ટેક્સ પ્લાનિંગ: આવકવેરા રિબેટ સંદર્ભે શુ ધ્યાન રાખવું?

આગળ ટેક્સ વિષસ જાણકારી લઇએ ટેક્સ પ્લાનિંગના મુકેશ પટેલ પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 17:27  |  સ્ત્રોત : CNBC-Bajar

2019-20 માટે વ્યક્તિગત કરદાતા માટે સવિશેષ જોગવાઇ તે આવકવેરા રિબેટની છે. 5 લાખથી ઓછી કરપાત્ર આવક હોય તો શૂન્ય આવકવેરો તેની જાહેરાત વચગાળાના બજેટમાં પિયુષ ગોયેલે કરી છે. આનો પૂરેપૂરો લાભ લેવા માટે કેટલીક મહત્ત્વની બાબત ખ્યાલમાં રાખવી જરૂરી છે તે અંગે આજે વાત કરીશું.


આવકવેરા રિબેટની જોગવાઇ શું છે?


આ રિબેટ જેમને મળવાપાત્ર છે તેવા રહીશ કરદાતાના કેસમાં કોઇની આવક 5 લાખ 15 હજાર થઇ છે. તો 5 લાખની આવક સુધીનો આવકવેરો શૂન્ય થાય છે. 12500 રૂપિયાનો આવકવેરો થાય તેના ઉપર 87A હેઠળ 12500 રૂપિયાનું રિબેટ મળે છે. 15 હજાર રૂપિયાની વધુ આવક ઉપર સીધા તમે 20 ટકાના સ્લેબમાં આવી જાવ છે. પરંતુ 15 હજાર રૂપિયા વધારાની આવક 12500 રૂપિયાનો ટેક્સ ભરવાનો રહે છે. 5 લાખ રૂપિયાની ઉપર 20 ટકા ટેક્સ એટલે 3000 રૂપિયાનો આવકવેરો ભરવાનો રહે છે. આવા બોર્ડરલાઇન પર રહેતાં ટેક્સ પેયર્સને ખાસ ધ્યાન રાખવાનું રહેશે.


આ જોગવાઇના સંદર્ભમાં ખ્યાલમાં રાખવાના મહત્ત્વના મુદ્દા કયા?


ધંધાકીય આવકના સંદર્ભમાં શરૂઆતથી નક્કી કરવું મુશ્કેલ છે. રોકાણ પગાર મૂડીનફાની આવક અંગે સભાનતા રાખવાની રહેશે. કુલ ગ્રોસ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય શકે છે. 8 લાખ રૂપિયાની પગાર આવક છે તો તેને પણ 5 લાખ રૂપિયાના મર્યાદાનો લાભ મળે છે. 7.5 લાખ રૂપિયાની આવકમાંથી 50 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડ્ડકશન મળશે. કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા અને એનપીએસના વધારાના લાભ માટે 50 હજાર રૂપિયાનું રોકાણ કરી શકે છે.


કલમ 80ડી હેઠળ મેડિકલ પ્રિમિયમની કપાતનો લાભ મળે છે. કલમ 80ટીટીએ 20 હજાર રૂપિયાની કપાત વ્યાજની આવક પર મળી શકશે. જો સિનિયર સિટીઝન છે તો તેમને કલમ 80ટીટીબી હેઠળ 50 હજાર રૂપિયાની કપાત મળી શકે છે. હાઉસિંગ લોન ઉપર વ્યાજની ચૂકવણી કરતાં હોય તો તેની પણ કપાત બાદ મળી શકે છે.


આ કપાતની સાથે કરપાત્ર આવક 5 લાખ રૂપિયાની અંદર રાખો છે. નોન રેસિડેન્ટ માટેની મર્યાદા 2.5 લાખ રૂપિયાની કરમુક્તિ મર્યાદા છે. ભારતમાં 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહ્યા હોય તેમને રહીશ ગણવામાં આવે છે. એચયુએફ માટેની પણ કરમુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા જ છે.


સવાલ-
હું નિવૃત્ત સરકારી અધિકારી છું અને સિનિયર સિટીઝન છું અને મારી સોસાયટી રિડેવલપમેન્ટ માટે જઇ રહી છે તેમાં 6 લાખ રૂપિયાની રકમ મળી રહી છે તો તેના ઉપર ટેક્સ લાગે અને રોકાણ કરવા માટે શું આયોજન કરવું જોઇએ?


