બજાર » સમાચાર » ટેક ગુરુ

₹10 હજારની રેન્જે કરી ધમાલ, જાણો 2019 ના Best Budget Phone

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 17:05  |  સ્ત્રોત : CNBC-Bajar

જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 10,000 રૂપિયા સુધી છે, તો અમે તમને અહીં ટોચના સ્માર્ટફોનનુ લિસ્ટ જણાવી રહ્યા છીએ. હાલમાં, ભારતમાં હાલ આ સેગમેન્ટમાં ઘણા બધા સ્માર્ટફોન આવી ગયા છે અને ઘણી કંપનીઓ ટૂંકા ગાળામાં આ સેગમેન્ટમાં તેમના સ્માર્ટફોન લઈ રહી છે. વધુ સ્માર્ટફોનને લીધે, તમને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં તમારી સમસ્યાઓ દૂર કરી તમને શ્રેષ્ઠ સ્માર્ટફોનની લિસ્ટ જણાવી રહ્યાં છીએ.

Redmi Note 8

જો તમારું બજેટ 5000 થી 10000 રૂપિયા છે તો તમારે આ ફોન લેવો જ જોઇએ. આ સ્માર્ટફોનમાં 48 મેગા પિક્સલ કેમેરા લેન્સ છે. તેમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર છે.

Vivo U20

તેમાં અલ્ટ્રા ગેમ મોડ છે અને આ ફોન 6 GB ની RAM ની સાથે આવે છે. આ ગેજેટ તમને Qualcomm Snapdragon 675 પ્રોસેસર સાથે મળશે જે રેડમી નોટ 8 અને રીઅલમી 5s ને સીધી સ્પર્ધા આપે છે. આ ફોનની કિંમત 10000 રૂપિયા છે. આ ત્રિપલ રીઅર કેમેરો 16MP + 8MP + 2MP માં આવે છે. તેનો ફ્રન્ટ કેમેરો 16 MPનો છે. તેમાં 5000 mahની બેટરી છે.

Realme 5s

5000 mAhની જોરદાર બેટરી છે. Qualcomm Snapdragon 665 પ્રોસેસર છે. આ ઘણી સારી ડિઝાઈન છે. તેની કિંમત 9440 રૂપિયા છે. આ QUAD રીઅર કેમેરો 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાની સાથે આવે છે.

Redmi Note 7S

તેની કિંમત 9,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં સેલ્ફી માટે 48 મેગાપિક્સલનો કેમેરો છે. આ સિવાય તેમાં સ્નેપડ્રેગન 660 ઓક્ટા-કોર પ્રોસેસર, ડ્યુઅલ રીઅર કેમેરા, 6.3 ઇંચની એચડી + ડિસ્પ્લે અને 4,000 mAh બેટરી આપવામાં આવી છે.

Samsung M30

3 GB અને 4 GB RAm વાળો લેન્સ છે. 3 GB, 32 GB સ્ટોરેજની કિંમત 9,999 રૂપિયા છે. આ સિવાય તેમાં 1.8GHz Exynos 7904 પ્રોસેસર છે. 5000 એમએએચની શક્તિશાળી બેટરી આપવામાં આવી છે. તેનો ફ્રન્ટ કેમેરો 16 MP નો છે અને તેમાં 64 / 128GB ઇન્ટરનલ સ્ટ્રોરેજ છે.