ટેક્સ પ્લાનિંગ: PPF ખાતાના 5 વર્ષના એક્સટેન્શન અંગે સમજ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2020 પર 18:44  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રથમ તો દર્શક મિત્રોને 2020-21 માટેની તાજેતરમાં જાહેર કરાયેલી કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ વિશની માહીત આપીએ.


2020-21 માટે જાહેર કરાયેલી CII 301 છે. ગત નાણાંકીય વર્ષ માટે 289ની ઇન્ડેક્સની સરખામણીએ 4.15 ટકાનો વધારો સૂચવે છે.


અનેક દર્શકોએ પીપીએફની નવી સ્કીમ 2019ના સંદર્ભમાં પ્રાથમિક 15 વર્ષના સમયગાળા બાદ પીપીએફ એકાઉન્ટના એક્સટેન્શન અને તેવા કેસમાં મળી શકે છે તે ઉપાડ સંબંધી સુવિધા તેના ઉપર મળવાપાત્ર વ્યાજ તેમજ પીપીએફ એકાઉન્ટના પાંચ વર્ષના એક્સટેન્શન સુવિધા કયાં સુધી મળી શકે તે બાબતે માર્ગદર્શન આપશો?


PPF સ્કીમ 2019ના રૂલ 11 તેમજ રૂલ 12 હેઠળ આ સંબંધી મહત્ત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. રૂલ 11 મુજબ 15 વર્ષના પ્રાથમિક સમયગાળા બાદ રોકાણકાર ફોર્મ-3 ભરીને ખાતું બંધ કરાવી શકે છે. મેચ્યોરિટી પછી નવી ડિપોઝીટ કર્યા સિવાય પણ ખાતું ચાલુ રાખી શકાય, જે કેસમાં રોકાણકારને નિયમાનુસાર વ્યાજ મળવાનું ચાલુ રહે છે. બંધ કર્યા સિવાય તેમજ નવી ડિપોઝીટ વગર પણ PPF એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે તો તેના ઉપર જમા થતા વ્યાજની કરમુક્તિનો લાભ કલમ 10 (11) હેઠળ ચાલુ રહે છે.


આવા કેસમાં પ્રતિ વર્ષ એક ઉપાડનો લાભ મળી શકે છે. ડિપોઝિટ કર્યા વગર એકાઉન્ટ એક વર્ષથી વધુ સમય માટે ચાલુ રખાય તો તેમાં પુનઃ ડિપોઝિટ કરી શકાય નહીં. મેચ્યોરિટી પછી એકાઉન્ટના એક્સટેન્શનના હેતુસર ફોર્મ-4 ભરીને પાંચ વર્ષના બ્લોક માટે ખાતું લંબાવી શકાય છે. પ્રત્યેક 5 વર્ષનો સમયગાળાના અંતે એક્સટેન્શનનો લાભ મળી શકે અને આવા એક્સટેન્શન અનલિમિટેડ સમયગાળા માટે પણ થઇ શકે છે.


5 વર્ષના એક્સટેન્શનના સમયગાળા દરમિયાન બ્રેકની શરૂઆતના સમયે રોકાણકારના ખાતે જમા રકમના 60 ટકા રકમના ઉપાડની સુવિધા મળી શકે છે. એક્સટેન્શન માટેની અરજી આપ્યા બાદ તેને પાછી ખેંચી શકાતી નથી.


સવાલ-


લિસ્ટેડ શેર્સના બાય બેક ઉપર શેર હોલ્ડરને મળતી રકમની કરપાત્રતા સમજાવશો?


જવાબ-


લિસ્ટેડ શેર્સના બાય બેકના વ્યવહારમાં શેર-હોલ્ડરને મળતી રકમ કલમ 10(34A) હેઠળ કરમુક્ત ગણવામાં આવે છે. કલમ 115QA હેઠળ કંપનીએ 20 ટકાનો એડિશનલ ટેક્સ ચૂકવવાનો રહે છે સરચાર્જ સેસ સાથે તેની અસરકારક જવાબદારી 23.296 ટકા થશે.


