવેરા દરોડા પડ્યા હોય એ સિવાયના વર્ષ માટે આ યોજનાનો લાભ મળી શકશે.


વિદેશી આવક કે મિલ્કત બ્લેકમની એક્ટની કાર્યવાહીમાં પણ આ યોજનાનો લાભ નહીં મળે. તમારો કેસ અપીલમાં હોય કમિશ્નરે આવકમાં એન્હેન્સમેન્ટની નોટિસ આપી હોય તેમાં પણ આ યોજનાનો લાભ નહીં મળે. સ્મગલિંગ જેવા કેસ અંતર્ગત કાર્યવાહી હશે તેમને પણ લાભ નહીં મળી શકે.

આકારણી વર્ષ 2021-22માં તમારે રિટર્ન ભરતાં સમયે આ નિર્ણય લેવાનો છે. જો તમારે ધંધાકીય આવક નથી તો તમે ગમે ત્યારે અને ગમે તેટલી વખત તેમાં સ્વીચ કરી શકો છો. પરંતુ આ બદલાવ તમારે રિટર્ન ભરતાં પહેલાં નક્કી કરવાનો રહેશે.


ધંધાકીય આવક હોય તો તેમાં કોઇ એક પસંદગી કરી છે તેમાં વારંવાર બદલાવ નહીં થાય. જો ધંધાકીય આવક હોય તો તેમાં એક જ વખત ચેન્જ કરવા માટેનો ઓપ્શન આપ્યો છે. જો ધંધાકીય આવક બંધ થઇ જાય છે તો ફરી તમે ગમે ત્યારે ગમે તેટલી વખત સ્વીચ કરી શકશો.