ટેક્સ પ્લાનિંગ: દર્શકોની સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Fri, 26, 2018 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

સવાલ-


મારા પાસે એક ઘર છે જે રૂપિયા 49.50 લાખમાં ઓક્ટોબર 2017માં વેચ્યું હતું અને જેના બદલામાં એક અન્ય ઘર ખરીદ્યું હતું જે પણ હવે મારે વેંચવું છે અને જેના માટે મને બિલ્ડર પાસેથી પણ પુરતા પ્રમાણમાં સહકાર મળી રહ્યો છે, અને મને સામે અન્ય ઘર લેવું છે, તો હવે આ માટે હું કેપિટલ ગેઈનની ગણતરી કેવી રીતે કરી શકું?


જવાબ-


કલમ 54 હેઠળ તમે રૂપિયા 24 લાખની કરમુક્તિનો લાભ લેવા તમામ શરતોનું પાલન કર્યુ છે માટે તમને લાભ મળી શકશે. નાણાંકિય વર્ષ 17-18 માટે થયેલા કેપિટલ ગેઈનને તમે કલમ 54 હેઠળ રોકી, અને તેને નિયત સમય હેઠળ નાણાં જમા કરાવ્યા તે પ્રમાણે મુડીનફાની કરમુક્તિનો લાભ મળ્યો છે. ઓક્ટોબર 2017માં મકાન વેચ્યું તેના 2 વર્ષમાં અન્ય મકાન ખરીદવું જોઈએ, તો તમને કોઈ સમસ્યા સર્જાશે નહિં. તમે નાણાં કેપિટલ ગેઈનમાં ફરી નહિં ભરી શકો છો.


સવાલ-


મારા પાસે એક પેન્ટ હાઉસ છે, જે મે મારી દિકરીના નામે ખરીદ્યુ હતું, જે તેણે તેની માતાને 2013માં ગીફ્ટ કર્યું છે, અને અમારે તે ઘર વેંચવું છે, તો તે કેસમાં શું તે મારી પત્નીની કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ લાયેબલિટી બનશે?


જવાબ-


2007માં ખરીદેલ ફ્લેટ 2013માં ગીફ્ટ કરવામાં આવે તો તેના મુડીનફાની ગણતરી કરી ઈન્ડેક્સેશનનો લાભ લઈ શકો છો. તમારા પત્નીના કેસમાં તમે કરપાત્ર મુડીનફાની ગણતરી કરી શકો છો. જો તમે નવા ઘરની ખરીદીમાં મુડીનફાની કરપાત્ર રકમ જોડવા માંગતા હોવ તો તે પણ તમે કલમ 54 હેઠળ લઈ શકો છો.


સવાલ-


હું સરકારી કર્મચારી છું. જીપીએસના બદલે અત્યારે એનપીએસ સીપીએફ ફરજિયાત છે. તે ખાતામાં પગાર + મોંઘવારીના 10 ટકા ફિક્સ રકમ કપાય છે. કર્મચારી ફાળાની રકમ અત્યાર સુધી મે આવકવેરામાં બાદ લીધેલ છે. પરંતુ આ સ્ટેટમેન્ટ તપાસતા મુદ્દા નંબર 24 ની છેલ્લી લીટી વાંચતા એવું સમજાય છે કે કર્મચારીના ફાળા ઉપરાંત નોકરીદાતા તરફથી જમા કરાવેલ મેચિંગ contribution ની એટલી જ રકમ પણ 100% સુધી બાદ લઈ શકાય એવું અર્થઘટન હું સમજુ છું. શુ આ વાત સાચી છે?