સવાલ-


મારા પિતાનું અવસાન ડિસેમ્બર 2019માં થયું છે, પિતાની આવકમાં ભાડા ઉપરાંત પ્રોપરાયટરશિપ ધંધાના નફાનો સમાવેશ થાય છે. કુંટુંબમાં તેમના માતા અને તેમના ઉપરાંત ત્રણ બહેનોનો સમાવેશ થાય છે. પિતાનું અવસાન વસિયતનામું બનાવ્યા સિવાય થયું છે તો આવી મિલક્તોની વહેંચણી તેમજ કરપાત્રતા સંબંધી માર્ગદર્શન આપશો


જવાબ-


હિન્દુ વારસા ધારાની જોગવાઇઓ અનુસાર વસિયતનામા સિવાય અવસાન પામતા હિન્દુ પુરુષ વ્યક્તિની મિલક્ત તેની વિધવા માતા પત્ની તેમજ સૌ સંતાનો પુત્રો તેમજ પુત્રીઓ વચ્ચે સરખા હિસ્સે વહેંચાય છે. એસ્ટેટની વહેંચણીની કાર્યવાહી થતાં સુધી પિતાના અવસાન પછીની આવકના સંદર્ભમાં કાયદાકીય વારસ તરીકે એસ્ટેટ ઓફ ડિસિસડના નામે અલગ PAN લઇને આવકવેરા રિટર્ન ભરી શકાય છે.


સવાલ-


2019-20 માટે તેમનું કલમ 80c હેઠળનું `1.5 લાખનું રોકાણ બાકી હતું તે 1લી એપ્રિલ 2020 તેમજ 2જી જૂન 2020ના રોજ કરેલ છે તો 2020-21ના વર્ષ માટે 1 જુલાઇ 2020થી 31 માર્ચ 2021 માટેનું બીજું રોકાણ આ સમયગાળામાં કરી શકાય


જવાબ-


નાણાંકીય વર્ષ 2019-20 માટે કરેલ રૂપિયા 1.5 લાખનું રોકાણ તેમજ નાણાંકીય વર્ષ 2020-21 માટેનું અલગ રૂપિયા 1.5 લાખનું રોકાણ બંને સંબંધિત આકારણી વર્ષ 2020-21 તેમજ 2021-22 માટે કલમ 80c હેઠળ અલગ-અલગ બાદ માંગી શકાય છે.


સવાલ-


હું રિટાયર્ડ સિનિયર સિટીઝન છું મને અમેરિકન કંપની પાસેથી ડોલર્સમાં પેન્શનની ત્રિમાસિક રકમ મળે છે. તો આ સંદર્ભમાં એડવાન્સ ટેક્સ ભરવાનો રહે


જવાબ-


સિનિયર સિટીઝનના કેસમાં જો તેને કોઇ ધંધા કે વ્યવસાયની આવક ન હોય તો તેમને એડવાન્સ ટેક્સ ભરવાની કોઇ જવાબદારી રહેતી નથી


સવાલ-


મે વર્ષ પૂર્વે ખરીદેલા શેર્સ સંબંધી તેની ખરીદ કિંમતને લગતાં કોઇ પુરાવા નથી, તો જો તેઓ આજે તે વેચે તો તેના એલટીસીજી ની ગણતરીમાં કોઇ સમસ્યા ઉભી થાય.


જવાબ-


તમારે 31મી જાન્યુઆરી 2018ની બજાર કિંમતને ગ્રાન્ડ ફાધરિંગના હેતુસર લક્ષમાં લઇને એલટીસીજીની ગણતરી કરવી જોઇએ. અલબત્ત જો રોકાણકાર તેના જૂના શેર્સના વેચાણ સંબંધી નુકસાન મજરે મેળવવા માંગે તો તેવા કેસમાં અત્યારની વેચાણ કિંમતની સરખામણીમાં તેની ખરીદ કિંમત વાસ્તવમાં વધુ હતી તે સંબંધી પુરાવો રજૂ કરવાનું જરૂરી ગણાય છે.