ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સવાલ-મૂકેશભાઈની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 04, 2017 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

સવાલ: આવકવેરા રિટર્ન ભરવા અંગે એક્સટેન્શન આપવાના મુદ્દે આપનું શું કહેવું છે?

જવાબ: ગુજરાત સહિત ભારતના ઘણાં રાજ્યોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું તેને લક્ષમાં રાખીને પણ તારીખ લંબાવવામાં આવી હતી. આ ઉપરાંત આવકવેરા ખાતુ તૈયાર નહોતું કે ઇ-રિટર્ન ફાઇલિંગની વેબસાઇટ ઉપર આટલો મોટો રિસ્પોન્સ મળશે.


31મી જુલાઇએ કરદાતા ટેન્શનમાં હતા કારણ કે રિટર્ન અપલોડ જ નહોતાં થઇ શકતાં. ત્યારબાદ અલગ અલગ સંસ્થાઓના દ્વારા તારીખ લંબાવવા માટે ઘણી રજૂઆતો કરવામાં આવી હતી. તેથી 5મી ઓગષ્ટ રાત્રે 12 વાગ્યા સુધીમાં આવકવેરા રિટર્ન ભરવાની અવધિ વધારવામાં આવી છે.

સવાલ: આધાર લિન્કિંગ માટે 31મી જુલાઇએ એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે તે શું છે?

જવાબ: આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ આધાર લિન્કિંગને મેન્ડેટરી બનાવી દીધું છે. 31 જુલાઇના જે રિટર્ન ભરવામાં સમસ્યા હતી કે જે કેસમાં આધાર લિન્ક ન થાય તેમાં રિટર્ન ભરી શકાતું જ નહોતું. આધાર અને પાનકાર્ડના લિન્કિંગમાં પણ કેટલીક સમસ્યા થઇ રહી છે અને કેટલાંક કિસ્સામાં લિન્કિંગની પ્રોસેસ થઇ શકી નથી.


તેમના માટે થોડી રાહતરૂપ સુવિધા કરવામાં આવી છે જેમાં 31 ઓગષ્ટ સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. જે મુજબ 31 ઓગષ્ટ સુધીમાં આધાર કાર્ડની અરજી કરી હોય તો એ આપવાનો રહેશે અથવા તો આધારનો નંબર આપવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો કે જ્યાં સુધી આધાર અને પાન કાર્ડનું લિન્કિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રિટર્ન પ્રોસેસ કરવામાં નહીં આવે.
 
સવાલ: ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ માટે આઇટીઆરનું કયું ફોર્મ ભરવું પડશે?


જવાબ: ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ ઘણાં કરદાતાઓને સતાવતો પ્રશ્ન રહ્યો છે. જેમાં ખાસ કરીને ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ વીલ હેઠળ હોય અથવા તો ટ્રસ્ટના સભ્યોની કરપાત્ર આવક ન હોય ત્યાં કલમ 164 હેઠળ તેના ઉપર ઓર્ડિનરી ટેક્સ કરવાની સુવિધા હતી. સીપીસી ઇન્ડિયાના ઓપન હાઉસમાં અમે આ અંગેની રજૂઆત ઓથોરિટીઝ સમક્ષ મૂકી હતી. ત્યારબાદ સીપીસી દ્વારા આકારણી વર્ષ 2017-18માં મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા છે.


ડિસ્ક્રિશનરી ટ્રસ્ટનું રિટર્ન આઇટીઆર-5માં એઓપી તરીકેના સ્ટેટ્સ સાથે ભરી શકો છો. ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ રિટર્ન ભરતાં સમયે સબ સ્ટેટ્સ તરીકે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ આપવાનું રહે છે. જેમાં ટ્રસ્ટ વીલ હેઠળ છે અથવા તો સભ્યોની કરપાત્ર આવક છે કે નહીં તેની વિગત આપ્યા બાદ પ્રોસેસ કરવામાં આવશે.

સવાલ: મારી ભાગીદારી પેઢીએ ધંધો બંધ કરી દીધો છે અને વેટ રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરાવી દીધું છે તો રિટર્ન ભરવું ફરજિયાત છે?

જવાબ: કોઇપણ ભાગીદારી પેઢીનું જ્યાં સુધી વિસર્જન કરવામાં નહીં આવે ત્યાં સુધી તેનું રિટર્ન ભરવું ફરજિયાત છે. સ્વમાલિકીનો ધંધો કરતાં હોય કે વ્યવસાય કરતાં હોય તો આવકવેરા કાયદાની કલમ 176 પેટા કલમ 3 હેઠળ એવી જોગવાઇ છે કે ધંધો કે વ્યવસાય બંધ કર્યાના 15 દિવસમાં સંબંધિત આકારણી અધિકારીને તેની જાણ કરવી જોઇએ.

સવાલ: આ વખતે બજેટમાં 54ઇસીના બોન્ડ માટે જે જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ કોઇ નવા બોન્ડ જાહેર થયા નથી તો મને જે કેપિટલ ગેઇન થયો છે તેનું રોકાણ કર્યા કરુ?

જવાબ: અંદાજપત્રમાં 54ઇસીમાં બોન્ડનો વ્યાપ વિસ્તારવાની વાત કરવામાં આવી છે. હાલના બંને બોન્ડમાં એનએચએઆઇ અને આરઇસી તો ચાલુ જ છે. પરંતુ સમયાંતરે જો સરકાર નોટિફાઇ કરીને નવા બોન્ડ જો બહાર પાડવા હોય તો પાડી શકે છે.

