બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

માર્કેટમાં કંસોલિડેશનનો ફેસ આવી શકે: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 08:29  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે લાસ્ટ ટાઈમ 10380 પર નિફ્ટીનો નેગેટિવ વ્યૂ ઈનિસિએટ કર્યો હતો. 10250-10180 ના ડાઉનગ્રેડ ટાર્ગેટ આપ્યા હતા. 10180 નો જે ડાઉનગ્રેડ ટાર્ગેટ છે જે અચિવ થઈ ગયો છે અને જે તેની સાથે 34 દિવસની મુવની એવરેજનો સપોર્ટ જે આપણે શોર્ટ ટર્મમાં મેજર સપોર્ટ માનતા હોય છે. તે 10160-10170 ની આજુબાજુ છે.


આજે જે લોવર ઓપનિંગ છે તેના પછી એક રિક્વરીનો ચાન્સ જરૂરથી બને છે અને એકવખત ડિફરન્ટ કરેકશન પછી 34 દિવસના સપોર્ટને માર્કેટ પહેલી વખત કબુલ કરતુ હોય છે. તો મારા હિસાબે આજે જે ડાઉન ખુલશે માર્કેટ તેમાં એક શોર્ટ પોઝિશન લેવાની જરૂરથી એડવાઈઝ રહેશે.


લોવર સાઈડ 10160 ની નીચે બંધ આવે તો જ એક ફ્રેસ નેગેટિવ વ્યૂ લેવો જોઈએ. ઊપરની સાઈડ 10280 ની આજુબાજુ એક ઈમિડિયેટ રેજિશટન્સ છે. રિકવરી જે આવશે ત્યાં આગળ એક પહેલુ રેજિશટન હશે. માર્કેટમાં કંસોલિડેશનનો ફેસ આવી શકે. જેમાં નીચેની સાઈડ 10160 નો સપોર્ટ બની શકે અને ઊપરની સાઈડ 10280 નું રેજિશટન બની શકે.