બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: ઓનર 10 લાઇટનો રિવ્યૂ

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 17:12  |  સ્ત્રોત : CNBC-Bajar

નવા વર્ષની શરૂઆત સાથે જ નવા ફોન લોન્ચિંગનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. ભારતમાં લોન્ચ થનારો આ વર્ષનો ફોન છે ઓનર 10 લાઈટ. આ ફોન ઓનરના જાણિતા ફોન ઓનર 9 લાઈટનો અનુગામી છે પણ ઘણાં અંશે તેનાથી તદ્દન અલગ છે. શું નવું છે અને શું ખાસ છે તેના પર નજર કરીશું પરંતુ તે પહેલા જોઈએ કે ફોનના સ્પેશિફિકેશન શું છે.

ઓનર 10 લાઈટ આવે છે 6.21 ઈંચની ડ્યુ ડ્રોપ નોચ ડિસપ્લે સાથે છે. 1080X2340 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ફોનનમાં પાછળની બાજુએ 13+2 મેગાપિક્સલનો ડ્યુઅલ રેર કેમેરા આપવામાં આવ્યો છે જે f/1.8 અપાર્ચર સાથે આવે છે. આની સાથે જ સેલ્ફી માટે 24 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.


પર્ફોર્મના્સ માટે ઓનર 10 લાઈટ કિરિન 710થી લેસ છે અને ફોન 4 gb અને 6 gb વેરિએન્ટ સાથે મળે છે. સ્ટોરેજ માટે 64 અને 128 gb ઓપ્શન છે અને sd કાર્ડ દ્વારા 512 gb સુધી મેમરીને એક્સપાન્ડ પણ કરી શકાય છે. ઓનરલ 10 લાઈટ 3400 mahની બેટરીથી લેસ છે અને તેની કિંમત 9-12 હજારની વચ્ચે હોઈ શકે છે અને તે 15મી જાન્યુઆરીએ લોન્ચ કરતા સમયે રિવિલ કરવામાં આવશે.

ઓનર 10 લાઈટ પહેલી નજરમાં ઘણો ઈમ્પ્રેસિવ લાગે છે. ફોન પર આપવામાં આવેલા ડ્યુ ડ્રોપ નોચ ઘણી ઓછી જગ્યા લે છે અને તેનાથી તમને સ્ક્રીન સાઈઝ વધુ મળી છે. આ સ્ક્રીન મોટી હોવાને કારણે ગેમિંગ માટે અને વીડિયો જાતી વખતે એક અલગ એક્સપિરિયન્સ મળે છે.

ઓનર 10 લાઈટનું ફુલ HD રેઝોલ્યુશનવાળું ડિસ્પ્લે ઘણું સારું છે. પરંતુ રેઝોલ્યુશન ગેમને થોડું સારું બનાવી શકાતું હતું. પરંતુ ફોન જે પ્રાઈસ સેગમેનેટમાં આવે છે તેનાથી કોઈ ફરિયાદ નથી. ફોનનું કલર રિપ્રોડક્શન સારું છે અને તેને થોડા ઘણાં અઁસે ટ્વીક પણ કરી શકો છો. પરંતુ ફોનની બ્રાઈટનેશ ઈન્ટેસિટી અન્ય ઓનરના ફોન કરતા ઘણી ઓછી છે. એટલે વધુ પ્રકાશમાં તમને તકલીફ થશે.


સ્ક્રીન રેશિયોને વધારવા અને નોચને ઓછામાં ઓછું રાખવા માટે તમામ સેન્સર અને નોટિફિકેશન લાઈટ નીચેની તરફ આપવામાં આવ્યા છે. છતાં પણ તમને નોચ નથી ગમતું તો તમને એને ઓફ કરી શકો છો. હવે વાત કરીએ ફોનના લૂકની. મલ્ટિપલ પ્લાસિટક લેયરથી બનેલો રેર પેનલ આને ગ્લાસબેકની જેમ પ્રિમિયમ ફીલ આપે છે.. ફોનની CURVED એજીસ તેના ઉપયોગને વધુ સરળ બનાવે છે. ફોનનું રિફ્લેક્ટિવ રિયર ફિગ્રપ્રિન્ટ મેનગ્નેટ આપવામાં આવ્યું છે. પરંતુ ગ્લાસ રેર ન હોવાથી તે ઓછો સ્લીપરી છે.

