ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ પાસેથી સમજો બજેટ 2019

ના રોજ પ્રકાશિત Fri, 05, 2019 પર 18:59  |  સ્ત્રોત : CNBC-Bajar

નમસ્કાર ટેક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલના આ બજેટ સ્પેશ્યલ એપિસોડમાં આપનું સ્વાગત છે. અને આજે મોદી સરકારની બીજી ઈનિંગનું પ્રથમ બજેટ ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારામને રજૂ કર્યુ. તે બજેટ કેવું રહ્યું તેની સરળ શબ્દોમાં સમજ તમને આપીએ. અને તે સમજ આપવા આપણી સાથે આજે આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ જોડાયા છે.

વ્યક્તિગત કરદાતાઓ માટે કોઈ રાહત નહિં
મૂકેશ પટેલનું કહેવુ છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે કોઈ રાહત નહિં. જવલ્લેજ એવું બને છે કે એકજ નાણાંકિય વર્ષ માટે કરદાતાને બે અંદાજપત્રો દ્વારા રાહતો મળી તે વર્ષ 2019 છે. 3 કરોડ વ્યક્તિગત કરદાતાઓને ફેબ્રુઆરી 2019ના અંદાજપત્ર દ્વારા ₹18,500 કરોડની આવકવેરા રાહત કલમ 87(A) હેઠળના રિબેટના સુધારા અન્વયે મળી. પગારદાર કરદાતાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ₹10 હજારના વધારાના કારણે બીજી ₹4,200 કરોડની રાહત પણ અપાઈ હતી. પગારદાર કરદાતાોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ₹10 હજારના વધારાના કારણે બીજી ₹4,200 કરોડની રાહત પણ અપાઈ હતી. આમ, ₹22,700 કરોડના રિલીફ પેકેજ પછી વર્તમાન અંદાજપત્રમાં વ્યક્તિગત આવકવેરામાં કોઈ Big Bang Relief નથી.

ઘર અને ગાડી બન્ને માટે જોગવાઈ
મૂકેશ પટેલના મતે નવી કલમ 80(EEB) હેઠળ વ્યક્તિગત કરદાતા દ્વારા ઈલેક્ટ્રિક વ્હિકલની ખરીદી માટે માટે નાણાંકિય સંસ્થા પાસેથી 1 એપ્રીલ 2019થી 31 માર્ચ 2023 દરમ્યાન લેવામાં આવેલી લોન ઉપર ચૂકવવા પાત્ર વાર્ષિક ₹1,50,000નું વ્યાજ બાદ મળી શકશે. આ હેતુસર ઈલેક્ટ્રિક વ્હિકલમાં ઈલેક્ટ્રિક મોટરના પાવર દ્વારા ચાલતા કોઈ પણ વાહનનો સમાવેશ થઈ શકશે. કલમ 80(EEA) હેઠળ 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધી કોઈ પણ નાણાંકિય સંસ્થા પાસેથી રહેઠાણના ઘર માટે લેવામાં આવેલી લોનના સંદર્ભે ₹1,50,000 સુધીની વ્યાજની કપાત આ કલમ હેઠળ મળી શકશે.

કલમ 80(EEA)ની આવશ્યક શરતો
1) રહેઠાણના ઘરનું સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન ₹45 લાખથી વધુ ન રહેવું જોઈએ.
2) લોન લેવાની તારીખે કરદાતા પાસે તેની માલિકીનું અન્ય કોઈ ઘર ન હોવું જોઈએ.

કલમ 24 હેઠળ પ્રવર્તમાન Interest on housing loanની ₹2 લાખની કપાત સાથે આ વધારાની કપાત ગણતા 3.50 લાખ સુધીની કુલ રાહત મળી શકે.

કોર્પોરેટ ટેક્સમાં કોને મળ્યો લાભ?
2017-18ના નાણાંકિય વર્ષ દરમ્યાન જેમનું ટર્નઓવર ₹400 કરોડથી વધુ ન હોય, તેવી તમામ કંપનીઓને પ્રવર્તમાન 30%ના સ્થાને 25%ના રાહતકારક આવકવેરા દરનો લાભ મળશે.