સવાલ: ફોર્મ 26એએસમાં ઇન્કમટેક્સની ટેકસ ક્રેડિટ દેખાતી હતી તેના આધારે રિટર્ન ભર્યું છે પરંતુ મને ફોર્મ 16 મળ્યુ નથી તો મને રિફંડ મળશે કે નહીં?

જવાબ: તમારા ખાતાની ક્રેડિટ તમે 26એએસમાં જોઇ શકો છો તેના લીધે ફોર્મ 16 કે 16એની મહત્તા રહી નથી. તમારા 26એએસ ન દેખાતું હોય અને ફોર્મ 16 કે 16એ ટેક્સ ક્રેડિટ હોય તો તમારે ચિંતા કરવી રહે. પરંતુ તમારા કિસ્સામાં એવું નથી તો તમને રિફંડ ચોક્કસ મળી શકશે.

સવાલ: મારા પિતાને અનાજની દુકાન છે અને 6-7 લાખનો નફો છે તો કયું આઇટીઆર ભરવું જોઇએ?

જવાબ: આપના પિતાશ્રીનો નફો 6-7 લાખ રૂપિયા જણાવ્યો છે. તો તેમના ટર્નઓવરના 8 ટકા કે તેથી વધુ નફો કમાતાં હોય તો તેમને આઇટીઆર-4 સુગમ રિટર્ન ભરવાનું રહેશે. આ કિસ્સામાં હિસાબી ચોપડા ફરજિયાત રાખવાની જોગવાઇ નથી, ઓડિટ કરાવવાની અને સ્ક્રૂટીનીની જોગવાઇમાંથી મુક્તિ મેળવી શકે છે.

સવાલ: મારા પિતાના અવસાન બાદ વારસામાં શેર્સ મળ્યા છે તે વેચ્યા બાદ નફો આઇટીઆરમાં કેવી રીતે દર્શાવવાનો?

જવાબ: મને મારા પિતા પાસેથી વસિયત કે બક્ષિસમાં શેર્સ મળ્યા બાદ તેમની કોસ્ટ ઓફ એક્વિઝન શૂન્ય છે. તેમજ શેર્સ મળ્યા બાદ તરત વેચવામાં આવે તો તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન લાગે તે પણ પ્રશ્ન રહે. વસિયત, વારસા કે બક્ષિસમાં શેર્સ મળે ત્યારે ખરીદનારની કિંમત જ તમારી ખરીદ કિંમત ગણાશે.


લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી લિસ્ટેડ શેર્સ માટે એક વર્ષ અને અનલિસ્ટેડ શેર્સ માટે 2 વર્ષનો સમયગાળો રહે છે. તેથી તમારા પિતા પાસેથી વસિયત કે વારસામાં આજે શેર્સ મળે છે તેને તરત જ જો આપ વેચી શકો છો. તો આપના પિતા પાસે એક વર્ષથી વધુ સમય શેર્સ રહ્યા હોય તો તે જ સમયગાળાને ગણતરીમાં લેવામાં આવશે.

સવાલ: રિટાયર્ડ સરકારી અધિકારી શું 2.75 લાખ પેન્શન અને 1.5 લાખ રૂપિયા ખેતીની આવક છે તો કયુ આઇટીઆર ભરવું?

જવાબ: જો તમારી ખેતીની આવક 5 હજાર રૂપિયાની અંદર હોય અને તમારા પગારની કે અન્ય આવક 50 લાખ રૂપિયાની હોય તો પણ આઇટીઆર-1નું રિટર્ન ભરવાનું રહે. જો તમારી ખેતીની આવક 5 હજાર રૂપિયાથી વધુ હોય તો તેમાં આઇટીઆર-3 અંતર્ગત રિટર્ન ભરવાનું રહે છે. જો ભાગીદારીનો ધંધો હોય તો આઇટીઆર-5 રિટર્ન ભરવાનું રહેશે.

સવાલ: વાયદા બજારનો લોસ છે તો તેને આઇટીઆરમાં કેવી રીતે દર્શાવવો જોઇએ અને તેનો મને કોઇ લાભ મળે કે કેમ?

જવાબ: જે તમને વાયદા બજારનો લોસ તમારી અન્ય તમારી વાયદા બજારની આવક સામે સેટઓફ કરી શકો છો. આ નુકસાનને તમે આગામી વર્ષમાં પણ કેરિ ફોરવર્ડ કરી શકો છો. પરંતુ આ પ્રકારે નુકસાનનું સેટઓફ લેવા માટે સમયસર રિટર્ન ભરવું ફરજિયાત રહેશે. મારા શેર્સ એક ડિમેટમાંથી બીજા ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંગુ છું તો તેના ઉપર કોઇ ટેક્સ ખરો. તમારા પોતાના જ અન્ય ખાતામાં શેર્સ ટ્રાન્સફર કરવા ઉપર આપને કોઇ ટેક્સ લાગુ પડશે નહીં.

સવાલ: ફાયનાન્શ્યિલ કંપનીમાં બ્રોકર છું તો હું સુગમ રિટર્ન ભરી શકું કે કેમ?

જવાબ: 44એડીમાં અપવાદ છે કે કમિશન કે બ્રોકરેજની આવક મેળવતાં લોકો આનો લાભ લઇ શકતાં નથી. આપને આઇટીઆર 3 હેઠળ રિટર્ન ભરવાનું રહેશે.