ટૅક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલનાં 2 વર્ષ

ના રોજ પ્રકાશિત Fri, 01, 2016 પર 18:25  |  સ્ત્રોત : CNBC-Bajar

હાઉસ રેન્ટ એલાઉન્સની કરમુક્તિની જોગવાઇ આવકવેરા કાયદાની કલમ 10(13)A હેઠળ આપવામાં આવી છે. એચઆરએનો લાભ તમે ભાડાના ઘરમાં રહેતા હોય અને ભાડું ચૂકવતાં હોય તો તેનો લાભ મેળવી શકો છો. આ લાભ લેવા માટે 3 રકમો પૈકીની જે રકમ ઓછી હોય તે ગણતરીમાં લેવામાં આવે છે.


સૌપ્રથમ તમને તમારા માલિક તરફથી ખરેખર મળતું એચઆરએ બીજું તમે જે વાર્ષિક ઘરભાડું ચૂકવો છે તે તમારા બેઝિક પગારના 10 ટકાથી વધુ જે ભાડું ચૂકવતાં હોય તે. ત્રીજું તમે દેશના ચાર મેટ્રો શહેરોમાં રહેતાં હોય તો પગારના 50 ટકા અને અન્ય શહેરોમાં રહેતાં હોય તો પગારના 40 ટકા ગણવામાં આવે છે. આ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે રકમ કરમુક્તિ માટે ગણવામાં આવે છે.

વાર્ષિક આવક 8 લાખ રૂપિયા છે તેમાં એચઆરએ સંબંધિત કરમુક્તિનું આયોજન કેવી રીતે કરી શકાય અને મારા સુપર સિનિયર સિટીઝન પિતાજીને ભાડું ચૂકવું છું તો તેના ઉપર કરપાત્રતા અમલી બનશે.

તમારા પિતાજીના માલિકીનું ઘર છે તેવા કિસ્સામાં તમે તમારા પિતાજીને ભાડું ચૂકવો છો અથવા લગ્નસાથી પણ તેના પત્ની કે પતિને ભાડું ચૂકવે છે તો તે આવકવેરા કાયદાની કલમ 10(13)A હેઠળ માન્ય છે. 8 લાખ રૂપિયા આપનો બેઝિક પગાર છે તેથી વાર્ષિક પગારના 10 ટકા એચઆરએ તરીકે ગણીએ તો 80 હજાર રૂપિયા બાદ કરીએ તો કિંમત થાય છે 4 લાખ રૂપિયા થાય. તેમને માલિક તરફથી એચઆરએ પણ 4 લાખ રૂપિયા મળે છે.


તે મુંબઇમાં રહે છે તેથી તેના પગારના 50 ટકા ગણવામાં આવે છે જો તે રકમને ગણીએ તો પણ ચાર લાખ રૂપિયા થાય છે. પરિણામે પરશીભાઇને ચાર લાખ રૂપિયા ઉપર તેમનો 30 ટકાનો કરવેરો ગણીએ તો તેમને 1.20લાખ રૂપિયાની ટેક્સમાંથી મુક્તિ મળે છે. એમના પિતાની જે દોઢ લાખ રૂપિયાની વાર્ષિક વ્યાજની આવક છે. જ્યારે આ ઉપરાંતની 4.80 લાખ રૂપિયાની ભાડાની આવક થાય તેમાંથી 30 ટકાનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળવાપાત્ર છે.


1.44 લાખ રૂપિયા ડિડ્કશન થાય બાકી બચ્યા 3.36 લાખ રૂપિયામાં દોઢ લાખ રૂપિયાની વ્યાજની આવક ઉમેરીએ તો પણ 5 લાખ રૂપિયા કરતાં ઓછી આવક થાય છે. તેથી તેમના પિતા સુપર સિનિયર સિટીઝન હોવાથી 5 લાખ રૂપિયા સુધીની કરમુક્તિ મર્યાદા રહેશે અને ભાડાની ચૂકવણી માટે પરશીભાઇને પણ કરમુક્તિનો લાભ મળશે.

