ટેક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 15, 2016 પર 12:04  |  સ્ત્રોત : CNBC-Bajar

કોઈપણ વિકસિત દેશની કરવ્યવસ્થામાં તબીબી સારવાર સંદર્ભમાં અનેકવિધ આવકવેરા રાહતની જોગવાઈ કરવામાં આવે છે. મેડિકલ ઇન્શ્યોરન્સ આજથી 30 વર્ષ પહેલા પ્રવર્તમાન ન હતો પરંતુ છેલ્લા બે દાયકાથી વ્યવસ્થા ખાસી પ્રચલિત થઇ છે. વિકસિત દેશોમાં તો મેડિકલ ઇન્શ્યોરન્સ ન હોયતો ટકવું જ મુશ્ક્લ છે. હવે ભારતમાં ઉચ્ચ કક્ષાની તબિબિ સારવાર મળે છે પણ તેની સાથે તેનો ખર્ચ પણ એટલો જ વધી ગયો છે. મેડિકલ ઇન્શ્યોરન્સ તમારા અને તમારા પરિવાર માટે આવશ્યક છે.


મેડિકલ ઇનિશ્યોરન્સનું પ્રિમિયમ આવકવેરા કાયદાની કલમ 80(D) હેઠળ કપાત તરીકે બાદ આપવામાં આવે છે. જે અંતર્ગત વ્યક્તિ પોતે કે તેના લગ્ન સાથી કે બાળકો માટે મેડિકલ ઈન્શ્યોરન્સ લે અને તેના ઉપર પ્રિમિયમની ચૂકવણી કરે તે બાદ મળી શકે છે. નાણાંકીય વર્ષ 2014-15 સુધી વ્યક્તિગત કિસ્સામાં મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રિમિયમની મર્યાદા રૂપિયા 15 હજાર હતી. નાણાકીય વર્ષ 2015-16થી આ મર્યાદા વધારીને હવે રૂપિયા 25 હજાર કરવામાં આવી છે.


જો એચયુએફ હોય તેવા કિસ્સામાં તેના કોઇ પણ સભ્યના મેડિકલ ઇન્શ્યોરન્સના પ્રિમિયમની ચૂકવણી કરી હોય તો તેના માટે પણ રૂપિયા 25 હજારની કપાતનો લાભ આપ્યો છે. કરદાતાના માતા-પિતા આશ્રિત હોય કે ન હોય તેમના માટે કરદાતા વીમો લે અને વીમાનું પ્રિમિયમ ચૂકવે તે સંબંધી પણ રૂપિયા 25 હજારની કપાતનો લાભ આપવામાં આવે છે. જો કરદાતા પોતે અથવા તેના માતા-પિતા સિનિયર સિટીઝન હોય તો તેને રૂપિયા 25 હજારને બદલે રૂપિયા 30 હજારનું ડિડક્શન મળે છે.

મેડિકલ ઈન્શ્યોરન્સ પોતાના માટે કે પરિવારજનો માટે શક્ય હોય તેટલો વહેલો લેવો જોઈએ. વર્ષ 2015ના બજેટમાં તબીબી સારવારના સંદર્ભમાં શ્રેણી બદ્ધ રાહતો આપવામાં આવી છે. કલમ 80 ડી અનુસાર 80 વર્ષથી ઉપરના સુપર સિનિયર સિટીઝન માટે 30 હજારની મર્યાદામાં વ્યક્તિએ પોતે ખર્ચ કર્યો હોય અથવા તેમના પુત્ર કે પુત્રીએ આવા ખર્ચાની ચૂકવણી કરી હોય તો તેમને પણ 80 ડી હેઠળ આવકવેરા રાહત મળી શકે છે.

તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમિયમની ચૂકવણી જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ સમયસર સ્વાસ્થ્ય તપાસ કરાવો કે પણ ખાસ જરૂરી છે. પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપ માટે જે ખર્ચ કર્યો હોય તે સંબંધી 5 હજારની મર્યાદામાં કરેલ ખરેખર ખર્ચ ઉપર કપાત મળી શકે છે. કલમ 80 ડી હેઠળ ઉપરોક્ત રૂપિયા 25 કે 30 હજારની કપાત મર્યાદામાં પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપના રૂપિયા 5 હજાર સમાવિષ્ટ રહેશે.

તમારા પોતાના માટે અને તમારા માતા-પિતાના મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રિમિયમની ગણતરી કરો તો કુલ રૂપિયા 50 થી 60 હજાર સુધીના પ્રિમિયમ ભરીને આવકવેરા કપાતનો લાભ લઈ શકો. આપ 30% ના ટોપ બ્રેકેટના ટેક્સ સ્લેબમાં હોવ તો રૂપિયા 18 હજાર સુધીનું ટેક્સ પ્લાનિંગ થઈ શકે. સૌથી વધુ ટેક્સ બ્રેકેટમાં આવતા હોય તેમનામાંથી પ્રિમિયમની ચૂકવણી કરો. એક જ કિસ્સામાં રૂપિયા 60 હજાર બાદ ન મળી શકે. તેથી એચયુએફ કે લગ્નસાથી સાથે 2 હિસ્સામાં પ્રિમિયમની ચૂકવણી કરીને રૂપિયા 50 કે 60 હજારની કપાતનો લાભ મળી શકે છે.

તમામ ખાનગીક્ષેત્રના કર્મચારીઓ તેમનો ટેકહોમ પે વધુ રહે અને આવકવેરા અંતર્ગત આવતી આવક ઓછી રહે તેવું આયોજન કરી શકે છે. તમારા માલિકને એમ કહો કે તમને ટ્રાન્સપોરર્ટ એલાઉન્સ આપે. નાણાંકિય વર્ષ 2015-16થી તેની મર્યાદા 800થી વધારી 1600 કરવામાં આવી છે. તેના માટે કોઈ પુરાવા આપવાના નથી. એ જ રીતે કન્વેયન્સ એલાઉન્સ આપવા માટે આપના માલિકને કહી શકાય. આમાં કોઈ મર્યાદા નથી તેથી માસિક રૂપિયા 5 હજાર કન્વેયન્સ એલાઉન્સ લો તો વાર્ષિક રૂપિયા 60 હજાર કરમુક્ત બની જશે. આ ઉપરાંત મેડિકલ રિએમ્બર્સમેન્ટ જે રૂપિયા 15 હજાર સુધીની મર્યાદામાં છે તે આપવાનું કહી શકો છો.


આ ઉપરાંત ટેલિફોન કે મોબાઈલ ફોન એલાઉન્સ પણ અલગછી લઈને તેના ઉપર કર બચત થઈ શકે છે. તેમજ યુનિફોર્મ એલાઉન્સ કે જેમાં તમારા માલિક પાસેથી તમને રિએમ્બર્સમેન્ટ કરવામાં આવે તો તે પણ તમને કરમુક્ત મળે. એટલે આવા ટેક્સ ફ્રિ પર્ક વિઝિટ લો તો આપના માટે નાણાંકિય આયોજન કરવામાં આસાની રહેશે. જે અંતર્ગત જો આપનો માસિક રૂપિયા 50 હજાર નો પગાર હોય તેના એ પેકેજનું આયોજન એવી રીતે કરી શકાય જેમાં ઝીરો ટેક્સ ભરવાનો થાય.