બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટી માટે 11660-11725 મહત્વની રેન્જ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 18, 2019 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે ગઇકાલે એફઆઈઆઈએસ, ડીઆઈઆઈએસએ શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં ખરીદારી કરી. છેલ્લા 4 સેશન્સમાં એફઆઈઆઈએસએ રૂપિયા 652 કરોડની વેચવાલી કરી. એફઆઈઆઈએસએ જૂનમાં રૂપિયા 411 કરોડની વેચવાલી કરી.


એફઆઈઆઈએ છેલ્લા 2દિવસમા ડેટ માર્કેટમાં રૂપિયા 1634 કરોડની ખરીદારી કરી. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચરમાં ખરીદારી કરી. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં ભારે વેચવાલી કરી. પુટ ઓપ્શનમાં ભારે ખરીદારીથી નેગેટિવ વ્યૂના સંકેત.

માર્કેટમાં નિફ્ટી, બેન્ક નિફ્ટી ઓવર સોલ્ડ રહ્યા. નિફ્ટી માટે 11600 સપોર્ટ, બેન્ક નિફ્ટી માટે 30000 સપોર્ટ. નિફ્ટી માટે 11660-11725 મહત્વની રેન્જ. નિફ્ટીમાં 11660ના ઘટાડા તરફ શૉર્ટ કવર કરો. નિફ્ટીમાં નીચે 11610-11620 તરફ પૉઝિશન કાપો, સ્ટૉપલોસ 11580 રાખો. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 11790/11830 અને સ્ટૉપલોસ 11660 રાખો.


નિફ્ટી બેન્ક 30100ના મહત્વના સપોર્ટ નજીક છે. નિફ્ટી બેન્કમાં ઘટાડે શૉર્ટ કવર કરો. નિફ્ટી બેન્ક 30230ના સ્તર જાળવે તો ખરીદારી કરો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 30400-30550 અને સ્ટૉપલોસ 29970 રાખો.