Less Cash ઈકોનોમી માટે જાહેરાત
નવી કલમ 194(N) હેઠળ કોઈ પણ કરદાતા દ્વારા વર્ષ દરમ્યાન કુલ મળીને ₹1 કરોડથી વધુ રોકડ ઉપાડ કરાય તો તેવા કેસમાં 2%ના દરે TDSની કપાત કરવામાં આવશે. અલબત્ત સરકાર, બેન્ક, પોસ્ટ ઓફીસ કે ATMને કરાતી નિયત ચૂકવણીઓ સંબંધી કરમુક્તિ જાહેર કરવામાં આવશે.

કરદાતાઓ માટે કેટલું Ease ભરેલું બજેટ
Prefilled income tax યોજના હેછળ જેમાંથી TDSની કપાત કરાઈ હોય તેવી વિવિધ આવકોની વિગતો કરદાતાના રિટર્નમાં આપોઆપ દર્શાવશે જેથી તેની જાહેરાતમાં કરદાતા દ્વારા કોઈ ભૂલ ન થાય. અલબત્ત આ વિગતમાં કરદાતા ઈચ્છે તો યોગ્ય સુધારો કરી શકાશે. E-Assessmentની નવી યોજના હેઠળ પ્રત્યક્ષ સંપર્ક વિના સ્ક્રૂટીની આકારણીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય, કરદાતાને કઓઈ પણ હાલાકીનો ભોગ બનવું નહી પડે.

બજેટની છૂપી જાહેરાતો
Widening and Deepening of Tax base માટે શ્રેણીબદ્ધ સુધારા અમલી બનશે. નવી કલમ 194(M) હેઠળ કોન્ટ્રાક્ટર તેમજ વ્યાવસાયિકોને વર્ષ દરમ્યાન ₹50 લાખથી વધુ ચુકવણીમાંથી વ્યક્તિ તેમજ HUF કરદાતાઓએ 5% TDS કરવાનો રહેશે. કલમ 194 IA સ્થાવર મિલકતની ખરીદીમાંથી TDS સંબંધી 1% TDSની જોગવાઈ હવે વિવિધ સુવિધાઓ માટે વસુલ કરાતા ફી કે ચાર્જ ઉપર પણ લાગુ પડશે. 5 જુલાઈ 2019 પછી સગાની વ્યાખ્યામાં ન આવતા હોય તેવા બિન રહિશને કરાયેલ બક્ષિશને કરપાત્ર ગણી તેમાંથી TDSની કપાત કરવાની રહેશે.

ફરજીયાત આવકવેરા રિટર્ન ભરવાની જવાબદારીમાં હવે આમનો પણ થશે સમાવેશ. કરંટ બેન્ક ખાતામાં વર્ષ દરમ્યાન ₹1 કરોડથી વધુ જમા કરતા શખ્સ. પોતાના કે અન્ય કોઈ શખ્સના વિદેશ પ્રવાસ માટે ₹2 લાખથી વધુનો ખર્ચ કરતા. વર્ષ દરમ્યાન કુલ ₹1 લાખથી વધુ ઈલેક્ટ્રિસીટી કંઝમ્પશનનો ખર્ચ કરનાર શખ્સ. મૂડી નફાની વિવિધ કરમુક્તિઓનો લાભ લીધા સિવાય કુલ ગ્રોસ આવક કરપાત્ર થતી હોય તેવા તમામ શખ્સો.

NPSના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા 14% સુધીનો ફાળો હવે કરમુક્ત ગણાશે. NPSના ખાતામાંથી હવે 40% ને સ્થાને 60% ઉપાડ કરમુક્ત ગણાશે. Listed companies દ્વારા 5 જુલાઈ 2019 પછી શેરોના બાયબેકમાંથી ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની કપાત કરવામાં આવશે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝના ડિસઈનવેસ્ટમેન્ટ માટેના ફંડના યુનિટના હસ્તાંતરણને ઈક્વિટી ઓરીયેન્ટેડ ફંડની કરપાત્રતાનો લાભ મળશે.