જવાબ-


કલમ 80CCD હેઠળ NPSની કપાતનો લાભ મળી શકે છે. કલમ 80C હેઠળ રૂપિયા 1.5 લાખ જો તમે અન્ય રોકાણમાં કર્યા હોય તો અન્ય રૂપિયા 50,000 સુધીનું આગવું રોકાણ કરી તેને કપાત તરીકે બાદ મેળવી શકાય છે. તમારા પગારના 10%નું કોન્ટ્રીબ્યુશન સરકાર દ્વારા કરવામાં આવે છે, તે સામાન્ય કેસમાં કરપાત્ર આવક ગણાય, પરંતુ કલમ 80CCD હેઠળ 10% અંદર હોય તો તે કરપાત્ર રહે નહિં. એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન ઈન્કમ ગણાય અને તમારૂ કોન્ટ્રીબ્યુશન તમને બાદ મળે છે. NPSની યોજના EET (Except Except Tax) છે, જે તમે રોકાણ કરો ત્યારે કપાત બાદ મળે, આવકની વૃદ્ધિ પણ કરમુક્ત છે, પરંતુ ઉપાડો ત્યારે કરપાત્ર છે. જ્યારે NPSમાંથી નાણાં ઉપાડો ત્યારે તે 60% ટેક્સેબલ ગણાય છે.


સવાલ-


નાણાંકિય વર્ષ 2018/2019માં સેલેરાઈઝ માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કરપાત્ર છે?


જવાબ-


ચાલુ નાણાંકિય વર્ષમાં ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અને મેડિકલ રિએમ્બર્સમેન્ટની કરમુક્તિઓના સ્થાને સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપિયા 40,000નું મળશે.


સવાલ-


કોમર્શિયલ પ્રોપર્ટીના મુડીનફામાં લોંગટર્મ કેપિટલ ગેઈન માટે શ્રેષ્ઠ રસ્તો ક્યો છે?


જવાબ-


કોમર્શિયલ પ્રોપર્ટીથી ઉદભવેલા મુડી નફા માટે 2 રસ્તા છે. રૂપિયા 50 લાખ સુધીના કરપાત્ર મુડીનફાનું રોકાણ કેપિટલ ગેઈન બોન્ડમાં લઈ શકો છો. રૂપિયા 50 લાખથી વધારે મુળીનફો ઉદ્ભવે તો રૂપિયા 50 લાખ બોન્ડમાં અને અન્ય રકમનું રહેઠાણના મકાનમાં રોકાણ કરી કલમ 54F હેઠળ કરમુક્તિનો લાભ લઈ શકો છો.


સવાલ-


મારા પિતાએ 1981માં ખેતીની જમીન ખરીદી હતી તેનો દસ્તાવેજ થયો ન હતો, જેનો દસ્તાવેજ હમણાં થયો જેના રૂપિયા 15 લાખ મળ્યા છે, હાલ પિતા હયાત નથી, તો આ પ્રોપર્ટીમાં કેપિટલ ગેઈન ટેક્સ લાગશે?


જવાબ-


આ કેસમાં તમને કેપિટલ ગેઈન ટેક્સ લાગશે, કારણકે તમે વારસદાર છો. તમારા પિતાને કોઈ ટેક્સ ભરવાનો થયો ન હતો. જે ગેઈન તમને થયો છે તે તમને લાગે, પરંતુ કલમ 50C હેઠળ જંત્રીનો ટેક્સ લેવાની જોગવાઈ છે તેમાં તમને રાહત મળી શકે છે.


સવાલ-


મારો દિકરો અમેરિકા છે સ્ટુડન્ટ વિઝા પર અને તેને H-1 વિઝા મળ્યો છે, અને તેને ત્યાં જવા માટે લોન લીધી હતી અને તેને ભરપાઈ કરે તો તેમા ટેક્સ લાગે?


જવાબ-


આપનો દિકરો અમેરિકામાં સ્થાઈ થયો છે તે ભારત માટે NRI ગણાય છે. પરદેશની આવકપર ભારતમાં ટેક્સ લાગતો નથી. ભારતની આવક પર તેને ટેક્સ ભરવો પડશે.


સવાલ-


RBI ટેક્સેબલ ક્યુમ્યુલેટિવ બોન્જમાં જે વ્યાજ, મેચ્યોરીટી સમયે મળે તે વ્યાજ ની આવક દરેક વર્ષમાં બતાવવી, કે પાકતી મુદતે બતાવવી પડે?


જવાબ-


ક્યુમ્યુલેટિવ બોન્ડ માટે નિયમ એ છે કે પાકતી મુદત્તે સંપૂર્ણ આવક દર્શાવી શકો છો. તમને 10 ટકાનો TDS 7 વર્ષના અંતે થાય છે. જો તમે આ આવક દર વર્ષે દર્શાવવા માંગતા હોવ તો તે પણ કરી શકો છો.