ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સવાલ-મૂકેશભાઈની સલાહ

ના રોજ પ્રકાશિત Sat, 24, 2017 પર 15:51  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાડાની આવકના સંદર્ભમાં નવી જોગવાઇ 194 IB માટેનો સરકારનો આશય શું હતો એ સમજવું જરૂરી છે. 194 IA છેલ્લાં ઘણાં વર્ષોથી અમલમાં છે. આ કલમની જોગવાઇ મુજબ મહિને 15 હજાર રૂપિયાથી વધુ ભાડું ચૂકવતું હોય તો તેના કેસમાં 10 ટકાના દરે ટીડીએસ કરવાની પ્રવર્તમાન જોગવાઇ છે. આ જોગવાઇ કંપની, ભાગીદારી પેઢીના કેસમાં લાગુ પડે છે.


પરંતુ વ્યક્તિ કે એચયુએફના કેસમાં આ જોગવાઇ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તે ટેક્સ ઓડિટને પાત્ર હોય. સરકારના ધ્યાનમાં આવ્યું કે આ જોગવાઇ સામાન્ય વ્યક્તિ કે એચયુએફના કેસમાં લાગુ પડતી નથી. શહેરોમાં ટેક્સ ઓડિટને પાત્ર ન હોય તેવા વ્યક્તિ અને એચયુએફ ભાડાની આવકની ચૂકવણી કરતાં હોય છે.


ભાડાની ચૂકવણી કર્તા ભાડાની ચૂકવણી ઉપર કપાતોના લાભ લેતાં હતા. જ્યારે બીજી તરફ ભાડું સ્વીકારનાર તેને આવકવેરા રિટર્નમાં દર્શાવે છે કે નહીં તેની વિગત રહેતી નહતી.     


તેથી માસિક 50 હજાર રૂપિયાથી વધુ ભાડું ચૂકવનારે 5 ટકાના દરે ટીડીએસ કરીને ભાડાની ચૂકવણી કરવાની રહેશે. આ જોગવાઇ 1 જુલાઇ 2017થી અમલમાં આવી છે. આ અંગેના આવકવેરાના નિયમ જાહેર કરવામાં આવ્યા છે. 50 હજાર રૂપિયાથી વધુ ભાડુ માસિક ધોરણે ચૂકવતાં હોવ તો 5 ટકાના દરે ટીડીએસની કપાત કરવાની રહેશે.


આ કપાત વર્ષમાં એક જ વખત કરવાની રહેશે જે નાણાંકીય વર્ષના અંતે અર્થાત માર્ચ મહિનામાં કપાત કરવાની રહેશે. જો 4-5 મહિના માટે જ ભાડાની ચૂકવણી કરી હોય તો છેલ્લાં મહિનાના ભાડાની ચૂકવણી સમયે ટીડીએસ કાપવાનો રહેશે. જેમને ચૂકવણી કરો છો તેમની પાસે પાન કાર્ડ ન હોય તો ભાડું ચૂકવનારે 20 ટકાના દરે ટીડીએસ કરવાનો રહેશે. આવા કિસ્સામાં 20 ટકાના ટીડીએસની કપાત ભાડાની રકમ કરતાં વધુ થશે તો તેની કપાત થઇ શકશે નહીં.


ટેક્સ ડિડ્કશન એકાઉન્ટ નંબર લેવાની જરૂરીયાત રહેતી નથી. ટીડીએસ કરનારે ફોર્મ નંબર 26 QC ફોર્મ ભરવાનું રહેશે. ટીડીએસની કપાત કરનારે 1 મહિનામાં ટીડીએસની રકમ જમા કરાવવાની રહેશે. જે કપાત કરી છે તેના માટેનું એક ફોર્મ ટીડીએસની રકમ જમા કરાવ્યા બાદના 15 દિવસમાં મળશે જે ભાડાની ચૂકવણી કરી છે તેને આપવાનું રહેશે.

સવાલ: મારો પુત્ર એનઆરઆઇ છે તે એસઆઇપી તરીકે રોકાણ કરે તો તે કરી શકે અને આ માટે તેની આવકવેરા અને ટીડીએસની જવાબદારી શું રહે તેમજ આ ટીડીએસની ક્રેડિટ લેવા માટે શું કરી શકે?