તાજેતરમાં જ સીબીડીટી દ્વારા એક ખાસ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ડેક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે જેમાં તેમને મળતી તમામ કરમુક્તિની વિગતો આપવાની રહેશે. એચઆરએ સંદર્ભમાં ઘરભાડા ચૂકવ્યું છે તેમની વિગત જેવી કે પાન નંબર, એડ્રેસ અને ફોન નંબર આપવાનો રહેશે. પરિણામે જેમને ભાડું ચૂકવવામાં આવ્યું છે તેમણે આ ભાડાની આવક દર્શાવી છે કે નહીં તેમની વિગતો પણ આવકવેરા વિભાગને મળી શકે.

ઘરભાડાની ચૂકવણીના સંદર્ભમાં એવું જરૂરી નથી કે પગારદાર કર્મચારી હોવ, પગારદાર સિવાયના વર્ગને એચઆરએની ઉદાર રાહત નથી પરંતુ અન્ય આવકમાં પણ કર રાહત તો છે. આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ પગારદાર સિવાયના કરદાતાને ઘરભાડા ઉપર કપાતનો લાભ મળે છે. પગારદાર કે અન્ય કોઇ આવક ધરાવતાં હોય તેમને એચઆરએનો લાભ ન મળતો હોય તેઓ કલમ 80GG હેઠળ ઘરભાડા કપાતનો લાભ લઇ શકે.


કલમ 80GG ઘરભાડાની કપાત લેવા માટે પણ એચઆરએ જેવી 3 આવક જેવી જ મર્યાદા રહેશે. કલમ 80GG મહત્તમ મર્યાદા માસિક 5 હજાર રૂપિયા અને વાર્ષિક 60 હજાર રૂપિયાની સુધીની મર્યાદા છે. તમારી કુલ કરપાત્ર આવકના 10ટકાથી વધુ જેટલું ભાડું ચૂકવતાં હોય તે લક્ષમાં લેવાની રહેશે. ત્રીજી ગણતરી તમારી કુલ આવકના 25 ટકાની રકમને લક્ષમાં લેવાની રહેશે.


ભાડાની ચૂકવણી તમારી કુલ આવકના 10 ટકાની અંદર આવતું હોય તો જ કલમ 80GG હેઠળ કપાતનો લાભ મળશે. કલમ 80GG હેઠળ મહત્ત્વની શરત છે કે લગ્નસાથી, સગીર સંતાન કે એચયુએફનું ઘર કરદાતા જ્યાં નોકરી, વેપાર કે ધંધો કરતો  હોય તો તેને ઘરભાડા કપાતનો લાભ મળશે નહીં. ધારો કે કરદાતા વડોદરામાં ધંધો-નોકરી કરો છો અને અમદાવાદમાં તમારું ઘર છે તો તેવા કિસ્સામાં ઘરભાડા કપાતનો લાભ મળશે.

આવકવેરા કાયદાની કલમ 206C હેઠળ ટીસીએસ કરવામાં આવે છે. બુલિયન કે જ્વેલરી સિવાય અન્ય કોઇ સેવા કે ખરીદી કરવામાં બે લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવવાની થાય તો તેના ઉપર એક ટકો ટીસીએસ ચૂકવવાની જોગવાઇ છે. 24મી જૂને સીબીડીટીએ સર્ક્યુલર બહાર પાડ્યો છે. જે મુજબ કેશની ચૂકવણી રૂપિયા બે લાખની અંદર હોય તો તમારે ટીસીએસ ચૂકવવાનો રહેશે નહીં. ધારો કે રૂપિયા 5 લાખની ખરીદીમાં 3.5 લાખ રૂપિયા ચેકથી ચૂકવો છો અને 1.5 લાખ કેશમાં ચૂકવો છો તો આવા કિસ્સામાં ટીસીએસ ચૂકવવાનો થાય નહીં. ટીસીએસ બે લાખ રૂપિયાથી વધુની કેશ ચૂકવણી થઇ હોય એ જ રકમ પર થશે.