જવાબ-
તમને જે રકમ રિડેવલપમેન્ટ અંતર્ગત મળે છે તેના ઉપર કોઇ કરમુક્તિ નથી. આપની આ રકમ લાંબાગાળાની મૂડીનફાની આવક ગણાશે. આ રકમ ઉપર તમારે 20 ટકાનો આવકવેરો ભરવાનો થશે. મકાનની માલિકીનો સંપૂર્ણ હકક જતો નથી તેથી તેના ઉપર ઇન્ડેક્સેશનનો લાભ નહીં મળે. આઇટીઆર-2માં આ આવકની વિગતો રિટર્ન ભરતાં વખતે દર્શાવવી પડશે. કલમ 54ઇસી હેઠળના કેપિટલ બોન્ડમાં રોકાણ કરી શકો છો.


સવાલ-
મારા ફેમિલિની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેમાં ફક્ત જમીન છે તો તેમાં વેચાણ કર્યા બાદ ટેક્સ પ્લાનિંગની રીતે કયા માર્ગે રકમનો ઉપાડ કરવો?


જવાબ-
જો કંપનીના શેર ટ્રાન્સફર કરતાં હોવ તો તેના ઉપર કોઇ ટેક્સ નથી. તમારા કેસમાં કંપનીના શેર ટ્રાન્સફર કરો એ યોગ્ય રહેશે. કંપની જમીન વેચશે તો તેના ઉપરનો મૂડીનફો થશે તેના ઉપર કંપનીને ટેક્સ ભરવાનો રહેશે. ત્યારબાદ કંપની તમને ડિવિડન્ડ રૂપે રકમ ચૂકવશે તેના ઉપર પણ ટેક્સ ભરવાનો થશે. જંત્રી કિંમતથી ઓછી રકમે શેરનું વેચાણ કરી શકશો નહીં. આ શેરના વેચાણ બાદ એક જ વખત મૂડીનફા ઉપર ટેક્સ ભરવાનો રહેશે. કંપનીના શેર ટ્રાન્સફર કર્યા બાદ જો તમે જમીનનું વેચાણ કરશો તો એક જ વખત ટેક્સ ભરવાનો થશે.


સવાલ-
મારી એક જમીન છે તે સરકારી એક્વિઝિશનમાં ગઇ છે તેના ઉપર કોઇ ટેક્સ ભરવાનો રહેશે?


જવાબ-
આવકવેરાની કલમ 10 હેઠળ ફરજિયાત હસ્તાંતરણ થયું હોય તો તેના પર કોઇ ટેક્સ નથી. આપની શહેરી વિસ્તારની ખેતીની જમીન છે તેના ઉપર કોઇ ટેક્સ નથી. જો આપની બિનખેતીની જમીન હોત તો આપને ફરજિયાત હસ્તાંતરણમાં પણ કરમુક્તિનો લાભ નહીં મળે.


સવાલ-
મારી પાસે મ્યુચ્યુઅલ ફંડના 680 યુનિટ્સ છે જેમાંથી 500 યુનિટ્સનું વેચાણ કર્યું છે અને હવે 180 યુનિટ્સ બાકી છે તો તેના ઉપર કરવેરાની ગણતરી કરવાની રહેશે?


જવાબ-
કુલ 680 યુનિટ્સ યુનિટ દીઠ કોસ્ટની એવરેજ ગણવામાં આવે છે. 500 યુનિટ્ના વેચાણ ઉપર 680 યુનિટ્સની કોસ્ટનું પ્રો-રેટા ગણવામાં આવે છે. 500 યુનિટ્સના રિડમ્પ્શન બાદની રકમ ઇન્ડેક્સેશન કર્યા બાદ પ્રો-રેટા વેલ્યુ નક્કી થાય છે. ઇક્વિટીના ફંડ ઉપર ઇન્ડેક્સેશન નથી તો તેમના પર 10 ટકાનો ફ્લેટ ટેક્સ રેટ રહેશે. તેથી આપને 500 યુનિટ્સના વેચાણ ઉપર ઇક્વિટી ફંડ હશે તો ઇન્ડેક્સેશનના બાદના મૂડીનફા ઉપર ટેક્સ ભરવાનો રહેશે.