જવાબ: હસમુખ મણિયારનું કહેવુ છે કે એનઆરઆઇ મ્ચુચ્યુઅલ ફંડમાં એસઆઇપી તરીકે રોકાણ કરો છો તો તેમાં એલિજીબલ હોવ તો તમે નાણાં મોકલાવી શકો છો. આ ઉપરાંત બેન્ક એકાઉન્ટમાં પણ માસિક રોકાણ તરીકે રકમ પણ અહીંના એનઆરઓ એકાઉન્ટમાં કરી શકો છો. આવકવેરા રિટર્ન સંબંધિત જોગવાઇ બિનરહીશ માટે એકસમાન છે. રહીશના કેસમાં 10 હજાર રૂપિયાથી વધુની ડિપોઝિટ ઉપર 10 ટકાના દરે ટીડીએસ થાય છે. બિનરહીશના બેન્ક ડિપોઝિટના કેસમાં 1 રૂપિયા ઉપર 30 ટકાના દરે ટીડીએસ કરવામાં આવે છે. જ્યાં ડબલ ટેક્સ એવોઇડન્સ ટ્રીટી છે તેમાં 15 ટકા રાહત દરે ટીડીએસ કરવામાં આવે છે. જો કે 30 ટકાના દરે ટીડીએસ થયા બાદ તેનું રિફંડ પણ માંગી શકે છે.

સવાલ: મારી અને મારા પત્નીની કોમર્શિયલ પ્રોપર્ટી છે જે તેઓ ઉપયોગમાં લેતાં નથી અને ભાડે પણ આપી નથી પરંતુ કાલ્પનિક આવક ગણીને ટેક્સ ભરે છે તો તે અંગેની કરવેરાની જોગવાઇ શું રહેશે?

જવાબ: ડો સુધીર પૂજારાનું કહેવુ છે કે આવકવેરાના કાયદામાં ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી છે જેમાં વ્યવસાયિક મિલકતનો સમાવેશ થાય છે. આવી વ્યવસાયિક પ્રોપર્ટીનો ઉપયોગ કરદાતાં ન કરતો હોય કે તેને ભાડે પણ આપવામાં ન આવતી હોય ત્યારે તેમાં નોશનલ ઇન્કમ ગણવામાં આવે છે. પરંતુ જો તમે તમારા ધંધા કે વ્યવસાય માટે ઉપયોગમાં લો તેમાં નોશનલ ઇન્કમ ગણવામાં આવતી નથી. જો આ મિલકતનો ઉપયોગ ન કરતાં હોવ તો તેના ઉપર કાલ્પનિક આવક ગણવામાં આવશે.

સવાલ: મારા ભાડુઆત દર મહિને 60 હજાર રૂપિયા ભાડાની ચૂકવણીના મળે છે તેમાંથી મારો ભાડુઆત 10 ટકા રકમ કાપી લે છે પણ તે જમા કરાવતાં નથી તો શું કરી શકાય?

જવાબ: પંકજ જોશીને સલાહ છે કે થોડાં સમય પહેલાં આવકવેરા વિભાગ પાસે આવી કોઇ વ્યવસ્થા નહોતી કે જેમાં આ પ્રકારના કિસ્સાનો ઉકેલ લાવી શકે. આવકવેરા વિભાગની ટ્રેસિસ કરીને વેબસાઇટ છે. જેમ ઇન્કમટેક્સની ઇ-પોર્ટલ છે તેમ ટીડીએસ માટેનું આ ઇ-પોર્ટલ છે. તેમાં કોણે તમારો ટીડીએસ કર્યો છે પરંતુ ટીડીએસ જમા કરાવ્યો નથી તેની વિગતો આપી શકો છો. જેમાં તમારે ટીડીએસ કરનારની નામ તેમજ અન્ય વિગતો ઇ-પોર્ટલ પર આપવાની રહેશે. ત્યારબાદ ટ્રેસિસ દ્વારા જે-તે ટીડીએસ કર્તા પાસેથી ઉઘરાણીની કાર્યવાહી કરશે.