બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં 11590-11720 મહત્વની રેન્જ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 08:28  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એક્ઝિટ પૉલ આવ્યા ત્યારથી એફઆઈઆઈએસએ રૂપિયા 3200 કરોડના શૅર્સ ખરીદ્યા. ઇન્ડેક્સ ફ્યુચર, સ્ટૉક ફ્યુચરમાં લૉન્ગ કાપી શૉર્ટ કર્યા. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં વિક્લી એક્સપાયરી પર અનવાઇન્ડિંગ થયુ. નિફ્ટીમાં 11590-11720 મહત્વની રેન્જ છે. નિફ્ટીમાં લક્ષ્યાંક 11720 અને સ્ટૉપલોસ 11590 રાખો.


નિફ્ટી 11720 ઉપર ટકે તો લૉન્ગ કરી શકાય. નિફ્ટીમાં ઉપરની તરફ 11770 લક્ષ્યાંક છે. નિફ્ટી 11590 નીચે જાય તો લૉન્ગ પૉઝિશન કાપી શકાય. નિફ્ટી બેન્ક માટે 30300-30600 મહત્વની રેન્જ છે. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 30600-30800 અને સ્ટૉપલોસ 30260 રાખો. નિફ્ટી બેન્ક માટે 30100 પૉઝિશનલ સપોર્ટ છે. આ સપોર્ટ નીચે લૉન્ગ સ્કવેર કરવા છે.