ઓનર 10 લાઈટ ઈનહાઉસ પ્રોસેસર કિરિન 710 સાથે આવે છે. આ પ્રોસેસર સ્નેપડ્રેગન 636ની કેટેગરીમાં આવનારું પ્રોસેસર છે. કિરિન પર ઓનર 10 લાઈટનું પર્ફોર્મન્સ પણ સારું છે. જે પ્રાઈસ રેન્જમાં તમને આ ફોન મળે છે તેનાથી તમને કોઈ ફરિયાદ નહીં રહે.

ઓનર 10 લાઈટ પર કામ કરવું ઘણું સ્મૂધ અને ઈઝી છે. ફોન પર રેમ, સ્ટોરેજ અને પ્રોસેસરનું કોમ્બિનેશન ઘણું સારી રીતે કામ કરે છે. સાથે જ ઓનર 10 લાઈટ લેટેસ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ અને EMUI 9 પર કામ કરે છે. UIમાં ખાસ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો પણ ઓનર 10 લાઈટમાં AIને વધુ સારું બનાવવામાં આવ્યું છે. ફોનમાં આવેલા HIVISION ગૂગલ લેન્સની જેમ કામ કરે છે.. જે વસ્તુઓને પારખીને જાણકારી આપે છે અને સાથે જ ટ્રાન્સેલશનમાં પણ કરી શકે છે. આ સિવાયમાં ફોનમાં ડિજિટલ વેલ બીંગનો ખ્યાલ રાખવામાં ખાસ ફિચર્સ પણ જોડવામાં આવ્યા છે.


ડિજીટલ મેનેજમેન્ટ દ્વારા તમે કોઈ એપ કે ઓવરઓલ સ્ક્રીન માટે એક ટાઈમ લિમીટ પણ નક્કી કરી શકો છો. જ્યાર બાદ ફોન સ્ક્રીનને ઈનએક્ટિવ કરવાનું રિમાઈન્ડર મોકલે છે. જેને તમે એક્સટેન્ડ કરી શકો છો કે ડિસએબલ કરી શકો છો. સાથે જ જેસ્ચર સપોર્ટ અને ફ્લિપ ટુ મ્યૂટ જેવા શોર્ટકર્ટ પણ ફોન સપોર્ટ કરે છે. ગેમિંગને હેન્ડલ કરવા માટે ફોનમાં ઓનર પ્લેની જેમ GPU ટર્બો આપવામાં આવ્યું છે. પોન પર મીડિયમ ગેમિંગ સ્મૂધલી કામ કરે છે અને હિટિંગની પણ પરેશાની નથી. હેવી ગ્રાફિક્સ વાળી ગેમ્સમાં ફોન સ્લો જરૂર થાય છે.

બેટરી  વાઈઝ ફોનનું પર્ફોર્મન્સ ઘણું સારું છે. જો તમે સામાન્ય ફંક્શનનો જ ઉપયોગ કરો છો તો એક વાર ફોન ચાર્જ કરવા પર સવારથી સાંજ સુધી બેટરી ચાલી જાય છે. આમાં બેટરી સેવિંગ્સના ઘણાં ઓપ્શન પણ આપવામાં આવ્યા છે.

ઓનર 10 લાઈટને ચાર્જ કરવા માટે માઈક્રો USB પોર્ટ આપવામાં આવ્યો છે અને ફોનને ફુલ ચાર્જ થવામાં લગભગ 1.5 કલાક લાગે છે. નોચની ઉપર આપવામાં આવેલા ઈયરપિસમાં સાઉન્ડ ઘણો ક્લિયર સંભળાઈ છે. નીચેની બાજુએ આપવામાં આવેલા સ્પીકરની ઓડિયો ક્વોલિટી ઘણી સારી છે પરંતુ વધારે લાઉડ નથી. ફોનમાં નીચે હેડફોન આપવામાં આવ્યા છે અને ઉપરની બાજુએ હાઈબ્રિડ સિમનો સ્લોટ આપવામાં આવ્યો છે.

હાલમા તો આ ફોનનો કિંમત નક્કી નથી કરાઈ પણ જો ફોન 9-11 હજારની કિંમતમાં મળે છે તો ફોન વર્થ છે. ડિઝાઈન પ્રિમિયમ છે. કેમેરાનું પર્ફોર્મન્સ પણ સારું છે અને ઓવરઓલ પર્ફોર્મન્સ પણ સારું જ છે. એકવાર કિંમતની જાહેરાત થાય બાદમાં ખરીદી શકાય છે. પરંતુ આ તો વર્ષની શરૂઆત છે અને ઘણાં ફોન લોન્ચ થશે અને એ બધાની આ સામે આ ફોન ટકશે એ તો જોવું રહ્યું.